ETV Bharat / city

ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાઃ ભગવાન આ વસ્ત્રોમાં ભક્તોને આપશે દર્શન...

author img

By

Published : Jun 13, 2020, 5:41 PM IST

ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાઃ ભગવાન આ વસ્ત્રોમાં ભક્તોને આપશે દર્શન...
ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાઃ ભગવાન આ વસ્ત્રોમાં ભક્તોને આપશે દર્શન...

કોરોના વાઇરસની મહામારીના દિવસો વચ્ચે આગામી દિવસોમાં અષાઢ સુદ બીજના દિવસે જગતના નાથ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળશે. કોરોના વાઇરસની મહામારી સાથે પ્રભુ આ ઉત્સવ દરમિયાન કેવા વેશમાં દર્શન આપશે અને કેવો સાજશણગાર સજશે તે જાણવા માટે સૌ ભક્તો ઉત્સુક અને આતુર હોય છે. આપને જણાવીએ કે આ વર્ષે ભગવાન રજવાડી વેશમાં જોવા મળશે.

અમદાવાદઃ છેલ્લાં 17 વર્ષથી ભગવાન જગન્નાથના વાઘા તૈયાર કરનારા સુનીલભાઈ આ વર્ષે પણ ભગવાનના વાઘા બનાવી રહ્યાં છે. હવે બસ વાઘાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જગન્નાથજીના વાઘામાં સિલ્ક, નેટ, રેશમ વર્ક, ડાયમંડ વર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે ભગવાનની પાઘડીમાં વિવિધતા જોવા મળશે. આખા વર્ષમાં એક જ વખત નગરચર્યાએ પધારતાં જગતના નાથ જગન્નાથ ભક્તોને દર્શન આપે છે ત્યારે આ વખતે ભગવાન રજવાડીમાં વેશમાં કેવા શોભી ઉઠશે. તેને લઈને ભક્તો પણ ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે.

ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાઃ ભગવાન આ વસ્ત્રોમાં ભક્તોને આપશે દર્શન...

સુનીલભાઈ કહે છે કે, અમને ભગવાનના વાઘા બનાવવાનો અવસર મળે છે તેનાથી ખૂબ જ આનંદ થાય છે. જગતના નાથ, રાજાધિરાજની સેવા કરવાનો અવસર મળે છે તો ખૂબ જ આનંદ આનંદ થઈ જાય છે. સુનીલભાઈએ આ વખતે ભગવાન જગન્નાથની નગરચર્યા માટે ખાસ રજવાડી પોશાક તૈયાર કર્યો છે. દર વર્ષે ભગવાનના સાજ શણગાર અલગ-અલગ હોય છે. ત્યારે આ વખતે ભગવાન રજવાડી ઠાઠમાં ભક્તોની સામે આવશે અને તેમને દર્શન આપશે. ભગવાન માટે આ વખતે લાલ રંગના વાઘા તૈયાર કરવામાં આવ્યાં છે. પાંચ દિવસના પાંચ વાઘા બનાવવામાં આવ્યાં છે. આ વખતે પોશાકમાં મેઘધનુષી રંગ રખાયાં છે. તો ભગવાન કૃષ્ણને પ્રિય એવા મોર અને પોપટ પણ લગાવવામાં આવ્યાં છે.

ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાઃ ભગવાન આ વસ્ત્રોમાં ભક્તોને આપશે દર્શન...
ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાઃ ભગવાન આ વસ્ત્રોમાં ભક્તોને આપશે દર્શન...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.