ETV Bharat / bharat

ટીકાઓને હથિયાર બનાવનાર ચપળ નેતા એવા નરેન્દ્ર મોદીની કેવી હતી રાજકીય સફર

author img

By

Published : Sep 17, 2021, 11:42 AM IST

ટીકાઓને હથિયાર બનાવનાર ચપળ નેતા એવા નરેન્દ્ર મોદીની કેવી હતી રાજકીય સફર
ટીકાઓને હથિયાર બનાવનાર ચપળ નેતા એવા નરેન્દ્ર મોદીની કેવી હતી રાજકીય સફર

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના કાર્યકર્તા થી લઈને દેશના વડાપ્રધાન સુધીની મોદીની સફરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા આવ્યા છે જેમાં ગોધરાકાંડ થી લઈને નોટબંધીની ટીકાઓ અને લોકડાઉનનો નિર્ણય સામેલ છે. આઝાદી પછી જન્મેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે.

ન્યુઝ ડેસ્ક: ઉત્તર ગુજરાતના સામાન્ય ઘરમાં જન્મેલા નરેન્દ્ર મોદી કોલેજના સમયથી રાજકારણમાં આવ્યા હતા. RSS સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, મોદીએ 1974 ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને 19 મહિનાની (જૂન 1975 થી જાન્યુઆરી 1977) લાંબી 'કટોકટી' સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી. મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમ્યાન RSS એક પ્રચારક તરીકે હતા.

1978માં ભાજપમાં જોડાયા

તેમણે 1978માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર તેમની વરણી કરવામાં આવી હતી. તેમણે શંકરસિંહ વાઘેલા સાથે ભાગીદારીમાં ગુજરાતમાં મજબૂત સંવર્ગ આધાર બનાવવા પ્રયત્નો કર્યા. પ્રારંભિક ગાળામાં, શંકરસિંહ વાઘેલા એક સમૂહ નેતા તરીકે જોવામાં આવ્યા હતા, જ્યારે મોદીને એક કુશળ નીતિનીયામક તરીકે જોવામાં આવ્યા હતા.

સોમનાથ યાત્રમાં રોલ

પક્ષે રાજકીય કક્ષાએ ગતિ મેળવવાની શરૂ થઇ અને એપ્રિલ 1990 ના કેન્દ્રમાં સંયુક્ત સરકારની રચના કરી હતી. આ ભાગીદારી થોડા મહિના સુધી નિમિત્ત હતી, પરંતુ ભાજપ ગુજરાત માં બે તૃતીયાંશ બહુમતી સાથે 1995માં સત્તા પર આવી હતી.આ સમયગાળામાં મોદીએ "સોમનાથ થી અયોધ્યાની રથયાત્રા" (એક રૂપાંતરિત ટોયોટા વાન પર ભારત દ્વારા રાજકીય રેલીમાં) અને "કન્યાકુમારી થી કાશ્મીર" (ભારતના દક્ષિણનો ભાગ)ની કુચ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગોની જવાબદારી ઉપાડી હતી.

ગુજરાતના મુખ્યપ્રધાન

2000માં મોદીને દિલ્હીથી ગુજરાત પરત મોકલવામાં આવ્યા અને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી. 2001માં ભૂંકપ અને 2002માં ગોધરાકાંડની કામગીરીને લઈને તેમની ઘણી ટીકાઓ થઈ હતી. જે બાદ તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપી દિધુ હતું. તાત્કાલિક કરવામાં આવેલી ચૂંટણીમાં મોદીનો ભવ્ય વિજય થયો હતો અને આ વિજય યાત્રા 2012 સુધી ચાલી હતી. 2014માં તેમને ફરી એકવાર દિલ્હીનું તેડું આવ્યુ અને ભારતીય જનતા પાર્ટીએ 2014ી ચૂંટણાીમાં મોદીને વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.

2014માં વડાપ્રધાનની ચૂંટણી

2014ની ચૂંટણીમાં તેઓએ પોતાના માટે વારાણસી અને વડોદરની સીટની પંસદગી કરી હતી. તેમને ધાર્મિક નેતા બાબા રામદેવ અને મોરારીબાપ અને અર્થશાસ્ત્રીઓ જગદીશ ભગવતી અને અરવિંદ પનાગરીયાનું પણ સમર્થન સાંપડ્યું હતું. આ બંને અર્થશાસ્ત્રીઓનું કહેવું હતું કે તેઓ, "...મોદીના અર્થશાસ્ત્રથી પ્રભાવિત થયા છે." તેમના વિરોધીઓમાં નોબેલ પારિતોષીક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો સમાવેશ થાય છે, જેમનું કહેવું હતું કે તે નરેન્દ્ર મોદીને વડાપ્રાધાન તરીકે જોવા નથી માંગતા કેમકે તેમણે લઘુમતી જનતા સુરક્ષિત મહેસુસ કરે તે માટે કાંઈ ખાસ કર્યું નથી અને મોદીના શાસન હેઠળ ગુજરાતમાં સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ "ઘણી ખરાબ" રહી છે.

