ETV Bharat / business

પુણેનું વિપ્રો કેમ્પસ કોવિડ-19 હોસ્પિટલમાં તબદીલ

author img

By

Published : May 5, 2020, 10:26 PM IST

wipro-converts-pune-facility-as-450-bed-covid-19-hospital
પુણેનું વિપ્રો કેમ્પસ કોવિડ-19 હોસ્પિટલમાં તબદીલ

વિપ્રો કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, હોસ્પિટલની સુવિધા 30 મે સુધી રાજ્ય સરકારને સોંપવામાં આવશે. એક વર્ષ પછી આ અસ્થાયી હોસ્પિટલને ફરીથી વિપ્રોના ઇન્ફર્મેશન ટેકનોલોજી સેન્ટરમાં તબદીલ કરવામાં આવશે.

નવી દિલ્હી : વિપ્રો કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, હોસ્પિટલની સુવિધા 30 મે સુધીમાં રાજ્ય સરકારને સોંપવામાં આવશે. એક વર્ષ પછી, આ અસ્થાયી હોસ્પિટલને ફરીથી વિપ્રોના ઇન્ફર્મેશન ટેકનોલોજી સેન્ટરમાં તબદીલ કરવામાં આવશે.

પ્રમુખ આઇટી કંપની વિપ્રોએ જણાવ્યું હતું કે, કંપનીએ પુણેના હિંજવાડી વિસ્તારમાં આવેલા કેમ્પસને 450 બેડની કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવવા માટે મહારાષ્ટ્ર સરકાર સાથે કરાર કર્યો છે. આ હોસ્પિટલ ચાર અઠવાડિયામાં તૈયાર થઈ જશે. હોસ્પિટલની સુવિધા 30 મે સુધી રાજ્ય સરકારને સોંપવામાં આવશે.

કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે, 450 બેડની આ હોસ્પિટલમાં મધ્યમ પ્રકારના કેસોની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે 12 બેડ ગંભીર દર્દીઓની સારવાર માટે હશે.

વિપ્રો લિમિટેડ, વિપ્રો એંટરપ્રાઇઝ લિમિટેડ અને અજિમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા દેશમાં કોવિડ-19નો સામનો કરવા માટે પહેલાંથી જ 1,125 કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.