આજે મજબૂતી સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ 419 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Sep 23, 2021, 9:42 AM IST

આજે મજબૂતી સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ 419 પોઈન્ટ ઉછળ્યો

આજે (ગુરુવારે) સપ્તાહના ચોથા દિવસે શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 419.99 પોઈન્ટ (0.71 ટકા)ના વધારા સાથે 59,347.32ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 124.20 પોઈન્ટ (0.71 ટકા)ના વધારા સાથે 17,670.85ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે
  • આજે (ગુરુવારે) સપ્તાહના ચોથા દિવસે શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત થઈ
  • સેન્સેક્સ (Sensex) 419.99 તો નિફ્ટી (Nifty) 124.20 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે આજે (ગુરુવારે) સપ્તાહના ચોથા દિવસે શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 419.99 પોઈન્ટ (0.71 ટકા)ના વધારા સાથે 59,347.32ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 124.20 પોઈન્ટ (0.71 ટકા)ના વધારા સાથે 17,670.85ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે

આજે દિવસભર ભારતી એરટેલ (Bharti Airtel), એશિયન પેઈન્ટ્સ (Asian Paints), ઈન્ફોસિસ (Infosys), જ્યુબિલન્ટ ઈન્ગ્રેવિયા (Jubilant Ingrevia), ઓરબિન્દો ફાર્મા (Aurobindo Pharma), એમટેક ઓટો (Amtek Auto), જ્યુબિલન્ટ ફૂડ (Jubilant Food), જેએસપીએલ (JSPL), ગોદરેજ કન્ઝ્યુમર (Godrej Consumer) જેવા સ્ટોક્સ ચર્ચામાં રહેશે.

એશિયાઈ બજારોમાં મજબૂતી જોવા મળી રહી છે

વૈશ્વિક બજારની વાત કરીએ તો, આજે એશિયાઈ બજારો મજબૂતી સાથે વેપાર કરી રહી છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 92.50 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યો છે. તો સ્ટ્રેઈટ્સ ટાઈમ્સમાં 0.73 ટકાની મજબૂતી જોવા મળી છે. તો તાઈવાનનું બજાર 0.87 ટકાના વધારા સાથે 16,910.67ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.59 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. તો કોસ્પીમાં 0.64 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યું છે. આ ઉપરાંત હેંગસેંગમાં 1.48 ટકાની મજબૂતી સાથે 24,579.58ના સ્તર પર જોવા મળી રહ્યું છે. જ્યારે ડાઉ ફ્યુચર્સ (Dow Futures) 160 પોઈન્ટની ઉપર

આ પણ વાંચો- આજે સતત 18મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

આ પણ વાંચો- પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસ લિમિટેડનો આઈપીઓ 21 સપ્ટેમ્બરે ખુલશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.