ETV Bharat / business

આજે સતત 27મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નથી થયો, જુઓ ક્યાં શું ભાવ છે?

author img

By

Published : Aug 13, 2021, 10:28 AM IST

આજે સતત 27મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નથી થયો, જુઓ ક્યાં શું ભાવ છે?
આજે સતત 27મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નથી થયો, જુઓ ક્યાં શું ભાવ છે?

દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100ને પાર પહોચી છે. ત્યારે આજે સતત 27મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (Petrol Diesel Price) કોઈ વધારો નથી થયો. છેલ્લા 18 જુલાઈ પછીથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (Oil marketing companies) દરરોજ કિંમતો સ્થિર રાખી રહી છે. દેશમાં દરરોજ ફોરેક્સ (Forex) અને કાચા તેલ (Crude Oil)ની આંતરરાષ્ટ્રીય બજાર (International market)માં ચાલને જોતા પેટ્રોલ-ડીઝલની ઘરેલુ કિંમતોને રિવાઈઝ કરવામાં આવે છે.

  • આજે સતત 27મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં (Petrol Diesel Price) કોઈ વધારો નહીં
  • ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil marketing companies) આજે પણ દરરોજની કિંમત સ્થિર રાખી છે
  • કાચા તેલના (Crude Oil) વાયદાની કિંમત 0.56 ટકા વધીને 71.84 ડોલર પ્રતિ બેરલ થઈ છે

નવી દિલ્હીઃ દેશમાં આજે સતત 27મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. 18 જુલાઈ પછીથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દરરોજની કિંમત સ્થિર રાખી છે. દેશમાં દરરોજ ફોરેક્સ અને કાચા તેલની આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલને જોતા પેટ્રોલ-ડીઝલની ઘરેલુ કિંમતો રિવાઈઝ કરવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેલમાં જોરદાર ઘટાડો અને પછી સુધારો નોંધાયો છે, પરંતુ તેની અસર ઘરેલુ કિંમત પર નથી જોવા મળી.

આ પણ વાંચો- સપ્તાહના છેલ્લા દિવસે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,400ને પાર

બ્રેન્ડ ક્રુડનો ભાવ 71.56 ડોલર પ્રતિ બેરલ થયો

છેલ્લા કારોબારી સત્રની વાત કરીએ તો, ગુરૂવારે ઈન્ટરનેશનલ ઓઈલ સ્ટાન્ડર્ડ બ્રેન્ડ ક્રુડ (International oil standard Brent crude) 0.17 ટકાના વધારા સાથે 71.56 ડોલર પ્રતિ બેરલ થયો છે. જ્યારે કાચા તેલના (Crude Oil) વાયદાની કિંમત 0.56 ટકા વધીને 71.84 ડોલર પ્રતિ બેરલ થઈ છે.

આ પણ વાંચો- TikTok સૌથી વધુ ડાઉનલોડ થયેલું એપ, Facebookને છોડ્યું પાછળ

જુઓ, પેટ્રોલ-ડીઝલના વર્તમાન ભાવ શું છે?

રાજ્યપેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર)ડીઝલ (રૂ.) (પ્રતિલિટર)
ગુજરાત98.5496.71
દિલ્હી101.8489.84
મુંબઈ107.8397.45
કોલકાતા102.0893.02
ચેન્નઈ102.4994.39
બેંગલુરૂ105.2595.26
ભોપાલ110.2098.67
લખનઉ98.9290.26
પટના104.2595.57
ચંદીગઢ97.9389.50
અમદાવાદ98.6596.81

cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.