પ્રત્યક્ષ વિદેશી રોકાણના માત્ર 29 જોગવાઈ જ મંજૂરી માટે પેન્ડિંગઃ DPIIT સચિવ

author img

By

Published : Nov 27, 2021, 4:01 PM IST

પ્રત્યક્ષ વિદેશી રોકાણના માત્ર 29 જોગવાઈ જ મંજૂરી માટે પેન્ડિંગઃ DPIIT સચિવ
પ્રત્યક્ષ વિદેશી રોકાણના માત્ર 29 જોગવાઈ જ મંજૂરી માટે પેન્ડિંગઃ DPIIT સચિવ ()

વ્હાઈટ ગુડ્સ માટે (White Goods Industry) PLI પર યોજાયેલી ઉચ્ચસ્તરીય ડીપીઆઈઆઈટી-ફિક્કી રોકાણકાર રાઉન્ડટેબલ સંમેલનમાં (DPIIT-FICCI Investor Roundtable Convention) DPIITના સચિવ (DPIIT Secretary), અનુરાગ જૈને (Anurag Jain) કહ્યું હતું કે, સરકાર આયાત ઓછી કરવા, મૂલ્યવર્ધન અને રોજગાર વધારવા માટે, એવા ઉદ્યોગ માટે તબક્કાવાર ઉત્પાદન યોજના (PMP) પર ધ્યાન આપવા માટે તૈયાર છે.

  • પ્રત્યક્ષ વિદેશી રોકાણના માત્ર 29 જોગવાઈ જ મંજૂરી માટે પેન્ડિંગ
  • DPIIT સચિવ અનુરાગ જૈને આપી માહિતી
  • સરકાર આયાત ઓછી કરવા, મૂલ્યવર્ધન અને રોજગાર વધારવા પર ધ્યાન આપે છે

નવી દિલ્હીઃ વ્હાઈટ ગુડ્સ (White Goods Industry) માટે PLI પર યોજાયેલી ઉચ્ચસ્તરીય ડીપીઆઈઆઈટી-ફિક્કી રોકાણકાર રાઉન્ડટેબલ સંમેલનમાં (DPIIT-FICCI Investor Roundtable Convention) DPIITના સચિવ (DPIIT Secretary), અનુરાગ જૈને કહ્યું હતું કે, સરકાર આયાત ઓછી કરવા, મૂલ્યવર્ધન અને રોજગાર વધારવા માટે, એવા ઉદ્યોગ માટે તબક્કાવાર ઉત્પાદન યોજના (PMP) પર ધ્યાન આપવા માટે તૈયાર છે. જૈન રાઉન્ડટેબલ સંમેલનમાં (DPIIT-FICCI Investor Roundtable Convention) ઉપસ્થિત કેટલાક મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO) દ્વારા ઉદ્યોગ માટે PMP અંગે આપવામાં આવેલા સૂચનોનો જવાબ આપી રહ્યા હતા.

PLI અંતર્ગત નિર્ધારિત લક્ષ્યોને સમયસર પૂરા કરી શકાય

જૈને એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, DPIIT હવે એ નક્કી કરશે કે, વ્હાઈટ ગુડ્સના (White Goods Industry) PLI અંતર્ગત આવતા આ તમામ રોકાણોને કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા ખૂબ જ ઝડપથી મંજૂરી મળે, જેથી PLI અંતર્ગત નિર્ધારિત લક્ષ્યોને સમયસર પૂરા કરી શકાય. તેમણે એ પણ કહ્યું હતું કે, હમ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના ઉદ્દેશ માટે 'નેશનલ સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ'ને પણ ઝડપથી ટ્રેક કરવાની પ્રક્રિયામાં છે, જ્યાં તમામ આવેદન ઓનલાઈન મોકલી શકાય છે અને ટ્રેક પણ કરવામાં આવી શકે છે. તેમણે એ પણ કહ્યું હતું કે, સરકાર પ્રેસનોટ 3 હેઠળ FDI અરજી પર પણ ઝડપથી કાર્યવાહી કરી રહી છે.

