વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોટાદમાં સભાને સંબોધતા કહી આ વાતો

author img

By

Published : Nov 20, 2022, 10:10 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોટાદમાં સભાને સંબોધતા કહી આ વાતો

આજે વિજય સંકલ્પ અંતર્ગત વેરાવળ, ધોરાજી, અમરેલી ખાતે જાહેરસભા ગજાવ્યા બાદ બોટાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ જાહેર સભા સંબોધી (PM Modis address in Botad) હતી. તેમણે અન્ય પાર્ટીના નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા હતા.

બોટાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે (PM Narendra Modi on his visit to Gujarat) છે, ત્યારે આજે બીજા દિવસે વડાપ્રધાન મોદીએ બોટાદમાં વિશાળ જનસભાને સંબોધન કર્યુ હતું. તેમણે અન્ય પાર્ટીના નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત તેમણે યુવાનોને મોટા પ્રમાણમાં મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોટાદની સભા સંબોઘતા (PM Modi said these things in Botad) કહી આ વાતો:

  • ગુજરાતની જનતાએ અભુતપુર્વ વિજય ભાજપને અપાવવાનું નક્કી કર્યુ છે, બોટાદની આ જાહેરસભા તેનું જીવતુ જાગતુ ઉદાહરણ છે.
  • આ વખતે વિપક્ષના ડબ્બા ગુલ થઇ જવાના છે, આ વખતે એક જ અવાજ સંભળાય છે કે ફીર એક બાર મોદી સરકાર.
  • બોટાદ નો તો જન સંઘથી સબંધ છે. જન સંઘને જયારે કોઇ ઓળખતુ ન હતું તે વખતે બોટાદની જનતાએ અમને ઓળખી અને પોંખી લીઘા હતા.
  • બોટાદે અમને પારખ્યા તેના પછી મને આવતા ત્રણ પેઢી વિતી પણ બોટાદે કયારેય સાથ છોડોયો નથી એટલા માટે હું જનતાના આશિર્વાદ લેવા અને આભાર માનવા આવ્યો છું.
  • આજે હિન્દુસ્તાનની દરેક પોલીટીકલ પાર્ટીઓએ વિકાસના મુદ્દે ચૂંટણી લડવી પડે છે.
  • 20 વર્ષ પહેલા ગુજરાતમાં પ્રાથમિક જરૂરિયાતોના ફાફા હતા અને આજનું ગુજરાત ભવ્ય અને વૈભવશાળી છે.
  • આજે દેશભરમાં એક જ ચર્ચા છે ગુજરાતમાં ભાજપ ભૂતકાળના બધા રેકોર્ડ તોડશે.
  • ભાજપ સરકારે વિજળીથી જીવનના અંધકારને દુર કરવાનું કામ કર્યુ છે.
  • આ વખતે ભૂતકાળમાં ન થયું હોય તેના કરતા વધુ વોટીંગ દરેક પોલીંગ બુથ પર કરવાનું છે.
  • આ ચૂંટણી પાંચ વર્ષ માટેની નથી,આ ચૂંટણી 25 વર્ષ પછી ગુજરાત કેવુ હશે તેની છે.
  • ગુજરાતને બદનામ કરવા વાળા, વાર તહેવારે ગુજરાતીઓને ગાળો આપવા વાળી આખી જમાતને અંહીથી વિદાય કરવાની છે.

દેશના દરેક નાગરિકે ઉજવવો જોઇએ લોકશાહિનો પર્વ: ગુજરાતમાં લોકશાહિના પર્વને દેશના એક એક નાગરિકે ઉજવવો જોઇએ. ગુજરાતમાં લોકશાહિનો ઉત્સવ આગામી 1 અને 5 ડિસેમ્બરના રોજ ઉજવવાનો છે તે અંતર્ગત ગુજરાતના પનોતાપુત્ર અને ગુજરાતને વિકાસનું મોડલ બનાવનાર અને દેશને આઝાદીના અમૃત કાળમાં પ્રાકૃતિક ખેતી અને આત્મનિર્ભર બનાવવાની દિશા આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરવા પધાર્યા છે જેમાં આજે વિજય સંકલ્પ અંતર્ગત વેરાવળ, ધોરાજી, અમરેલી ખાતે જાહેરસભા ગજાવ્યા પછી બોટાદમાં વિશાળ જાહેર સભા સંબોધી હતી, જે પહેલા સાધુ-સંતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યુ હતું.

