31મી ડિસેમ્બરે અમદાવાદમાં 156 દારૂ પીધેલા ઝડપાયા

author img

By

Published : Jan 1, 2021, 4:33 PM IST

Updated : Jan 1, 2021, 4:53 PM IST

31મી ડિસેમ્બરે અમદાવાદમાં 156 દારૂ પીધેલા ઝડપાયા

31મી ડિસેમ્બરે ઉજવણી કરવા લોકો ભેગા ના થાય તે માટે શહેર પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે પોલીસની કાર્યવાહી દરમિયાન 150થી વધુ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા.

  • 31st લઈને પોલીસની કાર્યવાહી
  • 150થી વધુ પ્રોહીબિશનના ગુના
  • 100થી વધુ જાહેરનામાના ભંગના ગુના
  • 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
  • કેવી રહી અમદાવાદ પોલીસની 31મી ડિસેમ્બરની કાર્યવાહી?

અમદાવાદઃ શહેરમાં તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું, તે દરમિયાન પોલીસે 150થી વધુ લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝળપી પાડ્યા હતા. શહેરમાં રાત્રી કરફયુ દરમિયાન બિનજરૂરી બહાર નીકળેલા સામે 136 જાહેરનામા ભંગના ગુના નોંધવામાં આવ્યો હતો. સાથે જ પોલીસે 9 કલાકમાં 10 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો હતો.

31મી ડિસેમ્બરે અમદાવાદમાં 156 દારૂ પીધેલા ઝડપાયા

2021માં પણ આ પ્રકારે જ કાર્યવાહી કરવામાં આવશે

આ ઉપરાંત પોલીસ દ્વારા ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ જેવી અનેક જગ્યાઓ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું, તો વર્ષ 2021માં પણ આ પ્રકારે જ કાર્યવાહી કરવામાં આવશે.

31st લઈને પોલીસની કાર્યવાહીના બીજા અન્ય સમાચાર

સામાન્ય રીતે વર્ષના અંતિમ દિવસની 31stની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ ઉજવણીના કિસ્સામાં ક્યાંક ગાંધીના ગુજરાતને લાંછન લગાવે તેવી પ્રતિબંધિત નશીલી ચીજ વસ્તુઓનો ઉપયોગ બેફામ રીતે કરાતો હોય છે. જો કે આ વખતે મહેસાણા જિલ્લા પોલીસે આ પ્રકારની ઘટનાઓને અટકાવવા સતત ડ્રાઇવ કરી હતી.

થર્ટી ફર્સ્ટની ઉજવણી પોલીસે વિભાગે નવા અભિગમ સાથે કરી હતી. પોલીસ તંત્રએ થર્ટી ફર્સ્ટના દિવસે દારૂનો નાશ કરવાનું નક્કી કર્યું હતું. 8 પોલીસ સ્ટેશનના ઝડપાયેલા આશરે રૂ. 77 લાખથી વધુના દારૂનો નાશ સીદસર રોડ પર એનસીસી ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યો હતો.. ભાવનગરમાં 77 લાખના દારૂ પર 31 ડિસેમ્બરે રોલર ફેરવ્યું હતું.

સાબરકાંઠા જિલ્લા પોલીસે છેલ્લા એક વર્ષ દરમિયાન કરોડોના દારૂ સાથે નો મુદ્દામાલ ઝડપી વે ઓફ વાઈનની ઓળખ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે, તેમજ આગામી સમયમાં આ મામલે જરૂરી પગલાં લેવા પોલીસ કર્મચારીઓને અનુરોધ કરાયો છે.

નવસારી : નેશનલ હાઇવે નંબર 48 પર ગણદેવીના મટવાડ ગામ નજીકથી ગણદેવી પોલીસે બાતમીને આધારે સેલવાસથી સુરતના અમરોલી લઇ જઇ રહેલા 57 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે દારૂ મંગાવનારા સુરતના 3 બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

Last Updated :Jan 1, 2021, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.