ETV Bharat / business

Onion Price: તહેવારોમાં ટામેટા બાદ હવે ડુંગળી રડાવશે, જાણો ડુંગળી કેમ થઈ લાલ

author img

By

Published : Aug 21, 2023, 6:01 PM IST

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી છે. જેનો અનેક વેપારી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં, મહારાષ્ટ્ર કિસાન ઓનિયન એસોસિએશને આ નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી હતી, પરંતુ તેમની માંગ ન સ્વીકારવા પર તેઓએ મોટું પગલું ભર્યું છે.

Etv BharatOnion Price
Etv BharatOnion Price

નાસિક: મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં તમામ કૃષિ ઉત્પાદન બજાર સમિતિઓ (APMC) એ અનિશ્ચિત સમય માટે ડુંગળીના જથ્થાબંધ વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લાદવાના કેન્દ્રના નિર્ણયના વિરોધમાં આ પગલું લેવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, નિર્ણયને ધ્યાનમાં રાખીને, સોમવારે જિલ્લાની મોટાભાગની કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (APMC) માં ડુંગળીનું જથ્થાબંધ વેચાણ બંધ રહ્યું હતું. તેમાં ભારતનું સૌથી મોટું જથ્થાબંધ ડુંગળી બજાર લાસલગાંવ પણ સામેલ છે.

રવિવારે મળેલી બેઠકમાં નિર્ણય: વેપારીઓનો દાવો છે કે, 31 ડિસેમ્બર 2023 સુધી ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લાદવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય ડુંગળી ઉત્પાદકો અને તેની નિકાસ પર પ્રતિકૂળ અસર કરશે. નાસિક ડિસ્ટ્રિક્ટ ઓનિયન ટ્રેડર્સ એસોસિએશનની રવિવારે મળેલી બેઠકમાં અચોક્કસ મુદત માટે અહીં ડુંગળીનું જથ્થાબંધ વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અનિશ્ચિત સમય માટે બંધ: નાસિક ડિસ્ટ્રિક્ટ ઓનિયન ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ ખંડુ દેવરેએ સોમવારે કહ્યું, 'જો ડુંગળી એપીએમસીમાં આવે છે, તો શક્ય છે કે તે ડુંગળી વેચવામાં આવશે કારણ કે આ નિર્ણયને ખેડૂતો સુધી પહોંચવામાં સમય લાગશે. જે બાદ આ પ્રક્રિયા અનિશ્ચિત સમય માટે બંધ રહેશે. ખેડૂતોના વિવિધ સંગઠનોની વિનંતી પર બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ડુંગળી પર કેટલા ટકા નિકાસ ડ્યુટી લાદીઃ કેટલા ટકા સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણી જગ્યાએથી APMCમાં ડુંગળી લાવવામાં આવી હતી અને તેનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. ભાવ વધારાની આશંકા વચ્ચે સરકારે શનિવારે સ્થાનિક પ્રાપ્યતા વધારવા માટે ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યુટી લાદી હતી. ડુંગળી પર આ નિકાસ ડ્યૂટી 31 ડિસેમ્બર 2023 સુધી ચાલુ રહેશે. અમે તમને જણાવી દઈએ કે, આજે રાજધાની દિલ્હીમાં, સહકારી NCCF દ્વારા લોકોને સરકારના 'બફર સ્ટોક'માંથી 25 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ડુંગળીનું છૂટક વેચાણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ

  1. Google Pay Loan: Google Pay પર મળશે લોન, જાણો તેની સંપૂર્ણ અને સરળ રીત
  2. Jan Dhan Yojana: જન ધન યોજનાએ મેળવી અનોખી ઉપલબ્ધિ, જાણો શું કહ્યું વડાપ્રધાન મોદીએ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.