ETV Bharat / bharat

વિદેશી મહિલાઓ ભારતમાં ચલાવતી વેપલો: દિલ્હી પોલીસે કોકેઈન સપ્લાય કરતી બેની ધરપકડ કરી

author img

By

Published : Feb 25, 2022, 11:14 AM IST

દિલ્હી પોલીસે કોકેઈન સપ્લાય કરતી બે વિદેશી મહિલાઓની કરી ધરપકડ
દિલ્હી પોલીસે કોકેઈન સપ્લાય કરતી બે વિદેશી મહિલાઓની કરી ધરપકડ

સ્પેશિયલ સેલના કાઉન્ટર ઈન્ટેલિજન્સ યુનિટ (Counter Intelligence Unit of Special Cell) દ્વારા દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોમાં કોકેઈન સપ્લાય કરતી બે વિદેશી મહિલાઓની (Tow Foreigner Women Arrested With Cocaine ) ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 1850 ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું.

નવી દિલ્હી: સ્પેશિયલ સેલના કાઉન્ટર ઇન્ટેલિજન્સ યુનિટ (Counter Intelligence Unit of Special Cell) દ્વારા દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોમાં કોકેઈન સપ્લાય કરતી બે વિદેશી મહિલાઓની (Tow Foreigner Women Arrested With Cocaine ) ધરપકડ કરવામાં આવી હતી.

બે વિદેશી મહિલાઓ પાસેથી 1850 ગ્રામ કોકેઈન મળી આવ્યું

બે વિદેશી મહિલાઓ પાસેથી 1850 ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 10 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ કોકેઈન એક પર્સમાં અને ડીઓડરન્ટમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલ મહિલા મોરે અના દક્ષિણ અમેરિકાની રહેવાસી છે. જ્યારે બીજી મહિલા નમોબિરુ મૂળ યુગાન્ડાની છે.

આ પણ વાંચો: દુબઈથી અમદાવાદ આવેલો આફ્રિકન નાગરિક 6 કરોડના કોકેઈન સાથે એરપોર્ટ પરથી ઝડપાયો

પોલીસને રૂમમાંથી એક કિલો કોકેઈન મળી આવ્યું

DCP મનીષી ચંદ્રાના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલની કાઉન્ટર ઈન્ટેલિજન્સ યુનિટ (Counter Intelligence Unit of Special Cell) કોકેઈન સપ્લાય કરતા વિવિધ દાણચોરો વિશે માહિતી એકઠી કરી રહી હતી. આ દરમિયાન તેને ખબર પડી કે દિલ્હીમાં એક વિદેશી મહિલા હાજર છે, જે વિદેશથી કોકેઈન લાવી છે. આ માહિતીના આધારે પોલીસની ટીમે કરોલ બાગની હોટલમાં દરોડો પાડ્યો હતો અને ત્યાંથી મૌરે એરોન નામની મહિલાને પકડી હતી. તે 11 ફેબ્રુઆરીથી આ હોટલમાં રોકાઈ હતી. પોલીસને તેના રૂમમાંથી એક કિલો કોકેઈન મળી આવ્યું હતું, જે તેણે મહિલાઓના પર્સમાં અને ડિઓડરન્ટ વગેરેમાં રાખ્યું હતું.

પોલીસ ટીમે વિદેશી મહિલાને કોર્ટમાં રજૂ કરી

પોલીસ ટીમે વિદેશી મહિલાને કોર્ટમાં રજૂ કરી વિદેશી મહિલાને રિમાન્ડ પર લીધી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, તેની ધરપકડના થોડા સમય પહેલા તેણે લિસા નામની મહિલાને કોકેઈન સપ્લાય કરી હતી. આ માહિતી પર 21 ફેબ્રુઆરીએ પોલીસ ટીમે લિસાને કોકેઈન સાથે પકડી હતી. પૂછપરછ દરમિયાન તેનું નામ નમોબીરુ હોવાનું જાણવા મળ્યું હતું. તે ભારતમાં મહારાષ્ટ્રમાં રહે છે. તેના ઈશારે 850 ગ્રામ કોકેઈન ઝડપાયું હતું. આ કોકેઈન દક્ષિણ અમેરિકાથી લાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડનું કોકેઇન ઝડપાયું

પોલીસ ટીમ અન્ય લોકો વિશે માહિતી એકઠી કરી રહી છે

ધરપકડ કરાયેલ મહિલા નામોબિરુ યુગાન્ડાની રહેવાસી છે. તે ઘણા સમયથી દિલ્હી અને મહારાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં રહે છે. તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે, તે લગભગ દરરોજ ફ્લાઈટમાં મુસાફરી કરતી હતી. પોલીસને તેના બેંગ્લોર, અમદાવાદ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં જવાના ઘણા પુરાવા મળ્યા છે. પોલીસ ટીમ આ કોકેઈન સ્મગલિંગ ગેંગ સાથે સંકળાયેલા અન્ય લોકો વિશે માહિતી એકઠી કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.