ETV Bharat / business

Stock Market India શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 76 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Dec 15, 2022, 10:24 AM IST

Stock Market India શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 76 પોઈન્ટ તૂટ્યો
Stock Market India શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 76 પોઈન્ટ તૂટ્યો

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત પણ ઘટાડા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 76.96 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 14 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો હતો.

અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત પણ ઘટાડા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 76.96 પોઈન્ટ (0.12 ટકા)ના ઘટાડા સાથે 62,600.95ના સ્તર પર જોવા મળી રહ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 14 પોઈન્ટ (0.08 ટકા)ના ઘટાડા સાથે 18,646.30ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.

આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં એનટીપીસી (NTPC), પૂનાવાલા ફિનકોર્પ (Poonawalla Fincorp), સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (State Bank of India), વિપ્રો (Wipro), જેબી ફાર્મા (JB Pharma), કામત હોટેલ્સ (Kamat Hotels), દૂંસેરી ટિ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Dunseri Tea & Industries Ltd), શ્રીરામ પ્રોપર્ટીઝ (Shriram Properties).

વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર (World Stock Market) જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 60 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.27 ટકાના ઘટાડા સાથે 28,081.55ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.52 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. બીજી તરફ તાઈવાનનું બજાર 0.28 ટકા તૂટીને 14,698ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.97 ટકાના ઘટાડા સાથે 2,375.93ના સ્તર પર જોવા મળી રહ્યો છે. ઉપરાંત કોસ્પીમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.42 ટકાના ઘટાડા સાથે 3,163.16ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.