ETV Bharat / bharat

Vande Bharat Train: 8મીએ મોદી દેશની આઠમી વંદેભારત ટ્રેનને લીલીઝંડી આપશે, 11,355 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ

author img

By

Published : Apr 3, 2023, 10:40 AM IST

Etv Bharat
Etv Bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 8મી એપ્રિલે હૈદરાબાદ આવશે. આ દરમિયાન તેઓ સિકંદરાબાદ અને તિરુપતિ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ સિવાય તેઓ લગભગ 11,355 કરોડ રૂપિયાના અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે. PM મોદી દેશની આઠમી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે.

હૈદરાબાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 8 એપ્રિલે રાષ્ટ્રને સમર્પિત કરવા માટે હૈદરાબાદ આવશે. PM મોદી દેશની આઠમી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. આ પહેલા 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સાતમી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી હતી. આ વખતે તેઓ તેલંગાણામાં 11,355 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. જેમાં સિકંદરાબાદ અને તિરુપતિ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો Hyderabad News: બેડમિન્ટન રમતી વખતે હૈદરાબાદમાં એક વ્યક્તિનું થયું મોત

12 કલાકથી ઘટીને 8.5 કલાક: રવિવારે કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જી.કિશન રેડ્ડીના કાર્યાલયમાંથી એક નિવેદનમાં જણાવાયું છે કે, સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર, વડા પ્રધાન તેલંગાણાના સિકંદરાબાદ અને પાડોશી આંધ્ર પ્રદેશમાં તિરુપતિ વચ્ચેની ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવશે. દેશમાં શરૂ થનારી આ 13મી વંદે ભારત ટ્રેન હશે. સિકંદરાબાદ અને તિરુપતિ વચ્ચેનો મુસાફરીનો સમય હાલમાં લગભગ 12 કલાકથી ઘટીને 8.5 કલાક થવાની ધારણા છે એમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

  • PM Modi to visit Hyderabad on April 8 to inaugurate and lay foundation stone for slew of infrastructure projects: Union Minister of Tourism G Kishan Reddy

    — Press Trust of India (@PTI_News) April 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

છ રાષ્ટ્રીય ધોરીમાર્ગો: વડાપ્રધાન 13 નવી મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (MMTS) સેવાઓનું ઉદ્ઘાટન કરશે. જે MMTS ફેઝ-IIના ભાગ રૂપે હૈદરાબાદના ઉપનગરોમાં બનાવવામાં આવેલી નવી રેલ્વે લાઇન પર ચાલશે. પરેડ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભામાં મોદી 7,864 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના વિવિધ ભાગોને જોડતા છ રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે શિલાન્યાસ કરશે. વડા પ્રધાન ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS), બીબીનગર ખાતે રૂપિયા 1,366 કરોડના ખર્ચે નવા બ્લોકનું ભૂમિપૂજન પણ કરશે, એમ રિલીઝમાં જણાવાયું છે.

આ પણ વાંચો Hyderabad Crime: યુવતી માટે કરી પોતાના જ મિત્રની હત્યા

વંદે ભારત એક્સપ્રેસ: બે તેલુગુ ભાષી રાજ્યો વચ્ચે ચાલનારી આ બીજી વંદે ભારત ટ્રેનથી લાખો લોકોને ફાયદો થશે. તારીખ 15 જાન્યુઆરીના રોજ મોદીએ સિકંદરાબાદ અને આંધ્રપ્રદેશના બંદર શહેર વિશાખાપટ્ટનમ વચ્ચે વંદે ભારત ટ્રેન સેવાને ડિજિટલી ફ્લેગ ઓફ કરી હતી. બંને રાજ્યોને જોડનારી આ પહેલી વંદે ભારત એક્સપ્રેસ હતી.

મોટો પ્રોજેક્ટઃ વડાપ્રધાન મોદી સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનના 715 કરોડના ખર્ચે પુનઃવિકાસ અને આધુનિકીકરણ તરફ હાથ ધરવામાં આવનાર વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન પણ કરશે. વડાપ્રધાન મોદી સિકંદરાબાદ-મહબૂબનગર રેલવે લાઇન પર રૂપિયા 1,410 કરોડના ખર્ચે 85 કિલોમીટરના સેક્શનને બમણું કરવાનો પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. એમ એક યાદીમાંથી જાણવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.