ETV Bharat / business

એપેક્સ ગ્લોબલના માલિક ઠાકુરને સિક્યોરિટી માર્કેટમાં ચાર વર્ષ પ્રતિબંધ

author img

By

Published : Sep 29, 2022, 4:36 PM IST

સેબીએ એપેક્સ ગ્લોબલના સિક્યોરિટીઝ માર્કેટમાં ચાર વર્ષ ટ્રેડિંગ પર પ્રતિબંધ
સેબીએ એપેક્સ ગ્લોબલના સિક્યોરિટીઝ માર્કેટમાં ચાર વર્ષ ટ્રેડિંગ પર પ્રતિબંધ

માર્કેટ રેગ્યુલેટરને જાણવા મળ્યું હતું કે, એપેક્સ ગ્લોબલના માલિક (securities market of Apex Global) ઠાકુર તેમના ગ્રાહકોને રોકાણની સલાહ આપવામાં રોકાયેલા હતા અને બદલામાં ફી વસૂલતા હતા. આમ તેઓ રોકાણ સલાહકાર તરીકે કામ કરતા હતા. તેમણે રોકાણ સલાહકાર સેવાઓ માટે નિયમનકારી મંજૂરી લીધી (SEBI bans trading in securities market) ન હતી, જે નિયમોનું ઉલ્લંઘન છે.

નવી દિલ્હી: બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ ધ એપેક્સ ગ્લોબલના (securities market of Apex Global) માલિક યદુનાથ સિંહ ઠાકુરને સિક્યોરિટી માર્કેટમાં ચાર વર્ષ સુધી વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સેબીએ કંપનીના માલિકને અનધિકૃત ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી સેવાઓ દ્વારા રોકાણકારો પાસેથી એકત્ર કરાયેલા નાણાં પરત કરવાનો પણ નિર્દેશ (SEBI bans trading in securities market) આપ્યો હતો.

નિયમોનું ઉલ્લંઘન: માર્કેટ રેગ્યુલેટરને જાણવા મળ્યું હતું કે, એપેક્સ ગ્લોબલના માલિક ઠાકુર તેમના ગ્રાહકોને રોકાણની સલાહ આપવામાં રોકાયેલા હતા અને બદલામાં ફી વસૂલતા હતા. આમ તેઓ રોકાણ સલાહકાર તરીકે કામ કરતા હતા. તેમણે રોકાણ સલાહકાર સેવાઓ માટે નિયમનકારી મંજૂરી લીધી ન હતી, જે નિયમોનું ઉલ્લંઘન છે.

નાણાં પરત કરવાનો નિર્દેશ: સેબીએ જણાવ્યું હતું કે, તેમને જૂન 2013 અને ડિસેમ્બર 2019 વચ્ચે અનરજિસ્ટર્ડ રોકાણ સલાહકાર પ્રવૃત્તિઓ અને સેવાઓ દ્વારા રૂપિયા 1.23 કરોડ પ્રાપ્ત થયા છે. નિયમનકારે ત્રણ મહિનાની અંદર ફરિયાદકર્તા/રોકાણકારોને આ નાણાં પરત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સિવાય કંપનીના માલિક ઠાકુરને ચાર વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાં ટ્રેડિંગ કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.