Share Market India: સતત બીજા દિવસે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1,223.24 પોઈન્ટ ઉછળી 54,000ને પાર

author img

By

Published : Mar 9, 2022, 3:58 PM IST

Share Market India: સતત બીજા દિવસે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1,223.24 પોઈન્ટ ઉછળી 54,000ને પાર

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Makret India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1,223.24 પોઈન્ટ (2.29 ટકા)ના ઉછાળા સાથે 54,647.33ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 331.9 પોઈન્ટ (2.07 ટકા)ની મજબૂતી સાથે 16,345.35ના સ્તર પર બંધ થયો છે.

અમદાવાદઃ સપ્તાહનો આજ (બુધવાર)નો ત્રીજો દિવસ ભારતીય શેરબજાર (Share Makret India) માટે ખૂબ જ સારો રહ્યો છે. કારણ કે, આજે ભારતીય શેરબજાર (Share Makret India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 1,223.24 પોઈન્ટ (2.29 ટકા)ના ઉછાળા સાથે 54,647.33ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 331.9 પોઈન્ટ (2.07 ટકા)ની મજબૂતી સાથે 16,345.35ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સતત બીજા દિવસે ભારતીય શેરબજાર (Share Makret India) ઉછાળા સાથે બંધ થવામાં સફળ રહ્યું છે.

આ પણ વાંચો- Health Insurance for Senior Citizens: સૌથી સારી વીમા પોલિસી કેવી રીતે પસંદ કરવી, જાણો

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેર્સની વાત કરીએ તો, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) 5.56 ટકા, રિલાયન્સ (Reliance) 5.31 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 5.04 ટકા, એમ એન્ડ એમ (M&M) 4.88 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 4.12 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર્સ પર નજર કરીએ તો, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -2.74 ટકા, ઓએનજીસી (ONGC) -2.07 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) -2 ટકા, એનટીપીસી (NTPC) -1.68 ટકા, કોલ ઇન્ડિયા (Coal India) -1.32 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- ભાવિક-અશ્રિર ભાગીદારી કેસમાં હસ્તાક્ષરથી દૂર રહેશે ભારતપે બોર્ડ

LICના IPOને મળી મંજૂરી

કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)એ લાઈફ ઈન્શ્યોરન્સ ઓફ ઈન્ડિયા (LIC)ના IPOને મંજૂરી (LIC IPO) આપી દીધી છે. સૂત્રો તરફથી આ માહિતી મળી છે. SEBIએ ડ્રાફ્ટ દાખલ કર્યાના 22 દિવસોની અંદર જ IPOને મંજૂરી મળી ગઈ છે. સેબીને સોંપવામાં આવેલા ડ્રાફ્ટ પેપર અનુસાર, સરકાર IPOના માધ્યમથી LICના 31 કરોડ ઈક્વિટી શેર વેચશે. LIC IPOના ઈશ્યુના 10 ટકા સુધીનો ભાગ પોલિસીહોલ્ડર્સ માટે રિઝર્વ હશે. કુલ 50 ટકા ક્વાલિફાઈડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે રિઝર્વ હશે. જ્યારે નોન ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે 15 ટકા શેર રિઝર્વ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.