ETV Bharat / bharat

Yashasvi Jaiswal Record : યશસ્વી જયસ્વાલે રચ્યો ઈતિહાસ, એકસાથે 6 રેકોર્ડ પોતાના નામે કર્યા

author img

By

Published : Jul 14, 2023, 4:01 PM IST

Updated : Jul 14, 2023, 4:39 PM IST

Yashasvi Jaiswal Record : યશસ્વી જયસ્વાલે રચ્યો ઈતિહાસ,
Yashasvi Jaiswal Record : યશસ્વી જયસ્વાલે રચ્યો ઈતિહાસ

ભારતના યુવા સ્ટાર ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામેની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. જયસ્વાલે આ સદી સાથે બીજા પણ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આવો જાણીએ જયસ્વાલે પોતાની સદીની સિવાય કયા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

ડોમિનિકા : ભારતના પ્રતિભાશાળી યુવા સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે પોતાની ડેબ્યૂ મેચમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં જયસ્વાલે જોરદાર પ્રદર્શન કર્યું હતું. યશસ્વીએ IPL 2023 માં માત્ર 13 બોલમાં અડધી સદી ફટકારી હતી. યશસ્વીએ અત્યાર સુધી આ મેચમાં ખૂબ જ સુજબુજ સાથે બેટિંગ કરી છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં જયસ્વાલે 350 બોલમાં 143 રન બનાવ્યા છે. જયસ્વાલે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારીને બીજા પણ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

  • ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર 17 મો ભારતીય બેટ્સમેન

21 વર્ષીય યશસ્વી જયસ્વાલ ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર 17 મો ભારતીય બેટ્સમેન બની ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારીને તે લાલા અમરનાથ, સૌરવ ગાંગુલી, સુરેશ રૈના, શિખર ધવન અને રોહિત શર્મા જેવા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે.

  • ભારતની બહાર ડેબ્યૂમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર

વેસ્ટ ઈન્ડિઝ સામે 143 રન બનાવ્યા બાદ યશસ્વી જયસ્વાલ ભારતની બહાર ડેબ્યૂમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બની ગયો છે. જે પોતાનામાં એક મહાન રેકોર્ડ છે. સુનીલ ગાવસ્કર અને વિરેન્દ્ર સેહવાગ જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ ડેબ્યૂ સદી કરી શક્યા ન હતા.

  • વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂમાં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય બેટ્સમેન

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ડોમિનિકા ટેસ્ટમાં સદી ફટકારી યશસ્વી જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ડેબ્યૂમાં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય બેટ્સમેન બની ગયો છે.

  • ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર ત્રીજો ભારતીય ઓપનર બેટ્સમેન

જયસ્વાલ ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર ત્રીજો ભારતીય ઓપનર બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા શિખર ધવને 2013માં ઓસ્ટ્રેલિયા સામે 187 અને પૃથ્વી શૉએ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે 134 રન બનાવીને આ રેકોર્ડ બનાવ્યો હતો.

  • ભારતની બહાર ડેબ્યૂમાં સદી ફટકારનાર 7મો ભારતીય બેટ્સમેન બન્યો

યશસ્વી જયસ્વાલ દેશની બહાર ડેબ્યૂ મેચમાં સદી ફટકારનાર પ્રથમ ઓપનર અને 7મો બેટ્સમેન બન્યો છે. ઉપરાંત છેલ્લા 13 વર્ષમાં આવી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. ડાબોડી બેટ્સમેન સુરેશ રૈના 2010માં શ્રીલંકા સામે ડેબ્યૂ મેચમાં સદી ફટકારનાર છેલ્લા ભારતીય બેટ્સમેન હતા.

  • રોહિત શર્મા-યશસ્વી જયસ્વાલ પ્રથમ દાવમાં લીડ લેનાર પ્રથમ ભારતીય ઓપનિંગ જોડી

યશસ્વી જયસ્વાલે રોહિત શર્મા સાથે મળીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. બંનેની જોડી પ્રથમ દાવમાં લીડ લેનાર પ્રથમ ભારતીય ઓપનિંગ જોડી બની હતી. જેના કારણે ભારતે પ્રથમ વખત ટેસ્ટ મેચમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના લીડ મેળવી હતી.

  • ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી

યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ મળીને વેસ્ટ ઈન્ડિઝ સામે 229 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. જે વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે.

  1. IND vs WI : ભારતે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી, 50 રનની અંદર 3 વિકેટ ગુમાવી
  2. India West Indies Match : BCCI ના સેક્રેટરી જય શાહે અંડર 19 ક્રિકેટ વિશ્વકપ વિજેતા સાથે બેસીને મેચ નિહાળી
Last Updated :Jul 14, 2023, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.