ETV Bharat / business

Stock Market India Today શેરબજારની તેજી સાથે શરૂઆત

author img

By

Published : Aug 25, 2022, 10:12 AM IST

Stock Market India Today શેરબજારની તેજી સાથે શરૂઆત
Stock Market India Today શેરબજારની તેજી સાથે શરૂઆત

સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સેન્સેક્સ 288.19 પોઈન્ટ અને નિફ્ટી 80 પોઈન્ટના ઉછાળા સાથે વેપાર કરી રહ્યો છે. Stock Market India Today

અમદાવાદ વૈશ્વિક બજાર તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India Today) ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (SENSEX) 288.19 પોઈન્ટ (0.49 ટકા)ના વધારા સાથે 59,373.62ના સ્તર પર જોવા મળ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (NIFTY) 80 પોઈન્ટ (0.45 ટકા)ના ઉછાળા સાથે 17,684.20ના સ્તર પર જોવા મળ્યો છે.

આ પણ વાંચો EDએ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી સામે નોટિસ કરી જારી

આ સ્ટોક્સ ચર્ચામાં રહેશે એનએચપીસી (NHPC), વિપ્રો (Wipro), પીએસપી પ્રોજેક્ટ્સ (PSP Projects), ઈન્ડિયન મેટલ્સ એન્ડ ફેરો એલોય્ઝ (Indian Metals and Ferro Alloys), ફ્યૂચર લાઈફસ્ટાઈલ ફેશન્સ (Future Lifestyle Fashions), આરબીએલ બેન્ક (RBL Bank).

આ પણ વાંચો સરકાર દ્વારા કરવામાં આવશે 17 કોલસાની ખાણોની હરાજી

વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં હરિયાળી જોવા મળી છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 45 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.60 ટકાના વધારા સાથે 28,482.11ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રાઈટ ટાઈમ્સમાં પણ 0.66 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 1.05 ટકાના વધારા સાથે 15,226.88ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત હેંગસેંગ આજે બંધ છે. તો કોસ્પીમાં 0.91 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.32 ટકાના વધારા સાથે 3,225.41ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.