વ્હાઈટ ગુડ્સ માટે PLIને જોરદાર પ્રતિક્રિયા મળી

જૈને વધુમાં ઉમેર્યું હતું કે, PLI યોજનાને એ પ્રકારી ડિઝાઈન કરવામાં આવી છે, જેનાથી તે ક્ષેત્રોને પણ લાભ પહોંચાડી શકાય, જ્યાં ભારત આગ વધી શકે છે અને સાથે જ ઉભરતા ક્ષેત્રોને પણ લાભ તથા વૈશ્વિક પ્રતિસ્પર્ધા માટે તૈયાર કરી શકાય. ડીપીઆઈઆઈટીના અધિક સચિવ અનિલ અગ્રવાલે ફિક્કી ઈલેક્ટ્રોનિક્સ (FICCI ELECTRONICS) અને વ્હાઈટ ગુડ્સ સમિતિના (White Goods Industry) પ્રયાસોના વખાણ કરતા કહ્યું હતું કે, વ્હાઈટ ગુડ્સ (White Goods Industry) માટે PLIને જોરદાર પ્રતિક્રિયા મળી છે. તેમણે કહ્યું હતું કે, સરકારે આ યોજનોનો ઉદ્દેશ તૈયાર કરતા સમયે ખૂબ જ સાવધાની રાખી છે, જેથી આગળ જઈને આ યોજનાના અમલમાં કોઈ મુશ્કેલી ન આવે.

સચિવે PLIની યાત્રાને શેર કરી

વ્હાઈટ ગુડ્સ (White Goods Industry) માટે PLIની યાત્રાને શેર કરતા, અગ્રવાલે જણાવ્યું હતું કે, લગભગ એક વર્ષના સમયગાળામાં ડીપીઆઈઆઈટી (DPIIT)એ નક્કી કર્યું છે કે, આ યોજનાને ઉદ્યોગની ફિડબેક અને મૂલ્ય શ્રૃંખલાને સામાન્ય સંમતિના આધારે તૈયાર અને અમલમાં લાવવામાં આવી હતી.

અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, ડીપીઆઈઆઈટી-ફિક્કી રોકાણકાર રાઉન્ડટેબલમાં (DPIIT-FICCI Investor Roundtable Convention) વ્હાઈટ ગુડ્સ ઉદ્યોગના (White Goods Industry) દોઢ સોથી વધુ CEO/CXOએ PLIમાં રોકાણકારોના વિશ્વાસને દર્શાવતા ભાગ લીધો હતો. ઘટક મૂલ્ય શ્રૃંખલામાં મોટા ભાગના રોકાણકારોમાં નાના અને મધ્યમ ક્ષેત્રના નવા ઉદ્યમ શામેલ છે, જે હવે ઓઈએમ (OIM)નો સપ્લાય કરશે અને વૈશ્વિક મુલ્ય શ્રૃંખલાને સાથે જોડાશે.

તેમણે એ પણ કહ્યું હતું કે, આ યોજનાની સારી અસર જોવા મળી છે. કારણ કે, સમગ્ર ભારતમાં 50થી વધુ સ્થળ પર ઉત્પાદન એકમો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. અથવા તેઓ એવી વધુ LEDની ઘટક શ્રેણીમાં વ્હાઈટ ગુડ્સની (White Goods Industry) PLI યોજનાથી લાભ થશે. અગ્રવાલે કહ્યું હતું કે, આ એકમો ગુજરાત, આંધ્ર પ્રદેશ, ગોવા, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં આવેલા છે.

રાજ્યપ્લાન્ટની સંખ્યા
આંધ્ર પ્રદેશ5
ગુજરાત10
ગોવા1
હરિયાણા4
હિમાચલ પ્રદેશ1
કર્ણાટક 2
મહારાષ્ટ્ર 5
તમિલનાડુ4
રાજસ્થાન 4
ઉત્તરપ્રદેશ6
તેલંગાણા1
ઉત્તરાખંડ 6
પશ્ચિમ બંગાળ1
કુલ50

ઈલેક્ટ્રોનિક્સ અને વ્હાઈટ ગુડ્સ ઉત્પાદન સમિતિ (White Goods Industry), ફિક્કીના અધ્યક્ષ મનીષ શર્માએ કહ્યું હતું કે, એલ્યુમિનિયમ અને તાંબા ઉદ્યોગ સહિત અનેક એલઈડી (LED)ના વિવિધ ઘટકો માટે ભારતીય નિર્માતાઓ, એસએમઈ (SME) અને બહુરાષ્ટ્રીય કંપનીઓના 40થી વધુ સંગઠનોથી 4500 કરોડ રૂપિયાથી પ્રતિબદ્ધ રોકાણની સાથે એક ઉદ્યોગ તરીકે આપણી ઉપલબ્ધી વખાણવાલાયક છે.

