ETV Bharat / business

Odisha Train Accident: પીડિતોને મદદ કરવા વીમા કંપનીઓની પહેલ, દાવાની પ્રક્રિયા સરળ બની

author img

By

Published : Jun 6, 2023, 12:15 PM IST

Etv BharatOdisha Train Accident
Etv BharatOdisha Train Accident

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે, જ્યારે એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. આ પીડિતોના પરિવારોને રાહત આપવા માટે વીમા કંપનીઓએ એક પહેલ શરૂ કરી છે. જે અંતર્ગત વીમા દાવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે.

નવી દિલ્હી: SBI લાઇફ સહિતની કેટલીક વીમા કંપનીઓએ સોમવારે ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાનો ભોગ બનેલા પરિવારોને તાત્કાલિક નાણાકીય રાહત આપવા માટેના દાવાની અગ્રતા પતાવટની જાહેરાત કરી હતી. જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલના ચેરમેન તપન સિંઘલે જણાવ્યું હતું કે, “અમારા સમુદાયના પુનઃનિર્માણને ટેકો આપવા માટે એક ઉદ્યોગ તરીકે, અમે ગ્રાહકો અથવા તેમના પરિવારના સભ્યો માટે વીમા કંપનીઓને ઍક્સેસ કરવાનું સરળ બનાવવા માટે એક સમર્પિત હેલ્પલાઈન અને ડિજિટલ ક્ષમતાઓ બનાવી છે.

પ્રક્રિયા સરળ બનાવવા વિશેષ ટીમોની રચના: સિંઘલ બજાજ આલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સના મેનેજિંગ ડિરેક્ટર પણ છે. તેમણે કહ્યું કે વીમા કંપનીઓએ આવા દાવાઓને ઝડપી બનાવવા અને પોલિસીધારકો માટે દાવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે વિશેષ ટીમોની રચના કરી છે. બાલાસોરમાં શુક્રવારે રાત્રે થયેલી આ ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા હતા. જ્યારે એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. આ પીડિતોના પરિવારોને રાહત આપવા માટે વીમા કંપનીઓએ આ પહેલ કરી છે.

તપન સિંઘલે કહ્યું- 'અમે અસરગ્રસ્ત વિસ્તારમાં અમારા ગ્રાહકો સુધી સક્રિયપણે પહોંચી રહ્યા છીએ જેથી તેઓ સુરક્ષિત હોય અને જો જરૂરી હોય તો તેમના દાવાઓને પણ પ્રાથમિકતા આપવામાં આવે. વીમા કંપનીઓએ તાત્કાલિક ઉકેલ અને સહાય માટે તેમના સંસાધનો પણ તૈનાત કર્યા છે.

ટોલ ફ્રી નંબર 1800 267 9090: SBI લાઇફે દાવાની પતાવટ અને દસ્તાવેજીકરણ પ્રક્રિયાને સરળ બનાવી છે. આ અકસ્માતનો ભોગ બનેલા લોકોના આશ્રિતો ઈ-મેલ અથવા ટોલ ફ્રી નંબર 1800 267 9090 દ્વારા વીમા કંપનીના અધિકારીઓનો સંપર્ક કરી શકે છે. એસબીઆઈ જનરલ, એસબીઆઈની નોન-લાઈફ ઈન્સ્યોરન્સ શાખાએ પણ દાવાની પતાવટ પ્રક્રિયામાં કોઈપણ વિલંબને ટાળવા માટે જરૂરી ઓછા દસ્તાવેજો સાથે પ્રક્રિયાને સરળ બનાવી છે.

આ પણ વાંચો:

  1. SBI Report on RBI Repo Rate: લોન મોંઘી થશે કે વ્યાજના બોજમાંથી મળશે રાહત, જાણો શું કહે છે SBI રિપોર્ટ
  2. PM Kisan Yojana: PM કિસાન યોજનાનો 14મો હપ્તો અટકી ન જાય, આ મહત્વપૂર્ણ કામ કરો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.