ETV Bharat / business

Good News: છેલ્લા એક મહિનાથી Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નથી થયો

author img

By

Published : Aug 16, 2021, 10:29 AM IST

Updated : Aug 16, 2021, 3:32 PM IST

Good News: છેલ્લા એક મહિનાથી Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નથી થયો
Good News: છેલ્લા એક મહિનાથી Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નથી થયો

દેશભરમાં અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચી છે. ત્યારે આજે સોમવારે (16 ઓગસ્ટે) ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (Oil marketing companies)એ તેલની કિંમતમાં કોઈ ફેરફાર નથી કર્યો. ગયા વર્ષે 17 જુલાઈએ પેટ્રોલની કિંમતમાં 30 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું હતું. જ્યારે ડીઝલ છેલ્લી વખત 15 જુલાઈએ 15 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો.

  • દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો (Petrol-Diesel Price)માં સતત એક મહિનાથી કોઈ ફેરફાર નથી થયો
  • સોમવારે (16 ઓગસ્ટે) ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તેલ (Oil marketing companies)ની કિંમતોમાં કોઈ એક વાર ફેરફાર નથી થયો
  • ઓપેક દેશ (OPEC country)ની તેલ ઉત્પાદનને લઈને બેઠક યોજાઈ હતી ત્યારથી ભારતમાં તેલની કિંમતોમાં બ્રેક લાગી ગયો છે

નવી દિલ્હીઃ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની (Petrol-Diesel Price) કિંમતોમાં સતત એક મહિનાથી કોઈ ફેરફાર નથી થયો. સોમવારે (16 ઓગસ્ટે) ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તેલની કિંમતોમાં કોઈ એક વાર ફેરફાર નથી થયો. છેલ્લી વખત પેટ્રોલની કિંમત 17 જુલાઈએ 30 પૈસાનો પ્રતિલિટરમાં વધારો થયો હતો. તો ડીઝલની કિંમત 15 જુલાઈએ 15 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો. ત્યારે ઓપેક દેશની તેલ ઉત્પાદનને લઈને બેઠક થઈ હતી. ત્યારબાદથી ભારતમાં તેલની કિંમતોમાં બ્રેક લાગી ગયો છે.

આ પણ વાંચો- આજે Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 80 પોઈન્ટનો ઘટાડો

છેલ્લા કેટલાક સપ્તાહોમાં બ્રેન્ટ ક્રુડની કિંમતોમાં જબરદસ્ત ઉતાર-ચઢાવ નોંધાયો

આપને જણાવી દઈએ કે, વર્ષ 2017 પછી પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price) દરેક પખવાડિયાની જગ્યાએ દરરોજ સંશોધિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજાર (International Market)માં ક્રુડની કિંમતો અને ફોરેક્સ (Forex)ના દરની હિસાબથી દરરોજ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત નક્કી કરવામાં આવે છે. જ્યારે છેલ્લા કેટલાક સપ્તાહોમાં બ્રેન્ટ ક્રુડની કિંમતોમાં જબરદસ્ત ઉતાર-ચઢાવ નોંધાયો છે, પરંતુ તેલની ઘરેલુ કિંમત પર આની કોઈ અસર નથી થઈ. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં તેલમાં 9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, ત્યારબાદ તેલમાં સુધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો- એર એશિયા ઇન્ડિયાએ માર્ચ 2022 સુધી શરૂ કર્યો ફ્લેશ સેલ

ન્યૂ યોર્કમાં વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ કાચા તેલની કિંમત 0.97 ટકાના નુકસાન સાથે 68.42 ડોલર પ્રતિ બેરલ રહી ગઈ

છેલ્લા કારોબારી સત્રમાં વાયદા બજારમાં મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX)માં કાચું તેલના ઓગસ્ટ ડિલિવરીવાળા કરારની કિંમત 51 રૂપિયા અથવા 0.99 ટકાના નુકસાન સાથે 5,087 રૂપિયા પ્રતિ બેરલ રહી ગઈ છે. વૈશ્વિક સ્તર પર, ન્યૂ યોર્કમાં વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ કાચા તેલની કિંમત 0.97 ટકાના નુકસાન સાથે 68.42 ડોલર પ્રતિ બેરલ રહી ગઈ છે. બ્રેન્ટ ક્રુડની કિંમત 0.80 ટકા ઘટીને 70.74 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી હતી.

પેટ્રોલ-ડીઝલની ક્યાં કેટલી કિંમત છે? જુઓ

રાજ્યપેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર)ડીઝલ (રૂ.) (પ્રતિલિટર)
ગુજરાત98.5496.71
દિલ્હી101.8489.87
મુંબઈ107.8397.45
કોલકાતા102.0893.02
ચેન્નઈ02.4994.39
બેંગલુરૂ105.2595.26
ભોપાલ110.2098.67
લખનઉ98.9290.26
પટના104.2595.57
ચંદીગઢ97.9389.50

cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

Last Updated :Aug 16, 2021, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.