ETV Bharat / bharat

મહિલાએ એક સાથે ત્રણ બાળકોને આપ્યો જન્મ, માતા અને બાળકો સ્વસ્થ

author img

By

Published : Mar 30, 2021, 3:20 PM IST

Updated : Mar 30, 2021, 4:14 PM IST

રાંચીની સેવા સદન હોસ્પિટલમાં એક મહિલાએ એક સાથે 3 બાળકોને જન્મ આપ્યો છે. ડો.માયા નારંગના નેતૃત્વમાં મહિલાની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી થયા બાદ માતા અને બાળકો સ્વસ્થ છે.

મહિલાએ એક સાથે ત્રણ બાળકોને આપ્યો જન્મ, માતા અને બાળકો સ્વસ્થ
મહિલાએ એક સાથે ત્રણ બાળકોને આપ્યો જન્મ, માતા અને બાળકો સ્વસ્થ

  • રાંચીની સેવા સદન હોસ્પિટલમાં મહિલાનું સફળ ઓપરેશન થયું
  • ડો. માયા નારંગના નેતૃત્વમાં મહિલાનું થયું ઓપરેશન
  • ખાનગી હોસ્પિટલોએ હાથ ઉંચા કરી લીધા હતા

રાંચી: સેવા સદન હોસ્પિટલમાં એક મહિલાએ 3 બાળકોને જન્મ આપ્યો છે. ડો.માયા નારંગની આગેવાની હેઠળ મહિલાની સર્જરી કરવામાં આવી હતી, હાલ સર્જરી બાદ ત્રણેય બાળકો સ્વસ્થ છે. બાળકોના પિતાએ જણાવ્યું હતું કે, તેની પત્નીના પેટમાં 3 બાળકો છે તેવું જણાતાં જ તેમની પત્ની ચિંતિત થઈ હતી અને તેણે આ અંગે ઘણા ડોકટરોની સલાહ લીધી હતી. કોઈપણ ડોક્ટરે આ ઓપરેશન કરવાની જવાબદારી ના લીધી.

ડો. માયા નારંગના નેતૃત્વમાં મહિલાનું થયું ઓપરેશન
ડો. માયા નારંગના નેતૃત્વમાં મહિલાનું થયું ઓપરેશન

આ પણ વાંચોઃ મણિપુરના ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મહિલાની પ્રસુતિ થઈ, બાળકનું નામ રાખ્યું "ઈમેન્યુઅલ ક્વારેન્ટિનો"

ડોક્ટરએ ખાતરી આપી

ત્રણેય બાળકોના પિતા નીતીશ કુમારે જણાવ્યું હતું કે ઘણી ખાનગી હોસ્પિટલોમાં પણ તેમણે પ્રયત્ન કર્યો હતો કે તેમની પત્નીનું ઓપરેશન રાંચીમાં જ થાય. ખાનગી હોસ્પિટલોએ પણ તેમના હાથ ઉંયા કરી લીધા હતા. ત્યારબાદ તેઓ રાજધાની સેવા સદન હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટર માયા નારંગે ખાતરી આપી હતી કે ઓપરેશન કરીને ત્રણેય બાળકોને માતાના ગર્ભમાંથી બહાર કાઢવામાં આવશે. તેની પહેલા માતાની ખોરાક પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોના પોઝિટિવ સગર્ભાએ બાળકને જન્મ આપ્યો, બાળક તંદુરસ્ત

મહિલાને લેબર પેઈન થતાં સેવા સદન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી

ડો.માયા નારંગની દેખરેખ હેઠળ મહિલાને રાખવામાં આવી રહી હતી અને તેમના માર્ગદર્શિકા મુજબ બાળકની માતાનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું. હોળીના દિવસે અચાનક મહિલાને લેબર પેઈન થતાં ડો.માયા નારંગની દેખરેખ હેઠળ સેવા સદન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં મહિલાનું ઓપરેશન કરી ત્રણેય બાળકોને માતાના ગર્ભમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઓપરેશન બાદ હાવ મહિલા અને બાળકો સ્વસ્થ છે, પરિવારે હોસ્પિટલ અને ડોક્ટરોનો આભાર માન્યો હતો.

Last Updated :Mar 30, 2021, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.