ETV Bharat / bharat

Vande Bharat Express: વંદે ભારત એક્સપ્રેસ સાથે આખલો અથડાયો, કચ્ચરઘાણ

author img

By

Published : May 20, 2023, 12:22 PM IST

Vande Bharat Express: રાજસ્થાનમાં વંદે ભારત એક્સપ્રેસ અકસ્માતનો ભોગ, આખલો ટ્રેન સાથે અથડાયો
Vande Bharat Express: રાજસ્થાનમાં વંદે ભારત એક્સપ્રેસ અકસ્માતનો ભોગ, આખલો ટ્રેન સાથે અથડાયો

દિલ્હીથી અજમેર જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રાજસ્થાનના બાંડીકુઈ સ્ટેશન પાસે આખલો સાથે અથડાઈ હતી. જેના કારણે ટ્રેનનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. આખલાના મૃતદેહને રેલવે ટ્રેક પરથી હટાવવામાં આવ્યો હતો. એન્જિનિયરોએ ટ્રેનની તપાસ કરી. જે બાદ ટ્રેનને જયપુર રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રેન લગભગ 15 મિનિટ સુધી ઉભી રહી હતી.

અલવર: અવાર-નવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે અકસ્માત થઇ રહ્યા છે. ફરી વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. દિલ્હી-અજમેર વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શુક્રવારે રાત્રે બાંદિકૂઈ સ્ટેશન પાસે એક આખલા સાથે અથડાઈ હતી. જેના કારણે ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું. એન્જિનિયરોએ રાતોરાત ટ્રેનને રીપેર કરી હતી. જે બાદ શનિવારે સવારે ટ્રેનનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં, ટ્રેન અને આખલો વચ્ચેની ટક્કર એટલી ઝડપી હતી કે, ટ્રેનની એર બ્રેક સહિત એન્જિનની અંદરની ઘણી વસ્તુઓને નુકસાન થયું હતું.

ટ્રેનની કામગીરી ફરી શરૂ: આ બાબતની માહિતી રેલવેના એન્જિનિયરો અને અધિકારીઓને આપવામાં આવી હતી. બાંડીકુઇ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આખલાના મૃતદેહને રેલવે ટ્રેક પરથી હટાવવામાં આવ્યો હતો. એન્જિનિયરોએ ટ્રેનની તપાસ કરી. જે બાદ ટ્રેનને જયપુર રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રેન લગભગ 15 મિનિટ સુધી ઉભી રહી હતી. ટ્રેનમાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે એન્જિનિયરે રાત્રે ટ્રેનનું સમારકામ કર્યું હતું અને શનિવારે સવારે ટ્રેનની કામગીરી ફરી શરૂ થઈ હતી.

રેલવે અધિકારીઓએ શુ કહ્યું: દિલ્હી-અજમેર રેલ માર્ગ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પહેલીવાર નુકસાન થયું છે. આ પહેલા પણ ઘણી નાની-મોટી ઘટનાઓ બની છે. પરંતુ ટ્રેનના એન્જિનને નુકસાન થયું નથી. રેલવેના જનસંપર્ક અધિકારી શશિ કિરણે જણાવ્યું કે દિલ્હી-અજમેર રેલ રૂટ પર પહેલીવાર ટ્રેનના એન્જિનને નુકસાન થયું છે. ઇજનેરોએ રાતોરાત સમારકામ પૂર્ણ કર્યું. જે બાદ ટ્રેનનું સંચાલન શરૂ થઈ ગયું છે.

ટ્રેન વ્યવહારને અસરઃ રેલવે અધિકારીઓએ ગ્રામજનો અને સામાન્ય લોકોને પાલતુ અને રખડતા પ્રાણીઓને રેલ્વે ટ્રેકથી દૂર રાખવાની અપીલ કરી છે. કારણ કે ટ્રેન સાથે અથડાતી વખતે ટ્રેનને નુકસાન થાય છે. તેનાથી સરકાર અને સામાન્ય માણસને નુકસાન થાય છે. ટ્રેન વ્યવહારને પણ ભારે અસર થઈ છે. જો કે રેલ્વે કર્મચારીઓ રેલ્વે ટ્રેક પર રેલ્વે સાઈડથી પણ પેટ્રોલીંગ કરે છે. તેની સાથે સતત દેખરેખ પણ કરવામાં આવે છે. પરંતુ તે પછી પણ પ્રાણીઓ નિર્જન ટ્રેક પર આવી જાય છે.

  1. Vande Bharat Train: વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ત્રણ મહિનામાં થઈ 3જી ઘટના
  2. પશ્ચિમ બંગાળ રેલ્વે એક્શન મોડ પર વંદે ભારત એક્સપ્રેસના પથ્થરબાજોની ઓળખ કરી
  3. બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, બારીના કાચ તોડ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.