ETV Bharat / business

Stock Market India: શેર બજાર માટે આજનો દિવસ રહ્યો અમંગળ, સેન્સેક્સ 382 નિફ્ટી 114 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Feb 22, 2022, 3:57 PM IST

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવાર) ભારતીય શેર બજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થતા આજનો દિવસ અમંગળ સાબિત થયો છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 382.91 પોઈન્ટ (0.66 ટકા)ના ઘટાડા સાથે 57,300.68ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 114.45 પોઈન્ટ (0.67 ટકા)ના ઘટાડા સાથે 17,092.20ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: શેર બજાર માટે આજનો દિવસ રહ્યો અમંગળ, સેન્સેક્સ 382 નિફ્ટી 114 પોઈન્ટ તૂટ્યો
Stock Market India: શેર બજાર માટે આજનો દિવસ રહ્યો અમંગળ, સેન્સેક્સ 382 નિફ્ટી 114 પોઈન્ટ તૂટ્યો

અમદાવાદઃ સપ્તાહના બીજો (મંગળવાર) દિવસ ભારતીય શેર બજાર (Stock Market India) માટે અમંગળ સાબિત થયો છે. કારણ કે, આજે દિવસભર ભારતીય શેર બજાર (Stock Market India) ઘટાડા સાથે જોવા મળ્યું હતું. તેના કારણે શેર બજાર (Stock Market India) બંધ પણ ઘટાડા સાથે થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 382.91 પોઈન્ટ (0.66 ટકા)ના ઘટાડા સાથે 57,300.68ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 114.45 પોઈન્ટ (0.67 ટકા)ના ઘટાડા સાથે 17,092.20ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- Investment Planning of Cryptocurrency: જાણી લો, ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા સમયે ધ્યાનમાં રાખવાના મુદ્દા..

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેરની વાત કરીએ તો, એમ એન્ડ એમ (M&M) 1.44 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 1.11 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) 0.98 ટકા, ઓએનજીસી (ONGC), હિન્દલ્કો (Hindalco) 0.82 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર પર નજર કરીએ તો, ટાટા સ્ટીલ (Tata Steel) 3.65 ટકા, બીપીસીએલ (BPCL) -3.65 ટકા, ટીસીએસ (TCS) -3.58 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) -3.28 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યો (SBI Life Insura) -2.98 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- ભારતમાં સાત કરોડથી વધુની સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યામાં વધારો, દર ત્રણ વર્ષે કાર બદલો

કાચા તેલની કિંમત પર યુક્રેન સંકટની અસર

યુક્રેન સંકટના (Ukraine Crisis) કારણે કાચા તેલની કિંમત 7.5 વર્ષની ઊંચાઈ પર પહોંચી (Impact of the Ukraine crisis on crude oil prices) ગઈ છે. નિષ્ણાતોના મતે, રશિયા યુક્રેન સંકટ (Russia Ukraine Crisis) અને ઓપેક પ્લસના ઉત્પાદન વધવાના નિર્ણય પર ખૂબ મોડો ઉછાળો આવ્યો છે. વર્તમાન સ્થિતિમાં 3 ટ્રિગર કાચા તેલ માટે મહત્વના છે. કાચા તેલની કિંમતમાં તેજી રહેવાની આશંકા છે. જ્યારે યુએસ ઈરાન વાતચીતથી સપ્લાય વધવાની આશા છે. વિશ્વભરમાં 9 લાખ બેરલ/દિવસની અછત છે. સપ્લાય અંગે અત્યારે કોઈ તકલીફ નથી. આંતરરાષ્ટ્રીય યાત્રા શરૂ થવાથી માગ હજી વધશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.