ટાટા સ્ટિલ કંપની કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓના બાળકોના ભણવાનો તમામ ખર્ચ ઉઠાવશે

author img

By

Published : May 26, 2021, 1:28 PM IST

ટાટા સ્ટિલ કંપની કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓના બાળકોના ભણવાનો તમામ ખર્ચ ઉઠાવશે

ટાટા સ્ટીલ કંપનીનું નામ તો બધા જાણતા જ હશે. આ કંપની હંમેશા લોકોની સેવા કરવા માટે યોગદાન આપી રહી છે. ત્યારે હવે આ કંપનીએ કોરોનાના કારણે મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવાર માટે સામાજિક સુરક્ષા યોજનાની જાહેરાત કરી છે. મૃતક કર્મચારીઓના નામાંકિત પરિવારોને મેડિકલ લાભ અને આવાસ સહિતની સુવિધા સાથે મૃતકની 60 વર્ષની વય સુધી અંતિમ સમય સુધી વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  • ટાટા સ્ટીલ કંપનીએ ફરી દેખાડી દરિયાદિલી
  • કંપની કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારની જવાબદારી ઉઠાવશે
  • કંપની કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓના બાળકોનો ભણવાનો ખર્ચ ઉઠાવશે

હૈદરાબાદઃ દેશના કોર્પોરેટ કંપનીઓમાં સૌથી આગળ ટાટા સ્ટીલે કોરોનાના કારણે મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવાર માટે સામાજિક સુરક્ષા યોજનાની જાહેરાત કરી છે. ટાટા સ્ટીલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મૃતક કર્મચારીઓ દ્વારા નામાંકિતના પરિવારોને મેડિકલ લાભ અને આવાસ સહિતની સુવિધા સાથે મૃતકની 60 વર્ષની વય સુધી અંતિમ સમય સુધી વેતન આપવામાં આવશે.

આ પણ વાંચો- Tauktae effect: ધરમપુરના યુવા વેપારી વાવાઝોડામાં નુકસાન થયેલા પરિવારને આવી રીતે થશે મદદરૂપ

તમારી ક્ષમતા અનુસાર આસપાસના લોકોની મદદ કરોઃ કંપની

કંપનીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, ટાટા સ્ટીલે કોવિડ-19થી અસરગ્રસ્ત કર્મચારીઓના પરિવારના સભ્યો માટે સામાજિક સુરક્ષા યોજનાઓને લંબાવી છે, જે અંતર્ગત એજિલિટી વિથ કેરનો રસ્તો અપનાવ્યો છે. અમે અમારું કામ કરી રહ્યા છીએ અને તમને આગ્રહ કરીએ છીએ કે, પોતાની ક્ષમતા અનુસાર આ સંકટ સમયમાંથી નીકળવા માટે આસપાસના લોકોની મદદ કરો.

આ પણ વાંચો- અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ ગીર સોમનાથમાં થયેલા નુકસાન અને રાહત કામગીરીની સમીક્ષા કરી

મૃતક કર્મચારીની 60 વર્ષની ઉંમર સુધી તેના પરિવારને પગાર મળશે

કંપનીએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું હતું કે, ટાટા સ્ટીલની સામાજિક સુરક્ષા યોજના મૃતકોના નામાંકિત પરિવારોને એક સન્માનનીય જીવન સ્તર સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. પરિવારને મૃતક કર્મચારીની 60 વર્ષની ઉંમર સુધી છેક સુધી પગારની સાથે સાથે મેડિકલ લાભ અને આવાસની પણ સુવિધા મળશે. આ સાથે જ પોતાના તમામ ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે જે પોતાની નોકરી દરમિયાન દુર્ભાગ્યથી કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. કંપની ભારતના સ્નાતક થવા સુધી તેમના બાળકોના શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે.

ટાટા સ્ટીલ પરિવાર તમામ લોકોની સાથે ઉભો છે

ટાટા સ્ટીલે વધુમાં કહ્યું હતું કે, પોતાના હિતધારકોનું અમે હંમેશા 'સ્ટીલની ઢાલ'ની જેમ સમર્થન કરીએ છીએ. આ સમય અલગ નથી. ટાટા સ્ટીલ પરિવાર પોતાના તમામ લોકોની સાથે ઉભો છે. તેમની સુરક્ષા અને ભલાઈ માટે પ્રતિબદ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.