Stock Market India શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 62000ની નજીક પહોંચ્યો

author img

By

Published : Nov 23, 2022, 9:21 AM IST

Stock Market India શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 62000ની નજીક પહોંચ્યો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 360.75 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 81 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યો છે.

અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત પણ ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્ય બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 360.75 પોઈન્ટ (0.59 ટકા)ના ઉછાળા સાથે 61,779.71ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 81 પોઈન્ટ (0.44 ટકા)ના વધારા સાથે 18,325.20ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ સ્ટોક્સમાં થઈ શકે છે ફાયદો વિપ્રો (Wipro), એલટીઆઈ (LTI), વેદાન્તા (Vedanta), ડીસીડબ્લ્યૂ (DCW), પોલિપ્લેક્સ કોર્પોરેશન (Polyplex Corporation).

વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 61 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.20 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. ઉપરાંત તાઈવાનના બજારમાં 0.53 ટકાના વધારા સાથે 14,619.31ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. બીજી તરફ હેંગસેંગ 0.12 ટકાના ઘટાડા સાથે 17,404.13ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં 0.48 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.28 ટકાના ઘટાડા સાથે 3,080.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.