ETV Bharat / business

આર્થિક સંકટમાંથી બેઠું થશે ભારત, મુડીઝના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો

author img

By

Published : Sep 7, 2022, 6:13 PM IST

આર્થિક સંકટમાંથી બેઠું થશે ભારત, મુડીઝના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો
આર્થિક સંકટમાંથી બેઠું થશે ભારત, મુડીઝના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો

રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે ભારતનું રેટિંગ આઉટલુક સ્થિર રાખ્યું છે. મૂડીઝે એક રિપોર્ટ (India Rank in Economy) જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થા (Economic Rating Agency) સામે વધી રહેલા પડકારો, ઉંચો મોંઘવારી દર અને તંગ નાણાકીય (Rating Agency) સ્થિતિથી ભારતના આર્થિક પુનરુત્થાન પર કોઈ અસર થશે નહીં. આ સિવાય ચાલું નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક (Rating Agency Moodys) વિકાસ દર 7.6 ટકા રહેશે.

નવી દિલ્હીઃ વૈશ્વિક આર્થિક કટોકટી, ફુગાવોની મોટો આંક અને નાણાકીય રીતે કટોકટી પરિસ્થિતિથી ભારતના આર્થિક પુનરુત્થાન પર કોઈ અસર થશે નહીં. રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે મંગળવારે દેશનું રેટિંગ આઉટલુક સ્થિર રાખીને આ વાતો કહી છે. મૂડીઝ અનુસાર, ભારતનો આર્થિક વિકાસ દર ચાલું નાણાકીય વર્ષમાં 7.6 ટકા રહેશે, જે ગયા નાણાકીય વર્ષ 2021-22માં 8.7 ટકા હતો. તે જ સમયે, 2023-24માં જીડીપી (GDP) વૃદ્ધિ દર 6.3 ટકા રહેવાનું અનુમાન છે.

રેટિંગ આપ્યુંઃ રેટિંગ એજન્સીએ ભારતને BAA3 રેટિંગ આપ્યું છે, જે નિમ્ન રોકાણ સ્તરનું રેટિંગ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં રેટિંગ આઉટલૂક નેગેટિવમાંથી સ્થિર કરવામાં આવ્યું હતું. મૂડીઝે એક અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતનું વિશાળ અને વૈવિધ્યસભર અર્થતંત્ર તેની ધીરાણની સ્થિતિ સહિત ઉચ્ચ વૃદ્ધિની સંભાવના સાથે બાહ્ય મોરચે પ્રમાણમાં મજબૂત છે. સરકારી દેવા માટે સ્થિર સ્થાનિક ધિરાણનો આધાર તેની મજબૂતાઈ દર્શાવે છે. જેમાં રોકાણને એક મહત્ત્વના દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે.

પડકારો પર નજરઃ ધિરાણ સામેના મુખ્ય પડકારોમાં માથાદીઠ આવક ઓછી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોનું ઊંચું દેવું, ધિરાણ લેવાની ક્ષમતા અને સુધારાના અસરકારક અમલીકરણનો સમાવેશ થાય છે. રેટિંગ એજન્સીએ તેના અહેવાલમાં કહ્યું છે કે અમે નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24માં રશિયા-યુક્રેન યુદ્ધ, ફુગાવાનો મોટો દર અને કેન્દ્રીય બેંકોની પોલીસી તથા રેટમાં સુધારા વધારા જેવા અનેક મુદ્દાઓને ધ્યાને લઈએ છીએ.

અર્થતંત્ર માટે વધતા પડકારોઃ હાલ આ ઉપરાંત વૈશ્વિક અર્થતંત્ર માટે વધતા પડકારોને જોતા નથી. આવા માહોલ વચ્ચે પુનરુત્થાન પર પ્રતિકૂળ અસર કરશે. એટલે ખાસ કોઈ માઠી અસર નહીં થાય. મૂડીઝના જણાવ્યા અનુસાર, અર્થતંત્ર અને નાણાકીય વ્યવસ્થા વચ્ચે નકારાત્મક પ્રતિસાદનું જોખમ ઓછું કરવામાં આવ્યું છે. પર્યાપ્ત મૂડીની સ્થિતિ સાથે, બેંકો અને નોન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓ પરના જોખમો અગાઉની સરખામણીમાં ઓછા થયા છે. આનાથી પુનરુત્થાનને વેગ મળ્યો છે. મૂડીઝે જણાવ્યું હતું કે, જો કે, ઋણનો બોજ વધુ અને ઋણ ક્ષમતા નબળી પડવાનું જોખમ છે. પરંતુ અમારો અંદાજ છે કે આર્થિક વાતાવરણને કારણે સરકારની રાજકોષીય ખાધ આગામી થોડા વર્ષોમાં ધીમે ધીમે ઘટશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.