ETV Bharat / business

Invest in a mutual fund: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની વિવિધ રીત વિશે જાણો...

author img

By

Published : Dec 31, 2021, 11:34 AM IST

Invest in a mutual fund: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની વિવિધ રીત, જાણો
Invest in a mutual fund: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની વિવિધ રીત, જાણો

વર્તમાન સમયમાં લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ (Invest in a mutual fund) કરવા તરફ આગળ વધી રહ્યા છે. તો કેટલાક લોકો શેર બજારમાં રોકાણ કરે છે, પરંતુ આમાંથી કેટલાક લોકો શેર બજાર અંગે (Different ways to invest in a mutual fund ) જાણતા ન હોવાથી તેઓ શરમાતા હોય છે, પરંતુ તેઓ સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન પર આધાર રાખી શકે છે, જેને સામાન્ય રીતે SIP તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે, તે તમને પસંદગીની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં નિયમિતપણે નાની રકમનું રોકાણ કરવાની મંજૂરી આપે છે.

હૈદરાબાદ: શેર બજારના (Stock Market India) ઈન્ડેક્સમાં વધઘટ સાથે ઘણા લોકો ઊંચા ભાવે યુનિટ વેચવાની અને જ્યારે તે નીચે આવે ત્યારે પુન:રોકાણ કરવાની વ્યૂહરચના અનુસરવા માગે છે. શેર બજારમાં (Stock Market India) એવું કંઈ નથી કે, જે રોકાણ કરવાનો અને તે રકમ ઉપાડવાનો યોગ્ય સમય હોય. રોકાણની રકમ અમુક વિશેષ કેસમાં જ ઉપાડવાની હોય છે. આ ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડના કિસ્સામાં સાચું છે, જે સમયાંતરે રોકાણ (Different ways to invest in a mutual fund) કરવામાં આવે છે.

મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ

સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (Systematic investment plan SIP) તમને પસંદગીની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં નિયમિતપણે નાની રકમનું રોકાણ કરવાની મંજૂરી આપે છે. તેથી નાણાકીય લક્ષ્ય હાંસલ કરવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ (Different ways to invest in a mutual fund) કરો. જ્યાં સુધી તે લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમારે બજારની વધઘટને ધ્યાનમાં લીધા વિના રોકાણ કરવાનું ચાલુ રાખવું જોઈએ. જો કે, જેમ જેમ તમારું ધારેલું ધ્યેય નજીક આવે છે. તમારે રોકાણ માટે જોખમ ઘટાડવાની જરૂર છે. જો તમે ધાર્યા કરતાં પહેલાં જરૂરી રકમ વધારશો તો તે રકમ ઈક્વિટી ફંડમાંથી ઉપાડી શકાય છે. કા તો સમયાંતરે લિક્વિડ ફંડમાં ડાયવર્ટ કરી શકાય છે અથવા બેન્કમાં ફ્લેક્સી ડિપોઝિટમાં રૂપાંતરિત કરી શકાય છે. લાંબા ગાળાના રોકાણ પછી પ્રક્રિયા 2થી 3 વર્ષ અગાઉથી શરૂ થવી જોઈએ. પછી બજારો ઘટે તો કોઈ મુશ્કેલી નહીં રહે.

મ્યુચ્યુઅલ ફંડમાંથી નિયમિત આવક મેળવવા ડિવિડન્ડ વિકલ્પ પર પણ સ્વિચ કરી શકાય છે

જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાંથી નિયમિત આવક મેળવવા (Different ways to invest in a mutual fund)માગતા હોવ ત્યારે તમે ડિવિડન્ડ વિકલ્પ પર સ્વિચ કરવાનો પ્રયાસ કરો છો. તેના બદલે તમારે સમયાંતરે ઉપાડ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, જેથી કરીને તમે ટેક્સનો બોજ ઘટાડી શકો. જ્યારે તમે પસંદ કરો ત્યારે હાલની વ્યૂહરચનાને બદલે તમે નવા સેગમેન્ટમાં જાવ ત્યારે ફંડ સ્કીમની તમારી જોખમ સહિષ્ણુતા ક્ષમતા પર અસર પડે છે. જો ફંડ મેનેજર બદલાય તો આ બાબત ધ્યાનમાં લેવી જોઈએ. નવા ફંડ મેનેજરની કામગીરી પર ઓછામાં ઓછા 6થી 12 મહિના સુધી નજર રાખવી જોઈએ. જો ભૂતકાળની સરખામણીમાં કામગીરી સારી ન હોય તો ભંડોળ પાછું ખેંચી શકાય છે.

ઈક્વિટી સ્કીમ 3 વર્ષ સુધી સારું પ્રદર્શન ન કરે તો તેને છોડી દો

કેટલીક યોજનાઓ 2 કે 3 વર્ષ પછી પણ હકારાત્મક કામગીરી બતાવી શકતી નથી. પછી રોકાણ પાછું ખેંચવાનો વિચાર ન કરો તેના બદલે તપાસો કે ફંડ વિવિધ સમયગાળામાં કેવું પ્રદર્શન કરી રહ્યું છે અને તે જ સેગમેન્ટમાં અન્ય યોજનાઓનું વળતર શું છે? સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સની સરખામણીમાં કામગીરી કેવી છે? જો ઈક્વિટી સ્કીમ સતત 3 વર્ષ સુધી સારું પ્રદર્શન ન કરી રહી હોય તો તેનાથી છૂટકારો મેળવો.

ઈક્વિટી માર્કેટમાં રોકાણ વધે તો ઈચ્છિત ગુણોત્તરમાં સમાયોજિત કરવાની જરૂર છે

તમારે હંમેશા રોકાણમાં વિવિધતાનું પાલન કરવું જોઈએ (Different ways to invest in a mutual fund) અને ફાળવણી તમારા લક્ષ્યોને અનુરૂપ હોવી જોઈએ. જો બજારમાં વૃદ્ધિના કારણે તમારા ઈક્વિટી રોકાણનું મૂલ્ય વધે છે તો તમારે તેને તમે અગાઉ વિચારેલા ગુણોત્તર સાથે સમાયોજિત કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે ધારો કે, તમે ઈક્વિટીમાં 65 ટકા અને ડેટમાં 35 ટકા રાખવા માગો છો. જો ઈક્વિટી માર્કેટમાં રોકાણ (Investing in the equity market) 65 ટકાથી વધીને 75 ટકા થાય તો તમારે તેને ઈચ્છિત ગુણોત્તરમાં સમાયોજિત કરવાની જરૂર છે.

SIP ચાલુ રાખવી શક્ય ન હોય તો તેને સસ્પેન્ડ કરી શકાય છે

તમે ઈમરજન્સીમાં મ્યુચ્યુઅલ ફંડમાંથી જરૂરી રકમ ઉપાડી (Different ways to invest in a mutual fund) શકો છો, પરંતુ આને છેલ્લા ઉપાય તરીકે જોવું જોઈએ. જો SIP ચાલુ રાખવી શક્ય ન હોય તો તેને સસ્પેન્ડ કરી શકાય છે. જરૂરી હોય તેટલું રોકાણ પાછું ખેંચો અને પહેલા સારી કામગીરી ન કરતી હોય તેવી યોજનાઓ પસંદ કરો અને પછી સારી રીતે કામ કરતી યોજનાઓ શોધો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.