ETV Bharat / city

વિરમગામમાં મતદાન બૂથ પર બંન્ને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ

author img

By

Published : Mar 2, 2021, 8:11 PM IST

અમદાવાદ
અમદાવાદ

વિરમગામ નગરપાલિકાની સ્થાનિક 9 વૉર્ડની ચૂંટણી માટે 28ના રોજ મતદાન યોજાયું હતું, ત્યારે વૉર્ડ નંબર 8 ના શેઠ.એમ.જે હાઈસ્કૂલના મતદાન બૂથ બહાર બંન્ને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

  • મતદાન બૂથ બહાર બંન્ને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું
  • પાર્થેસ કુમાર ઉર્ફે પીન્ટુ જીતેન્દ્ર પુજારાએ 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
  • ટાઉન પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓને ઝડપી પાડયા

અમદાવાદઃ વિરમગામ નગરપાલિકાની સ્થાનિક 9 વૉર્ડની ચૂંટણી માટે 28ના રોજ મતદાન યોજાયું હતું, ત્યારે વૉર્ડ નંબર 8 ના શેઠ.એમ.જે હાઈસ્કૂલના મતદાન બૂથ બહાર બંન્ને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ બનાવને લઇને ફરિયાદી પાર્થેસ કુમાર ઉર્ફે પીન્ટુ જીતેન્દ્ર પુજારાએ વિરમગામ ટાઉન પોલીસ મથકે 8 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવતા ચકચાર મચી હતી. ટાઉન પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડયા હતા. વિરમગામ નગરપાલિકા વૉર્ડ નંબર 8નું મતદાન બૂથ શેઠ.એમ.જે હાઇસ્કૂલ બહાર ભાજપ અને અપક્ષ ઉમેદવારના જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ ઘર્ષણ થતા મારામારીના અને પથ્થરમારાના બનાવ બન્યો હતો, ત્યારે આ બનાવને લઇને ફરિયાદી પાર્થેસ કુમાર ઉર્ફે પીન્ટુ જીતેન્દ્ર પુજારાએ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદ

બનાવની પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન દરમિયાન બૂથ પર ચૂંટણી બૂથ એજન્ટ મિલનભાઈને રીલિવ કરવા માટે બૂથ પર જતા આરોપીઓએ અહીંયા કેમ આવ્યા છે. તારું અહીંયા કામ નથી તું અહીંથી જતો રહે તે બાબતે બંને પક્ષે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન ફરિયાદી પક્ષના માણસોને નાની મોટી ઇજા થઇ હતી અને ઘટનાસ્થળે તુરંત પોલીસ પહોંચી જતા મામલો થાડે પાડ્યો હતો અને આ બાબતે પાર્થેસ કુમાર ઉર્ફે પીન્ટુ જીતેન્દ્ર પુજારાએ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને તાત્કાલિક પકડી પાડયા આગળની તપાસ વિરમગામ ટાઉન PI વાઘેલા ચલાવી રહ્યા છે અને ઉપરોક્ત બનાવ સંબંધે અન્ય કોઈ પ્રત્યાઘાત પડયા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.