ETV Bharat / business

Share Market Holiday: ગુરુનાનક જયંતી હોવાથી આજે નહીં થાય વેપાર, NSE અને BSE રહેશે બંધ

author img

By

Published : Nov 19, 2021, 9:47 AM IST

Share Market Holiday: ગુરુનાનક જયંતી હોવાથી આજે નહીં થાય વેપાર, NSE અને BSE રહેશે બંધ
Share Market Holiday: ગુરુનાનક જયંતી હોવાથી આજે નહીં થાય વેપાર, NSE અને BSE રહેશે બંધ

શેર માર્કેટમાં આજે (શુક્રવારે) સપ્તાહનો છેલ્લો દિવસ છે, પરંતુ આજે ગુરુનાનક જયંતી (Guru Nanak Jayanti) હોવાથી શેર માર્કેટ (Share Market) બંધ છે. આજે દિવસભર શેર બજારમાં વેપાર નહીં થાય. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બંધ રહેશે.

  • આજે ગુરુનાનક જયંતી (Guru Nanak Jayanti) નિમિત્તે શેર બજાર (Share Market) બંધ
  • નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બંધ રહેશે
  • ફોરેક્સ અને કોમોડિટી ફ્યૂચર્સ માર્કેટમાં (Forex and commodity futures markets) પણ કોઈ ટ્રેડિંગ નહીં થાય

અમદાવાદઃ આજે ગુરુનાનક જયંતી (Guru Nanak Jayanti) હોવાથી ભારતીય શેર બજાર (Share Market) બંધ રહેશે. આજે દિવસભર શેર બજારમાં (Share Market) વેપાર નહીં થાય. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બંધ રહેશે. આ સાથે જ મેટલ અને બુલિયન સહિત જથ્થાબંધ કોમોડિટી બજાર (Wholesale Commodity Market) પણ બંધ રહેશે. જ્યારે ફોરેક્સ અને કોમોડિટી ફ્યૂચર્સ માર્કેટમાં (Forex and commodity futures markets) પણ કોઈ ટ્રેડિંગ નહીં થાય.

આ પણ વાંચો- કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણનું આહ્વાન- ઉદ્યોગ જગત જોખમ ઉઠાવે, ક્ષમતા નિર્માણમાં કરો રોકાણ

મોબાઈલ એપથી ગેરકાયદેસર લોન આપનારી કંપનીઓ સામે RBIની લાલ આંખ

મોબાઈલ એપના (Mobile App) માધ્યમથી ગેરકાયદેસર લોન આપનારી કંપનીઓ (Illegal lending companies) સામે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના એક વર્કિંગ ગૃપે કડક નિયમ બનાવવાની જોગવાઈ કરી છે. વર્કિંગ ગૃપે આ એપ માટે એક નોડલ એજન્સી બનાવવાની જોગવાઈ કરી છે, જે તેનું વેરિફિકેશન કરશે. જોગવાઈમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે મળીને એક નોડલ એજન્સી બનાવવામાં આવે. સાથે જ એક સેલ્ફ-રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન (SRO) પણ બનાવવાનું સૂચન આપ્યું છે, જેમાં ડિજિટલ લેન્ડિંગ ઈકોસિસ્ટમમાં (Digital landing ecosystem) હાજર તમામ કંપનીઓ પણ સામેલ હોય.

આ પણ વાંચો- ભારતની નિકાસમાં ગયા વર્ષની સરખામણીમાં 35 ટકાનો ઉછાળો

નબળા લિસ્ટિંગના કારણે Paytmને 38,000 કરોડ રૂપિયાનું નુકસાન

પેટીએમ (Paytm)ના હાઈપ્રોફાઈલ શેર્સનું લિસ્ટિંગ ખૂબ જ નબળુ રહ્યું હતું. પેટીએમ (Paytm)ના મોંઘા વેલ્યુએશન અને પ્રોફિટ ઓછું હોવાના કારણે રોકાણકારોની ઉદાસીનતાનો સામનો કરવો પડ્યો હતો. પેટીએમ (Paytm)નો IPOની પ્રાઈઝ બેન્ડ હતી. આ હિસાબે કંપનીની વેલ્યુ 1.39 લાખ કરોડ રૂપિયા છે. પેટીએમ (Paytm)ના શેર્સ પહેલા દિવસે જ 27 ટકા ઘટીને 1,560 રૂપિયા પર આવી ગયો છે. એક દિવસમાં પેટીએમ (Paytm)ના રોકાણકારોને લગભગ 38,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.