ETV Bharat / business

આજે સતત 11મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

author img

By

Published : Sep 16, 2021, 10:49 AM IST

આજે સતત 11મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?
આજે સતત 11મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

દેશમાં અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100ને પાર થઈ છે. ત્યારે આજે (ગુરુવારે) સતત 11મા દિવસે પણ તેલ કંપનીઓએ તેલની કિંમતમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ પહેલા તેલ કંપનીઓએ છેલ્લે 5 સપ્ટેમ્બરે કિંમતમાં ફેરફાર કર્યો હતો.

  • આજે સતત 11મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નહીં
  • તેલ કંપનીઓએ છેલ્લે 5 સપ્ટેમ્બરે કિંમતોમાં ફેરફાર કર્યો હતો
  • આ પહેલા પેટ્રોલ-ડીઝલની કિંમત પ્રતિલિટર 15 પૈસા ઘટી હતી

દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘણા સમયથી કોઈ ફેરફાર નથી થયો. તે રીતે આજે (ગુરુવાર) સતત 11મા દિવસે પણ તેલ કંપનીઓએ પણ તેલની કિંમતમાં કોઈ ફેરફાર નથી કર્યો. તેલ કંપનીઓએ છેલ્લે 5 સપ્ટેમ્બરે કિંમતોમાં ફેરફાર કર્યો હતો. તે દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત 15 પૈસા પ્રતિલિટર ઘટી હતી, પરંતુ ત્યારબાદ કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો.

આ પણ વાંચો- આજે નવા રેકોર્ડ સ્તર પર શરૂ થયું Share Market, નિફ્ટી 17,550ને પાર

ડીઝલની કિંમત હજી પણ 100ની નીચે છે

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, ગુરુવારે નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, પટના, જયપુર જેવા શહેરોમાં પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત હજી પણ 100ની અંદર જ છે.

આ પણ વાંચો- GSTમાં પેટ્રોલ-ડીઝલને કરવામાં આવી શકે છે સામેલ, 17 સપ્ટેમ્બરના કાઉન્સિલની બેઠક

કયા શહેરમાં પેટ્રોલ-ડીઝલની શું કિંમત છે?

શહેરપેટ્રોલ (રૂ.) પ્રતિલિટર)ડીઝલ (રૂ.) પ્રતિલિટર)
અમદાવાદ98.0495.49
નવી દિલ્હી101.1988.62
મુંબઈ107.2696.19
કોલકાતા101.6291.71
ચેન્નઈ98.9693.26
નોઈડા98.5289.21
બેંગલુરુ104.7094.04
હૈદરાબાદ105.2696.69
પટના103.7994.55
જયપુર108.1397.76
લખનઉ98.3089.02
ગુરુગ્રામ98.9489.32
ચંદીગઢ97.4088.35

cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.