ETV Bharat / business

ચૂંટણી પરિણામોથી ઝૂમી ઉઠ્યું શેર બજાર, સેન્સેક્સ હજાર અંકથી વઘારે ઉછળ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 4, 2023, 10:34 AM IST

ચૂંટણી પરિણામોથી ઝૂમી ઉઠ્યું શેર બજાર
ચૂંટણી પરિણામોથી ઝૂમી ઉઠ્યું શેર બજાર

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે બેંચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી સૂંચકાંક જબરદસ્ત ઉછાળાની સાથે ખુલ્યો. બીએસઈ પર સેન્સક્સ 900થી વધુ પોઈન્ટની આગેકૂચ સાથે 68,393.47ની સપાટી પર ખુલ્યો હતો. BSEના નિફટીમાં 1.41 ટકા તેજી જોવા મળી રહી છે.

મુંબઈઃ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેરબજારમાં જબરદસ્ત રોનક જોવા મળી હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી સૂચકાંકો ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યા છે. BSE પર સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટના વધારા સાથે 67,273.40ની સપાટી પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી 1.41 ટકાના વધારા સાથે 20,554.00 પોઈન્ટ પર ખુલ્યો હતો.

વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની નિર્ણાયક જીતને કારણે સોમવારે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો નવી જીવનકાળની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. BSE સેન્સેક્સ 900 પોઈન્ટ વધીને 68,384ની નવી ટોચે અને NSE નિફ્ટી 280 પોઈન્ટના ઉછાળા સાથે 20,550ની સપાટીએ છે. SBI, L&T, NTPC, ભારતી એરટેલ, ICICI બેંક, M&M, HDFC બેંક અને બજાજ ફાઇનાન્સ સેન્સેક્સ પર 2 ટકાથી વધુ વધ્યા છે. તે જ સમયે, અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સે નિફ્ટીમાં 8 ટકા સુધીનો વધારો આપ્યો છે. માત્ર બ્રિટાનિયાના શેરમાં 0.11 ટકાનો ઘટાડો નોંધાયો છે. BSE પર બ્રોડર મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં લગભગ 1 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ક્ષેત્રોમાં, NSE પર PSU બેન્ક ઇન્ડેક્સ 2.6 ટકાના વધારા સાથે ચાર્ટમાં ટોચ પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી બેંક, ઓટો અને મેટલ પોકેટમાં 1 ટકાથી વધુની વૃદ્ધિ જોવા મળી રહી છે.

  1. આધાર કાર્ડને છેતરપિંડીથી કેવી રીતે બચાવવું, જાણો આ ખાસ ટેકનિક વિશે
  2. જાણો પોસ્ટ ઑફિસની એવી 7 સ્કીમ, જે તમને વળતર આપશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.