સરકાર અને રોકાણકારોનો વિશ્વાસ વધ્યો

તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકાર અને ઉદ્યોગના ઉદ્દેશ માટે એકસાથે એક મંચ પર આવવાથી મળેલી સામૂહિક શાણપણથી સરકાર અને રોકાણકારો બંનેનો વિશ્વાસ વધ્યો છે. તેમણે પ્રાદેશિક સંગઠનોની તેમના યોગદાન માટે પ્રશંસા કરી, જે વડાપ્રધાનના આત્મનિર્ભરના વિઝન (Self-reliant vision) હેઠળ મળેલા માર્ગદર્શનને કારણે શક્ય બન્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, PLI તેની સાથે સકારાત્મક માનસિકતા સાથે પ્રતિબદ્ધતા લાવે છે, જે નિકાસ માટે સ્પર્ધાત્મકતા બનાવવાની સાથે પછાત એકીકરણના નવા યુગની શરૂઆત કરે છે.

FICCIએ સરકારની પહેલની પ્રશંસા કરી

ફિક્કી (FICCI) ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કમિટિના સહઅધ્યક્ષ જસબીર સિંહે જણાવ્યું હતું કે, અમે આ ક્ષેત્રમાં પીએલઆઈ (PLI) માટે સરકારની પહેલની પ્રશંસા કરીએ છીએ. તે અમારા રાજ્યના ઘટક લેન્ડસ્કેપ પર મોટી અસર કરશે, જે આગામી 4-5 વર્ષના સમયમાં સ્થાનિક મૂલ્યવૃદ્ધિને આગળ વધારશે. જ્યારે વર્તમાન 25 ટકાના સ્તરને વધારીને 75 ટકા કરવામાં આવશે. અમારા ઉદ્યોગમાં આ એક ખોવાયેલી કડી હતી. આટલા ટૂંકા ગાળામાં આટલી સારી રીતે વિચારેલી અને અનોખી રીતે ડિઝાઇન કરેલી સ્કીમ શરૂ કરવા બદલ અમે DPIITનો આભાર માનીએ છીએ.

પ્રાદેશિક સંગઠનોના સહયોગથી કોન્ફરન્સ યોજાઈ

FICCIના ડિરેક્ટર જનરલ અરુણ ચાવલાએ ગયા વર્ષે દર્શાવવામાં આવેલી સ્થિતિસ્થાપકતા અને પગલાં માટે સરકાર અને ઉદ્યોગની પ્રશંસા કરી હતી. ઈન્વેસ્ટર રાઉન્ડટેબલમાં (DPIIT-FICCI Investor Roundtable Convention) ઉદ્યોગના 2 ડઝનથી વધુ સીઈઓ (CEO) સાથે વ્હાઇટ ગુડ્સના (White Goods Industry) પીએલઆઈમાં તમામ અરજદારોની ભાગીદારી પણ જોવા મળી હતી. આ કોન્ફરન્સનું આયોજન DPIIT અને FICCI દ્વારા RAMA, CEAMA, ELCINA અને ELCOMA જેવા પ્રાદેશિક સંગઠનોના સહયોગથી સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.

PLI રોકાણકારો પર યોજાયેલા આ વિચાર-વિમર્શ સત્રમાં ક્ષેત્રીય સંઘો, આરએએમએ (RAMA), સીઆઈએએમએ (CIAMA), એલસીઓએમએ (LCINA) અને એલસીઆઈએનએ (ELCONA)ના પ્રમુખો અને પદાધિકારીઓએ પણ ભાગ લીધો હતો.

વ્હાઈટ ગુડ્સ માટે PLI અંગે જાણકારી

ઉત્પાદનને કેન્દ્રિય તબક્કા પર લાવવા અને ભારતના વિકાસ અને રોજગાર સર્જનમાં તેના મહત્ત્વ પર ભાર મૂકવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) 'આત્મનિર્ભર ભારત'ના (Aatma Nirbhar Bharat) આહ્વાનના અનુસંધાનમાં ભારત સરકારે ઉત્પાદન-લિંક્ડ ઈન્સેન્ટિવ્સ (PLI) યોજનાના પ્રારંભને મંજૂરી આપી છે. આ યોજના કુલ 1,97,291 કરોડ રૂપિયાના ખર્ચ સાથે 13 મુખ્ય ક્ષેત્રો માટે શરૂ કરવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) તમામ PLI સ્કિમ્સના અમલીકરણ માટે સંકલન કરી રહ્યું છે. ડીપીઆઈઆઈટી (DPIIT) 6,238 કરોડ રૂપિયાના ખર્ચ સાથે વ્હાઈટ ગુડ્સ (White Goods Industry), AC અને LED લાઇટ્સ સેક્ટર માટે PLI સ્કીમ માટે નોડલ વિભાગ પણ છે.

