ETV Bharat / business

હવે મોબાઇલ પર 12 ટકાની જગ્યાએ 18 ટકા GST

author img

By

Published : Mar 15, 2020, 12:29 PM IST

મોબાઇલ ફોન પર 6 ટકા GST વધારી 18 ટકા કરી
મોબાઇલ ફોન પર 6 ટકા GST વધારી 18 ટકા કરી

GST વિભાગે મોબાઇલ ફોન પર GSTને 12 ટકાથી વધારીને 18 ટકા કરવાનો નિર્ણય કર્યો છે.

નવી દિલ્હીઃ GST વિભાગે મોબાઇલ ફોન પરની GST 12 ટકાથી વધારીને 18 ટકા કરવાનો નિર્ણય કર્યો છે, આ વધારો પહેલી એપ્રિલથી લાગુ પડશે અને તેના કારણે મોબાઇલના ભાવમાં વધારો થશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણએ શનિવારના રોજ મળેલી GSTની બેઠકમાં આ નિર્ણય લીધો હતો.

સીતારમનએ જણાવ્યું કે, જ્યારે વિમાનની સારસંભાળ અને તેની જરૂરિયાત માટેની GSTમાં 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યું છે. નાણાંપ્રધાને જણાવ્યું કે, પહેલી જુલાઇથી સમયાંતરે GST નહીં ચૂકવનારા પર વ્યાજ ચુકવવું પડશે. આ બેઠકમાં નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર સાથે વિવિધ પ્રધાનો અને અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.