ETV Bharat / bharat

Indian Navy officers: કોણ છે આ આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓ, જેમને કતાર કોર્ટે જાસૂસી માટે મૃત્યુદંડની સજા ફટકારી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2023, 12:35 PM IST

Qatar court
Qatar court

કતારની અદાલતે 26 ઓક્ટોબરના રોજ એક ચુકાદો જારી કર્યો, જેમાં આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓને જાસૂસીના આરોપસર મૃત્યુદંડની સજા સંભળાવી. કોણ છે આ આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓ ?

હૈદરાબાદ: એક આઘાતજનક અને અભૂતપૂર્વ ઘટના કે જેણે રાજનીતિક વતુર્ળોને સ્તબ્ધ કરી દીધા છે. કતારની અદાલતે 26 ઓક્ટોબરે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને જાસૂસી પ્રવૃત્તિઓમાં તેમની કથિત સંડોવણી બદલ મૃત્યુદંડની સજા સંભળાવતો ચુકાદો આપ્યો હતો. ભારત સરકારે આ ચુકાદા પર ઊંડો આઘાત અને ચિંતા વ્યક્ત કરી છે અને આ કેસમાં તમામ ઉપલબ્ધ કાયદાકીય વિકલ્પો શોધી રહી છે.

આ કેસના કેન્દ્રમાં રહેલા આઠ વ્યક્તિઓમાં કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર સંજીવ ગુપ્તા, કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વસિષ્ઠ અને નાવિક રાગેશ ગોપાકુમાર છે. આ દરેકે ભારતીય નૌકાદળમાં સેવા માટે તેમના 20 વર્ષ સમર્પિત કર્યા હતા અને દળમાં પ્રશિક્ષકો સહિતની મહત્વપૂર્ણ ભૂમિકાઓ હતી.

ઓગસ્ટ 2022માં ધરપકડ: આઠ ભારતીય નાગરિકો, જેઓ ઓગસ્ટ 2022માં તેમની ધરપકડ પછી કેદમાં છે. તેઓએ અગાઉ ભારતીય નૌકાદળમાં વિશિષ્ટ સેવા આપી હતી, જેમાં કેટલાકને તેમના યોગદાન માટે ઉચ્ચ સન્માન પણ પ્રાપ્ત થયા હતા. તેમાંથી એક નોંધપાત્ર વ્યક્તિ છે કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, જેમને 2019 માં પ્રતિષ્ઠિત પ્રવાસી ભારતીય સન્માન પ્રાપ્ત થયું, જે પ્રવાસી ભારતીયોને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. તે સમયે, દોહામાં ભારતીય દૂતાવાસે ભારતની આંતરરાષ્ટ્રીય છબીને વધારવામાં કમાન્ડર તિવારીના યોગદાનને સ્વીકાર્યું હતું.

મે મહિનામાં સેવા બંધ કરાઈ: નૌકાદળના આ ભૂતપૂર્વ અધિકારીઓને દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ અને કન્સલ્ટન્સી સર્વિસીસ તરીકે ઓળખાતી ખાનગી પેઢી દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. જે કતારના સશસ્ત્ર દળોને તાલીમ અને અન્ય સેવાઓ પ્રદાન કરતી હતી. નિવૃત્ત રોયલ ઓમાન એરફોર્સ સ્ક્વોડ્રન લીડર ખામિસ અલ-અજમીની માલિકીની કંપની, સ્ટીલ્થ લાક્ષણિકતાઓ સાથે ઇટાલિયન ટેક્નોલોજી આધારિત મિજેટ સબમરીન અંગેના સંવેદનશીલ પ્રયાસો સહિત વિશાળ શ્રેણીના પ્રોજેક્ટ્સમાં સામેલ હતી. જોકે, મે મહિનામાં અલ દહરા ગ્લોબલે દોહામાં તેની કામગીરી બંધ કરી દીધી હતી અને ભારતીય કર્મચારીઓ તેમના વતન પરત ફર્યા હતા.

26 ઓક્ટોબરના રોજ મૃત્યુદંડનો ચુકાદો: આ વ્યક્તિઓની ધરપકડના કારણો શંકાસ્પદ છે. 30 ઓગસ્ટ, 2022 ના રોજ કતારની ગુપ્તચર એજન્સી દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી, અને અત્યાર સુધીમાં, ન તો કતાર સત્તાવાળાઓ કે ન તો ભારત સરકારે આ ભૂતપૂર્વ નેવી અધિકારીઓ સામેના ચોક્કસ આરોપો જાહેર કર્યા છે. બિનસત્તાવાર અહેવાલો અનુસાર, તેમની સામેના આરોપો જાસૂસી પ્રવૃત્તિઓ પર કેન્દ્રિત છે. 25 માર્ચે ઔપચારિક રીતે આરોપો દાખલ કરવામાં આવ્યા હતા અને કતારના કાયદા હેઠળ તેમની સામે કેસ ચલાવવામાં આવ્યો હતો. જામીન માટેની તેમની અરજીઓ અનેક વખત ફગાવી આવી હતી. જે અંતે 26 ઓક્ટોબરના રોજ કતારની કોર્ટ દ્વારા મૃત્યુદંડના ચુકાદામાં પરિણમી.

ભારત સરકારની પ્રતિક્રિયા: ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ ચુકાદા પર આકરી પ્રતિક્રિયા આપી છે અને મૃત્યુદંડની સજા પર ગંભીર આઘાત અને ચિંતા વ્યક્ત કરી છે. MEA હવે વિગતવાર ચુકાદાની રજૂઆતની રાહ જોઈ રહ્યું છે. ભારત સરકાર પણ સમગ્ર કાર્યવાહી દરમિયાન કોન્સ્યુલર અને કાનૂની સહાય પૂરી પાડવાની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા આરોપીઓના પરિવારો અને તેમની કાનૂની રજૂઆત સાથે ગાઢ સંપર્કમાં રહી છે.

એક નિવેદનમાં MEAએ કેસના મહત્વનો પુનરોચ્ચાર કરતા કહ્યું, "અમે આ કેસને ખૂબ મહત્વ આપીએ છીએ અને તેનું નજીકથી પાલન કરીએ છીએ. અમે તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાયતા આપવાનું ચાલુ રાખીશું. સાથે જ કતાર કોર્ટના આ ચુકાદાને કતાર સમક્ષ રજૂ કરીશું.

જ્યારે એવું જાણવા મળ્યું છે કે આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓના પરિવારોએ કતારના અમીરને દયાની અરજી સબમિટ કરી છે, જો કે તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ મામલાએ ભારત અને કતાર વચ્ચે કાનૂની પ્રક્રિયા, માનવાધિકાર અને રાજદ્વારી સંબંધો અંગે ચિંતાઓ ઉભી કરી છે અને એવી ધારણા છે કે આ બાબત આંતરરાષ્ટ્રીય મંચ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

  1. MEA On Indians Death Sentence : કતારમાં ભારતીય નૌકાદળના 8 જવાનોને મોતની સજા, જાણો શું કહ્યું વિદેશ મંત્રાલયે
  2. Biden on Hamas Israel War: હમાસ યુદ્ધ પાછળનું એક કારણ ભારત મધ્ય પૂર્વ યુરોપને સાંકળતો ઈકોનોમિક કોરિડોર હોઈ શકે છેઃ બાઈડન

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.