ETV Bharat / business

RBI Report: બેંકોએ 9 વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુની બાકી લોન વસૂલ કરી

author img

By

Published : Jul 28, 2023, 9:45 AM IST

Etv BharatRBI Report
Etv BharatRBI Report

રિઝર્વ બેન્કના ડેટા અનુસાર, સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે બેંકોએ છેલ્લા 9 વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુની બાકી લોન વસૂલ કરી છે.

નવી દિલ્હી: સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) ફસાયેલા લોનના બોજને ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ મહેનત હવે રંગ લાવી છે. આરબીઆઈ અને સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓને કારણે બેંક છેલ્લા 9 વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ વસૂલવામાં સફળ રહી છે. રિઝર્વ બેન્કના ડેટા અનુસાર, દેશની શિડ્યુલ્ડ કોમર્શિયલ બેન્કોએ છેલ્લા નવ નાણાકીય વર્ષમાં કુલ રૂપિયા 10,16,617 કરોડની વસૂલાત કરી છે.

નાણાં રાજ્યપ્રધાનનો સંસદમાં જવાબ: અનુસૂચિત વાણિજ્યિક બેંકો દ્વારા એનપીએ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી બાકી નીકળતી રકમ અને રૂ. 1,000 કરોડ કે તેથી વધુની બાકી રકમ ધરાવતા ધિરાણકર્તાઓને બાકી નીકળતી રકમ 31 માર્ચ, 2023 ના રોજ 1,03,975 કરોડ રૂપિયા હતી. નાણાં રાજ્યપ્રધાન ભાગવત કિસાનરાવ કરાડે લોકસભામાં સવાલના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.

CRILC ધિરાણકર્તાઓની લોન વિશેના ડેટાને એકત્ર કરે છે: સેન્ટ્રલ રિપોઝીટરી ઓફ ડેટા ઓન લાર્જ લોન્સ (CRILC) મુજબ, 1,000 કરોડથી વધુની લોન ધરાવતી કંપનીઓને અનુસૂચિત બેંકોની બાકી રકમ માર્ચ 2023ના અંતે રૂપિયા 1,03,975 કરોડ હતી. રિઝર્વ બેંક દ્વારા સ્થાપિત CRILC ધિરાણકર્તાઓની લોન વિશેના ડેટાને એકત્ર કરે છે, સંગ્રહિત કરે છે અને તેનું વિશ્લેષણ કરે છે. બેંકોએ સાપ્તાહિક ધોરણે ડેટા પ્રકાશિત કરવો જરૂરી છે.

રિઝર્વ બેંકના ડેટા દર્શાવે છે કે: છેલ્લા પાંચ વર્ષમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓની 20 કરોડ કે તેથી વધુની ફસાયેલી લોનની રકમમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2018-19ના અંતે બાકી NPA રૂપિયા 7,09,907 કરોડ હતી. પરંતુ માર્ચ 2023માં તે ઘટીને 2,66,491 કરોડ રૂપિયા થઈ ગયો.

આ પણ વાંચો:

  1. PM Kisan 14th Installment: PM કિસાન યોજનાનો 14મો હપ્તો જાહેર, જાણો કોને આ યોજનાનો લાભ મળ્યો નથી
  2. Sahara Refund Portal: આ રીતે સહારા રિફંડ પોર્ટલ પર નોંધણી કરો, તમને આટલા દિવસોમાં પૈસા મળી જશે
  3. Government Yojana: આ યોજનામાં મહિલાઓને 6000 રુપિયા મળશે, યોજનાનો લાભ લેવા માટે આ રીતે અરજી કરો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.