સભાએ નક્કી કરી દીધા ચૂંટણીના પરિણામો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું (PM Modi said these things in Botad) કે, ગઇકાલે જયાં સુરજનું પહેલુ કિરણ પડે છે તે અરૂણાચલ પ્રદેશથી કાર્યક્રમની શરૂઆત કરી કાશિવિશ્વનાથ ખાતેથી કાર્યક્રમ કરી અને જયા સુરજ આથમે છે છેલ્લે તે પશ્ચિમમાં દમણ ખાતે આવ્યો અને ત્યાર પછી વાપી, વલસાડ, અને આજે વેરાવળ, ધોરાજી, અમરેલી અને હવે બોટાદમાં આવ્યો છું. આ એક દિવસમાં હું જયાં જયાં ગયો છું જે રીતે લોકોનો ઉત્સાહ અને લોકોએ આશિર્વાદ આપ્યા છે તે જોઇ કહી શકું છું કે, ગુજરાતની જનતાએ અભુતપુર્વ વિજય ભાજપને અપાવવાનું નક્કી કર્યુ છું. બોટાદની આ જાહેરસભા તેનું જીવતુ જાગતુ ઉદાહરણ છે. આ વિરાટ જન સભાએ ચૂંટણીના પરિણામો નક્કી કરી દીધા છે.

વિપક્ષના ડબ્બા ગુલ થઇ જવાના: આ વખતે વિપક્ષના ડબ્બા ગુલ થઇ જવાના છે. આ વખતે એક જ અવાજ સંભળાય છે કે, ફીર એક બાર.મોદી સરકાર. ગુજરાત અને ભાજપનો સબંધ બહુ અતુટ છે તેમા પણ બોટાદ નોતો જન સંઘથી સબંધ છે. જન સંઘને જયારે કોઇ ઓળખતુ ન હતું તે વખતે બોટાદની જનતાએ અમને ઓળખી અને પોંખી લીઘા હતા. બોટાદમાં પહેલી નગર પાલિકા જન સંઘની બની હતી. જે બોટાદે અમને પારખ્યા તેના પછી મને આવતા ત્રણ પેઢી વિતી પણ બોટાદે કયારેય સાથ છોડોયો નથી એટલા હું જનતાને આશિર્વાદ લેવા અને આભાર માનવા આવ્યો છું.

ચૂંટણીનો મુદ્દો વિકાસ છે: પહેલા ચૂંટણીના મુદ્દા ભ્રષ્ટાચાર અને ગોટાળાથી ભરેલા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં જયારથી વિજય થયો છે, ત્યારથી ચૂંટણીનો મુદ્દો વિકાસ હોય છે. આજે હિન્દુસ્તાનની દરેક પોલીટીકલ પાર્ટીઓએ વિકાસના મુદ્દે ચૂંટણી લડવી પડે છે બોટાદના અને સૌરાષ્ટ્રના નવ યુવાનો મારા શબ્દો લખી રાખજો કે એ દિવસ દુર નહી હોય જયારે વલ્લભીપુર,ધંધુકા,ધોલેરા,બોટાદ,ભાવનગર આખો પટ્ટો ગુજરાતમાં ઔધોગીક રીતે ધમધમતો હશે. આ એ ભૂમિ છે કે તમારા પડોશમાં હવે વિમાનો બનવાના છે.

વિકાસ માટેનું મોટું માધ્યમ: રો-રો ફેરી સર્વિસ, ભાવનગરને દક્ષિણ ગુજરાત સાથે જોડે છે તે પણ વિકાસ માટેનું મોટું માધ્યમ બનશે. મે પહેલા જ કહ્યુ હતું કે, બોટાદ અને આખા પટ્ટામાં વિકાસ માટેની અનેક સંભાવનાઓ છે. આજે (PM Modi said these things in Botad) આ સંકલ્પ સાથે આગળ વઘી રહ્યા છે કે, ગુજરાતના યુવાનોની આકાંક્ષા અને સામર્થ્યને આવતીકાલના ગુજરાતના નિર્માણ સાથે જોડવા 21મી સદીના ગુજરાત માટે કામ કરી રહ્યા છીએ.

