ETV Bharat / business

Record ITR Filed: પ્રથમ વખત ITR ફાઈલ કરનાર લોકોની સંખ્યામાં વધારો, રેકોર્ડ 6.77 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ: આવકવેરા વિભાગ

author img

By

Published : Aug 2, 2023, 10:54 AM IST

Etv BharatRecord ITR Filed
Etv BharatRecord ITR Filed

નાણાકીય વર્ષ 2023-24 માટે ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈએ પૂરી થઈ ગઈ છે. નિર્ધારિત છેલ્લી તારીખે 31 જુલાઈના રોજ 64.33 લાખથી વધુ રિટર્ન સબમિટ કરવામાં આવ્યા હતા.

નવી દિલ્હી: આવકવેરા વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023-24 માટે 31 જુલાઈ સુધી રેકોર્ડ 6.77 કરોડ આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 53.67 લાખ લોકોએ પ્રથમ વખત રિટર્ન ફાઈલ કર્યું છે. આવકવેરા વિભાગે ITR સબમિટ કરવાની અંતિમ તારીખ સમાપ્ત થયા પછી એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'કર આકારણી વર્ષ 2023-24 માટે 31 જુલાઈ સુધી 6.77 કરોડથી વધુ ITR સબમિટ કરવામાં આવ્યા છે. આ આંકડો ગયા વર્ષના સમાન સમયગાળા સુધીમાં ફાઈલ કરવામાં આવેલા 5.83 કરોડ રિટર્ન કરતાં 16.1 ટકા વધુ છે.

  • Income-tax Department appreciates taxpayers and tax professionals for making compliances in time, leading to a record surge in filing of Income-tax Returns (ITRs).

    Here are some highlights:
    👉More than 6.77 crore ITRs for AY 2023-24 filed till 31st July, 2023, 16.1% more than… pic.twitter.com/W7cG5ita8B

    — Income Tax India (@IncomeTaxIndia) August 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિભાગે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે: આવકવેરા વિભાગે પગારદાર કરદાતાઓને ITR સબમિટ કરવા માટે 31 જુલાઈ સુધીનો સમય આપ્યો હતો. આ સિવાય જે કરદાતાઓને નાણાકીય વર્ષ 2022-23માં કમાયેલી આવકના ઓડિટની જરૂર નથી તેઓ પણ આ તારીખ સુધીમાં તેમના રિટર્ન સબમિટ કરી શકે છે. વિભાગે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે. આ વખતે તે ITR સબમિટ કરવાની સમયમર્યાદા લંબાવશે નહીં. આવી સ્થિતિમાં, અંતિમ તારીખના અંતિમ દિવસે 31 જુલાઈના રોજ 64.33 લાખથી વધુ રિટર્ન સબમિટ કરવામાં આવ્યા હતા.

લાખો લોકોએ પ્રથમ વખત ITR સબમિટ કર્યો: આવકવેરા વિભાગે જણાવ્યું કે, આ વખતે 53.67 લાખથી વધુ લોકોએ પ્રથમ વખત ITR સબમિટ કર્યો છે. આ ટેક્સ બેઝમાં વિસ્તરણનો સ્પષ્ટ સંકેત માનવામાં આવે છે. જો કે, કંપનીઓ અને વ્યક્તિઓ માટે કે જેમણે તેમના ખાતાઓનું ઓડિટ કરાવવું જરૂરી છે, નાણાકીય વર્ષ 2022-23માં મળેલી આવક માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે. નાણાકીય વર્ષ 2022-23માં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 20.33 ટકા વધીને રૂપિયા 19.68 લાખ કરોડ થયું હતું.

આ પણ વાંચો:

  1. Rules Change from August 2023: ઓગસ્ટમાં આ મોટા ફેરફારોની સીધી અસર તમારા પર પડશે
  2. Rules Change From August: ઓગસ્ટમાં થઈ રહેલા આ મોટા ફેરફારો તમને અસર કરશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.