Higher Return on Investment : શેમાં રોકાણ કરવાથી વધુ વળતર મળશે? નિષ્ણાતો પાસેથી જાણો

author img

By

Published : Jan 8, 2022, 7:51 PM IST

Higher Return on Investment : શેમાં રોકાણ કરવાથી વધુ વળતર મળશે? નિષ્ણાતો પાસેથી જાણો

તમારી પાસે પૂરતી રકમ છે અને રોકાણ કરવા માગો છો. પરંતુ આ મૂંઝવણને કેવી રીતે ઉકેલશો? અમે તમારા માટે ફાઈનાન્શિયલ એક્સપર્ટની સલાહ સૂચવીએ છીએ, જે તમારા નાણાંનું સમજદારીથી રોકાણ (Higher Return on Investment ) કરવા માટે મદદ કરે છે. જાણો રોકાણની શ્રેષ્ઠ તકો વિશે.

ન્યૂઝડેસ્ક : સારી આવક ધરાવતા ઘણા લોકો તેમના પૈસા બમણાં કરવા ઈચ્છે છે, પરંતુ જાણતાં નથી હોતાં કે વધુ સારું વળતર મેળવવા માટે નાણાંનું રોકાણ ક્યાં કરવું. આ સિવાય ભારતીયો સોનાના પણ શોખીન છે અને તેઓ હંમેશા સોનામાં રોકાણની (Investment in Digital Gold) શોધમાં રહે છે. તક મળતાં જ સોનું ખરીદી લે છે. મોટાભાગના લોકો પોતાના રોકાણ પર ઊંચું વળતર (Higher Return on Investment ) મેળવવા માગે છે, પરંતુ તેમાંથી થોડા જ લોકો લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ છે. બાકીના લોકો જાણવા માગે છે કે વધુ વળતર માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું? શું જે રોકાણ કરી રહ્યાં છીએ તેમાં કોઈ નુકસાન થશે? અમે નિષ્ણાતોના દ્રષ્ટિકોણથી આવા પ્રશ્નોનો ઉકેલ જણાવીએ છીએ. આમાંથી તમારી શંકાઓ દૂર થઈ શકે છે.

રોકાણની ક્ષમતા પ્રમાણે અપેક્ષા

અરુણનો પ્રશ્ન છે કે હું દર મહિને દસ હજાર રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યો છું. મારે કઈ યોજનામાં રોકાણ કરવું જોઈએ, જેમાં મને ઓછામાં ઓછું 14 ટકા વાર્ષિક વળતર મળે.

નાણાકીય નિષ્ણાત તુમ્મા બલરાજ કહે છે કે જોખમી રોકાણથી જ ઊંચું વળતર (Higher Return on Investment ) શક્ય છે. તમે નક્કી કરો કે તમે કેટલું જોખમ લઈ શકો છો. ઇક્વિટી આધારિત રોકાણમાં 14 ટકા સુધીનું વળતર (higher return on investment) મળવાની તક છે. પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે ટૂંકા ગાળાના રોકાણમાં તેના ઉતારચઢાવ હોય છે. જો તમે ઓછામાં ઓછા 7 થી 10 વર્ષ માટે રોકાણ કરો તો જ સારું વળતર શક્ય છે. જો તમે સમયાંતરે રોકાણ કરતા રહેશો તો તમે લાંબા ગાળે 12-15 ટકા વળતરની અપેક્ષા રાખી શકો છો. આ માટેે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા વૈવિધ્યસભર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ જોવા જોઈએ.

વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં ટેક્સ

સ્વપ્નાએ સલાહ માંગી છે કે હું મારી માતાના નામના સિનિયર સિટીઝન સેવિંગ એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા જમા કરાવવા માગુ છું. શું તે વધુ નફાકારક છે? શું ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું અને દર મહિને નિશ્ચિત રકમ લેવી વધુ સારું રહેશે?

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં (Investing in the Senior Citizen Savings Scheme) રોકાણ કરવાથી તમને વાર્ષિક 7.4 ટકા વ્યાજ મળી શકે છે. આ યોજના હેઠળ દર ત્રણ મહિને વ્યાજ ચૂકવવામાં આવે છે. હાલના સંજોગોમાં ફિક્સ્ડ ડિપોઝિટ અને ડેટ ફંડમાંથી મળતું વળતર વધારે હોવાની શક્યતા નથી. તેથી તેને વરિષ્ઠ નાગરિક ખાતામાં જમા કરાવો. આ યોજના પાંચ વર્ષ સુધી ચાલુ રહેવી જોઈએ. આમાં કલમ 80C હેઠળના સ્લેબ પ્રમાણે ટેક્સ વસૂલવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ UP Government MoU 2022: ઉત્તરપ્રદેશ સરકારે વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ સાથે કર્યા MoU

ટર્મ પોલિસી બે કંપની પાસેથી લઇ શકાય?

શ્રીકાંતે પૂછ્યું કે હું 43 વર્ષનો છું. મારે રૂ. 75 લાખની ટર્મ પોલિસી લેવી છે. શું તે એક જ વીમા કંપની પાસેથી લઈ શકાય? બે કંપની પાસેથી લેવાનો શું ફાયદો?

જીવન વીમા પૉલિસીનું મૂલ્ય હંમેશા વાર્ષિક આવકના લગભગ 10-12 ગણું હોવું જોઈએ. વીમો લેતી વખતે, તમારી વ્યક્તિગત, સ્વાસ્થ્ય અને નાણાકીય વિગતો સ્પષ્ટપણે જણાવવી જોઈએ. વ્યક્તિએ આવી કંપની પસંદ કરવી જોઈએ, જેનો ક્લેમ સેટલમેન્ટનો સારો ઈતિહાસ હોય. જો તમે કોઈ કંપની પાસેથી વીમો લીધો હોય અને ભવિષ્યમાં તે ઈન્સ્યોરન્સ ક્લેઈમનો દાવો નકારી કાઢે તો સમસ્યા થશે. તેથી બે વીમા કંપનીઓ પાસેથી પોલિસી લેવી વધુ સારું છે. જો એક દાવો નકારી કાઢે છે તો અમે બીજા પર વિશ્વાસ કરી શકીએ છીએ.

ડિજિટલ ગોલ્ડમાં રોકાણનું જોખમ?

વેંકટ જાણવા માંગે છે કે ઘણી કંપનીઓ ડિજિટલ 'ગોલ્ડ'ના નામે સોનામાં રોકાણ કરવાની તક આપી રહી છે. શું તેમને પસંદ કરવું વધુ સારું છે? શું કોઈ જોખમ છે?

તુમ્મા બલરાજના મતે હવે સોનામાં રોકાણ (Investment in Digital Gold) કરવાના ઘણા રસ્તાઓ છે. ડિજિટલ ગોલ્ડ તેમાંથી એક છે. તે આકર્ષક લાગે છે કારણ કે તમે તેમાં રૂ. 100 જેટલા ઓછા રોકાણ કરી શકો છો. સોનાની કિંમત સમયાંતરે વધઘટ થતી હોવાથી તેના આધારે નફો કે નુકસાન શક્ય છે. જ્યારે તમે લાંબા ગાળાના રોકાણો (benefit of long term investment ) શોધી રહ્યા હોવ, ત્યારે ગોલ્ડ ઇટીએફ અથવા ગોલ્ડ ફંડ્સ પસંદ કરવાની (Higher Return on Investment ) સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ New appointment in RBI: RBIના નવા એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર્સ તરીકે દિપક કુમાર, અજય કુમાર ચૌધરીની નિમણૂક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.