પ્રેમિકાને મળવા માટે રોજ સાઈકલ પર 17 કિલોમીટર દૂર જતા પ્રેમીને આખરે મળી મંઝિલ, જાણો પ્રેમી પંખીડાઓની અદ્ભુદ કહાણી

author img

By

Published : Sep 25, 2021, 2:29 PM IST

પ્રેમિકાને મળવા માટે રોજ સાઈકલ પર 17 કિલોમીટર દૂર જતા પ્રેમીને આખરે મળી મંઝિલ, જાણો પ્રેમી પંખીડાઓની અદ્ભુદ કહાણી

બગાહામાંથી એક અદ્ભુદ લવ સ્ટોરી બહાર આવી છે. જેમાં પ્રેમી ગર્લફ્રેન્ડને મળવા માટે દરરોજ 17 કિમી સાઇકલ ચલાવતો હતો. જેનો પરિવારના સભ્યોએ વિરોધ પણ કર્યો હતો. પ્રેમપ્રકરણ અંગે પંચાયતી પણ કરવામાં આવી હતી, પરંતુ પ્રેમનો જુસ્સો તેમના માથામાંથી ઉતરતો ન હતો.

  • પ્રેમી પંખીડાઓની રસપ્રદ દાસ્તાન
  • 17 કિમી સાઇકલ ચલાવીને પોતાની ગર્લફ્રેન્ડને મળવા આવતો
  • એક સાથે મરવા મીટવાની વાતો

ન્યુઝ ડેસ્ક: પશ્ચિમ ચંપારણ બિહારના રામનગર બ્લોકમાં, એવું જોવા મળ્યું કે જ્યાં 17 કિમી સાઇકલ ચલાવીને પોતાની ગર્લફ્રેન્ડને મળવા આવેલા યુવકને આખરે તેની મંજિલ મળી. બંનેએ ગુરુવારે રાત્રે રામનગર બ્લોકના ખતૌરી શિવ મંદિરમાં લગ્ન કર્યા. આ પ્રસંગે, બંનેના પરિવારોએ પણ નવદંપતિને આશીર્વાદ આપ્યા અને તેમને શુભેચ્છા પાઠવી. આ અનોખી પ્રેમ કહાની અને પછી લગ્નનો આ મામલો સમગ્ર જિલ્લામાં ચર્ચામાં છે.

ગામના લોકો સાથે મળીને છોકરાને પકડ્યો

મળતી માહિતી મુજબ, બંને ત્રણ વર્ષ પહેલા એક લગ્ન સમારંભમાં મળ્યા હતા. ત્યારથી બંને વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. અગાઉ બંને ફોન દ્વારા કલાકો સુધી વાતો કરતા હતા, પરંતુ ધીમે ધીમે તેઓ ગામની નજીક મળવા લાગ્યા. બંનેના ઘરો વચ્ચેનું અંતર લગભગ 17 કિલોમીટર છે. આ કારણે, યુવક સાયકલ 17 કિલોમીટરનો પ્રવાસ કરીને છોકરીના ઘરની આસપાસ મુલાકાત કરતો હતો.

જ્યારે આ સમાચાર છોકરીના પરિવારને મળ્યા, ત્યારે તેઓ નિયંત્રણ માંથી બહાર નીકળી ગયા. છોકરીના પરિવારના સભ્યોએ ગામના લોકો સાથે મળીને છોકરાને પકડ્યો અને સમજાવ્યા પછી છોડી દીધો. પરંતુ સ્નેહની મીઠી મિલન મુલાકાતની પ્રક્રિયા ચાલુ રહી હતી.સમજાવ્યા પછી પણ, જ્યારે બંને સહમત ન થયા, ત્યારે બંને પક્ષો તરફથી મુકદ્દમાની પ્રક્રિયા શરૂ થઈ. પોલીસ સ્ટેશનમાં અરજીઓ પણ આપવામાં આવી હતી.


ભરી પંચાયતમાં મરવા મીટવાની વાતો

છોકરો અને છોકરી બંને લગ્ન કરવા મોટે અડગ હતા, જેના માટે ઘણી વખત પંચાયત પણ ગોઠવવામાં આવી હતી. ભરેલી પંચાયતમાં બંનેએ સાથે રહેવા અને મરવાની વાત કરી હતી, ત્યારબાદ ગામના લોકોએ બંને પરિવાર વચ્ચે દખલગીરી કરી અને ગુરુવારે રાત્રે બંને પરિવારની સંમતિ બાદ બંનેના લગ્ન ખટૌરી શિવ મંદિરમાં કરાવ્યા. આ પ્રસંગે જ્યારે ગામની બહેનોએ ગીતો ગાયા ત્યારે બંનેના પરિવારોએ નવદંપતિને આશીર્વાદ આપ્યા અને તેમના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી.

લગ્ન પછી, પ્રસન્ના બબલુએ જણાવ્યુ કે. ત્રણ વર્ષ પછી, આખરે તેને તેની મંજિલ મળી. અમારા બંનેમાં સાચો પ્રેમ કરતા હતા. ત્રણ વર્ષ સુધી બંને ગુપ્ત રીતે મળતા હતા, પરંતુ આજે તેઓએ લગ્ન કરી લીધા.

આ પણ વાંચોઃ ભરૂચના કેબલ બ્રિજ પરથી પ્રેમી પંખીડાની નર્મદા નદીમાં મોતની છલાંગ

આ પણ વાંચોઃ રાધનપુરમાં ઘરેથી ભાગેલા પ્રેમી પંખીડા : વિષપાન કરતાં પ્રેમિકાનું મૃત્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.