આ પણ વાંચો- એરપોર્ટ ક્ષેત્રમાં 5 વર્ષમાં થશે 90,000 કરોડ રૂપિયાનું રોકાણ, નાગરિક ઉડ્ડયન સચિવે આપી માહિતી

PLI સ્કિમ માટે DPIITની દરખાસ્તને 7 એપ્રિલે મંજૂર કરાઈ હતી

AC અને LED લાઈટના ઘટકો અને પેટા એસેમ્બલિઝના ઉત્પાદન માટે વ્હાઈટ ગુડ્સની (White Goods Industry) PLI સ્કિમ માટે ડીપીઆઈઆઈટી (DPIIT)ની દરખાસ્તને 7 એપ્રિલ 2021ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) અધ્યક્ષતામાં કેન્દ્રિય કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. આ યોજના નાણાકીય વર્ષ 2021-22થી નાણાકીય વર્ષ 2028-29 સુધીના 7 વર્ષના સમયગાળામાં લાગુ થશે અને તેનો ખર્ચ 6,238 કરોડ રૂપિયા છે. આ યોજના PIIT દ્વારા 16 એપ્રિલ 2021ના ​​રોજ સૂચિત કરવામાં આવી હતી. આ યોજના માટેની માર્ગદર્શિકા 4 જૂન 2021ના ​​રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. આ યોજનાની માર્ગદર્શિકામાં કેટલાક સુધારા 16 ઓગસ્ટ 2021ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. તો અરજદારોને માર્ચ 2022 સુધી અથવા માર્ચ 2023 સુધી સગર્ભાવસ્થાનો સમયગાળો પસંદ કરવાની સુગમતા આપવામાં આવી હતી.

15 સપ્ટેમ્બર સુધી અરજીઓ મગાવાઈ

આ યોજના માટે 15 જૂન 2021થી 15 સપ્ટેમ્બર 2021 સુધી અરજીઓ મગાવવામાં આવી હતી. PLI યોજના હેઠળ કુલ 52 કંપનીઓએ 5,858 કરોડ રૂપિયાના પ્રતિબદ્ધ રોકાણ સાથે તેમની અરજીઓ દાખલ કરી હતી.

આ પણ વાંચો- ભારતમાં વધતો વેક્સિનેશનનો દર ભારતીય કોર્પોરેટ ક્ષેત્ર માટે સકારાત્મક દ્રષ્ટિકોણ, મુડીઝનો અહેવાલ

42 અરજદારોને PLI યોજના હેઠળ લાભાર્થી તરીકે કામચલાઉ રીતે પસંદ કરાયા

તમામ અરજીઓના મૂલ્યાંકન પછી 4,614 કરોડ રૂપિયાના પ્રતિબદ્ધ રોકાણ સાથે 42 અરજદારોને PLI યોજના હેઠળ લાભાર્થી તરીકે કામચલાઉ રીતે પસંદ કરવામાં આવ્યા છે. આ અરજદારોમાં 3,898 કરોડ રૂપિયાના પ્રતિબદ્ધ રોકાણ સાથે એર કંડિશનર ઉત્પાદન માટે 26 અને 716 કરોડ રૂપિયાના પ્રતિબદ્ધ રોકાણ સાથે LED લાઈટ્સ ઉત્પાદન માટે અન્ય 16નો સમાવેશ થાય છે. તો આ તરફ ભારત સાથે જમીનની સરહદ વહેંચતા દેશોમાંથી એફડીઆઈની (FDI) દરખાસ્ત કરતા 6 અરજદારોને PLI યોજના હેઠળ ક્લિયરન્સની વિચારણા માટે તારીખ 17 એપ્રિલ 2020ની પ્રેસ નોટ 3 (2020) મુજબ, FDI માટે મંજૂરી સબમિટ કરવાની સલાહ આપવામાં આવી છે. તો 4 અરજદારોને પરીક્ષા અને તેની ભલામણો માટે નિષ્ણાતોની સમિતિ (CoE) પાસે મોકલવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.