જનતાના આશિર્વાદ જોઇએ છે: પહેલાની સરકાર પાસે લોકો હેન્ડ પંપની આશા રાખતા અમારી સરકારમાં લોકો ઘરેથી નળ દ્વારા પાણીની આશા રાખી રહ્યા છે. પહેલાની સરકારમાં લોકો કહેતા કે, માટી કામ કરાવજો અમારી સરકારમાં લોકો પેવર રોડની માંગ કરી રહ્યા છે. આ ભાવના જે ગુજરાતમાં જાગી છે તે ગુજરાતની પ્રગતી બતાવી રહી છે. 20 વર્ષ પહેલા પ્રાથમિક જરૂરિયાતોના ફાફા હતા અને આજનું ગુજરાત ભવ્ય અને વૈભવશાળી ગુજરાત છે એટલે મારે જનતાના આશિર્વાદ જોઇએ છે. અમારા ભુપેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતની સરકાર અનેક દિશાઓમાં આજે પ્રગતી કરી રહી છે.

ભાજપ જે સંકલ્પ કરે તે સિદ્ધ કરવાનો પ્રયાસ કરે: આજે ગુજરાતમાં શિક્ષણમાં મિશન સ્કુલ ઓફ એક્સેલન્સ અભિયાન હિન્દુસ્તાન માટે એક મોડલ બની ગયું છે. ગુજરાતના શિક્ષણમાં 5જીનો યુગ શરૂ થશે. ગુજરાત તેજ ગતીથી આગળ વધે તે દિશામાં ભુપેન્દ્રભાઇ અને તેમની ટીમ જહેમતથી કામ કરી રહી છે. ભાજપ જે સંકલ્પ કરે તે સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે.

25 વર્ષ પછી ગુજરાત કેવુ હશે તેની ચૂંટણી: નરેન્દ્ર મોદીએ પાણીના મુદ્દા અંગે સંબોધન કરતા જણાવ્યું કે, અંહી ધંધુકા વાળા કહે કે દિકરીને બંદુકે આપજો પણ ધંધુકે ન આપતા. રાણપુરના લોકોએ પત્ર લખીને કહ્યુ કે અમે પાણી કયારેય જોયુ ન હતું અને અંહી પાણી આવી રહ્યું છે. આજે ગુજરાતમાં નળથી જળ જાય તેના માટે સરકારે કામ કર્યુ છે. આજે ગુજરાતનો ખેડૂત ત્રણ – ત્રણ પાક કરતો થયો છે. ગુજરાતમાં નવી પેઢીને 100 વર્ષ સુઘી જોવું ન પડે તેવું મજબૂત કામ કરવું છે. આ ચૂંટણી પાંચ વર્ષ માટેની નથી,આ ચૂંટણી 25 વર્ષ પછી ગુજરાત કેવુ હશે તેની છે.

ગુજરાતમાં 24 કલાક વિજળી આવે છે: ભાજપ સરકારે વિજળીથી જીવનના અંધકારને દુર કરવાનું કામ કર્યુ છે. આજે ગુજરાતમાં 24 કલાક વિજળી આવે છે. ભાજપ સરકારે જનતાનું સ્વાસ્થ્ય સારુ રહે અને જળવાઇ રહે તે માટે પણ કામ કર્યુ છે. ગુજરાતને સ્વસ્થ્ય બનાવવાનું અભિયાન ઉપાડયુ. પહેલા ગર્ભવતી માતાઓને ડિલેવરી માટે હોસ્પિટલોમાં સુવિધાઓ ન હતી. ભાજપ સરકારે ગર્ભવતી મહિલાઓ માટે ચિરંજીવી યોજના લાવી જેથી તેમને તકલીફ ન પડે. ભાજપે ગુજરાતમાં 108 એમબ્યુલન્સની સુવિધા શરૂ કરી જેનાથી દરેક દર્દીને ઝડપથી સારવાર મળે.