બંન્ને બેઠકો પર મોદીએ મેળવી જીત

મોદી જે બે બેઠકો પરથી ચુંટણી લડ્યા તે બન્ને પરથી જીત્યા; વારાણસીમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને હરાવીને અને વડોદરામાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીને (5,70,128 મતોથી) હરાવીને તેઓ સીટ જીત્યા હતા. જો કે એક વ્યક્તિ બે સંસદિય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ ન કરી શકે તે કારણે તેમણે 29 મે 2014ના દિવસે વડોદરાની બેઠક પરથી રાજીનામું આપ્યું અને વારાણસી મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય લીધો. ચુંટણીમાં તેમણે ભાજપના વડપણ હેઠળ સ્થપાયેલા એન.ડી.એ. સંગઠનને જવલંત વિજય અપાવ્યો અને કોંગ્રેસ પક્ષે પોતાના ઇતિહાસની સૌથી ખરાબ હાર જોવાનો વારો આવ્યો. નરેન્દ્ર મોદી, તેમની પાર્ટીના સફળ વિજય બાદ સર્વાનુમતે ભાજપના સંસદીય પક્ષના નેતા તરીકે ચુંટાઈ આવ્યા હતા અને છેવટે રાષ્ટ્રપતિએ તેમને શપથ લેવડાવી વડાપ્રધાન પદે નિમ્યા.

રાજકીય કારકિર્દી

  • દેશ ના વડાપ્રધાન તરીકે ઉભરી રહેલા નરેન્‍દ્ર મોદી ઘણા વર્ષો સુધી રાષ્‍ટ્રીય સ્‍વયંસેવકસંઘના પ્રચારક રહ્યા હતા. તેમણે ગુજરાત યુનિર્વસિટીમાંથી રાજકીય શાખાની માસ્‍ટર ડિગ્રી મેળવી હતી. ત્‍યારબાદ તેમણે રાજનીતિમાં ઝંપલાવ્‍યું હતુ.
  • 1994માં ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી.
  • 1994માં મોદીને પક્ષના રાષ્‍ટ્રીય સચિવ બનાવાયા.
  • 1998માં પક્ષના મહાસચિવ બનાવાયા.
  • ઓક્‍ટોબર 2001માં મોદીના સમયમાં ગોધરાકાંડ થયો.
  • ગોધરાકાંડ બાદ ભારે દબાણમાં આવી ગયા બાદ મોદીએ મુખ્‍યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્‍યુ અને ફરીથી ચૂંટણી યોજાઈ.
  • વર્ષ 2002માં વિધાનસભાની 182 સીટોમાંથી 127 સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્‍યો.
  • 2004માં અમેરિકા દ્વારા મોદીના ગોધરાકાંડની સંડોવણી બદલ વીઝા આપવાનો ઇન્‍કાર કરી દેવામાં આવ્‍યો હતો.
  • વર્ષ 2006 જુલાઈમાં મોદીએ વડાપ્રધાન મનમોહનસિંહ પર આતંકવાદ તરફ કુણુ વલણ અપનાવવા બદલ જોરદાર ટીકા કરી હતી.
  • 2007માં બીજી વખત જંગી બહુમતિ મેળવીને મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા હતા.
  • 2011ના અંતમાં અને 2012ની શરૂઆતમાં મુસલમાનોને પોતાની તરફ ખેચવા માટે સદ્‌ભાવના મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપવાસ કર્યા હતા જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી.
  • 24 ઓગસ્‍ટ 2011ના રોજ લોકાયુક્‍તની નિયુક્‍તિના મુદ્દે મોદી સરકાર અને રાજ્‍યના રાજ્‍યપાલ વચ્‍ચે મતભેદો ઉભા થયા હતા.
  • વર્ષ 2012માં ગુજરાતમાં મોદીના નેતળત્‍વ હેઠળ ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા છે.
  • માર્ચ 2013માં ભાજપના સંસદીય બોર્ડના મુખ્‍ય સભ્‍ય તરીકે નિમણૂંક કરાઈ હતી.
  • જૂન 2013માં ગોવામાં ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્‍યક્ષ પદે નિયુક્‍ત કરાયા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.