ગુજરાતમાં MBBSની બેઠકો: 20 વર્ષ પહેલા ગુજરાતમાં 25 હજાર આંગણવાડી હતી, આજે ગુજરાતમાં 50 હજાર આંગણવાડી છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં હોસ્પિટલમાં 15 હજાર નર્સો હતી આજે 65 હજાર નર્સો છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 100 માંથી 50 ડિલેવરી ઘરે કરવી પડતી આજે 100 ટકા ડિલેવરી હોસ્પિટલમાં થાય છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં માત્ર 25 મેડિકલ કોલેજો હતી આજે 36 મેડિકલ કોલેજો છે. 20 વર્ષ પહેલા 4 ડેન્ટલ કોલેજો હતી આજે 13 ડેન્ટલ કોલેજો છે. 20 વર્ષ પહેલા સરકારી હોસ્પિટલમાં 15 હજાર બેડ હતા આજે 60 હજાર છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 20 ડાયાલીસ સેન્ટર હતા આજે 300 ડાયાલીસીસ સેન્ટરો છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં આશરે 1200 જેટલી મેડિકલ સીટો હતી. આજે અંદાજે 6200 એમબીબીએસની બેઠકો ગુજરાતમાં છે.

ડબલ એન્જિનની સરકારે વિકાસના કામ કર્યા: ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારે ઘણા વિકાસના કામ કર્યા છે. ભાજપે ગુજરાત માટે એઇમ્સ જેવી હોસ્પિટલ સૌરાષ્ટ્રના રાજકોટમાં આપી. લોકોને ઢીંચણના ઓપરેશન માટે રૂપિયા ઓછા થાય તે માટે વ્યવસ્થા કરી. કોરોનાથી જનતાને સુરક્ષીત રાખી શકયા. કોરોનાની રસી ફ્રીમાં આપી. આપણા દેશમાં પહેલા વેન્ટીલેટર નોહતા બનતા આજે વેન્ટીલેટર બની રહ્યા છે. શૌચાલય,પિવાનું પાણી, વિજળી, ઘરે ગેસ કનેકશન,રસ્તાઓની સુવિધા આપી છે.

ગુજરાતમાં ભાજપ ભૂતકાળના બધા રેકોર્ડ તોડશે: આજે દેશભરમાં એક જ ચર્ચા છે, ગુજરાતમાં ભાજપ ભૂતકાળના બધા રેકોર્ડ તોડશે. હું આપ સૌ માટે એક કામ લઇને આવ્યો છું તેમ જનતાને કહ્યુ કે, આ વખતે ભૂતકાળમાં ન થયું હોય તેના કરતા વધુ વોટીંગ દરેક પોલીંગ બુથ પર કરવાનું છે. ભૂતકાળમાં ન મળ્યા હોય તેના કરતા વધુ મત ભાજપને અપાવશો? મારી વાત ઘરે ઘરે પહોંચાડશો? કેટલાક લોકો બહારથી આવી ગુજરાતને બદનામ કરવાનું અભિયાન ઉપાડયુ છે તેમને જવાબ આપજો. ગુજરાતને ચેતનવંતુ બનાવવાનું છે. આ વખતે એકેય ખૂણે કાચુ ન કપાય તેનું ધ્યાન રાખજો. ગુજરાતને બદનામ કરવા વાળા, વાર તહેવારે ગુજરાતીઓને ગાળો આપવા વાળી આખી જમાતને અંહીથી વિદાય કરવાની છે. અંતમાં વડાપ્રધાને કહ્યુ કે, મારુ એક કામ કરજો. હું કહું તે કામ તમે કરશો કે નહી. હજુ ચૂંટણીમાં મતદાન માટે સમય છે, તમે બીજાના ઘરે ઘરે જઇ મારી આ વાત પહોંચાડજો અને કહેજો કે, આપણા નરેન્દ્ર બોટાદ આવ્યા હતા અને તમને નમસ્તે કહ્યુ છે. વડિલોને મારા પ્રણામ પહોંચાડશો. જેથી મને આશિર્વાદ મળે તો દેશ માટે વધુ તાકાતથી કામ કરી શકુ. ગુજરાતની સાથે મળી નવી ઉંચાઇ પર લઇ જઇએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.