ETV Bharat / bharat

top news: ભારતમાં પવિત્ર રમઝાન માસનો આજે પ્રથમ ઉપવાસ,પંજાબની જીત બાદ આમ આદમી પાર્ટીનું મિશન ગુજરાત, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Apr 3, 2022, 4:01 AM IST

top news: ભારતમાં પવિત્ર રમઝાન માસનો આજે પ્રથમ ઉપવાસ,પંજાબની જીત બાદ આમ આદમી પાર્ટીનું મિશન ગુજરાત, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
top news: ભારતમાં પવિત્ર રમઝાન માસનો આજે પ્રથમ ઉપવાસ,પંજાબની જીત બાદ આમ આદમી પાર્ટીનું મિશન ગુજરાત, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમા...

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.

1)Ramadan 2022: ભારતમાં પવિત્ર રમઝાન માસનો આજે પ્રથમ ઉપવાસ

ભારતમાં આજથી પવિત્ર રમઝાન માસના રોઝા (ઉપવાસ) શરૂ થયા છે. રમઝાન મહિનાની શરૂઆત ચાંદના દર્શનથી થાય છે. ઉપવાસ એ ઇસ્લામના મહત્વના કર્તવ્યોમાંનું એક છે. ઉપવાસ એ દરેક પુખ્ત મુસ્લિમ પર ફરજ છે. આખા મહિના દરમિયાન રોજા (ઉપવાસ) રાખવામાં આવે છે અને પાંચેય વખત નમાજ પઢવામાં આવે છે. ઉપવાસ રાખવા માટે, સવારના અઝાન પહેલા સહરી ખાય છે અને મગરીબ એટલે કે સાંજના અઝાન પછી ઈફ્તાર કરવામાં આવે છે.Click Here

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) Gujarat Assembly Election 2022: પંજાબની જીત બાદ આમ આદમી પાર્ટીનું મિશન ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને જોતા AAPએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતની મુલાકાતે છે. જો કે AAPને ગુજરાતમાં BJP સામે ટક્કર આપવી મુશ્કેલ પડશે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ AAPના કારણે કોંગ્રેસના વોટ તૂટશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.Click Here

2) મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલના 200 દિવસ પૂર્ણ..! જુઓ 61,000 કિલોમીટરના પ્રવાસમાં શું લેવાયા મહત્વના નિર્ણયો

મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધાના આજે 200 (Bhupendra Patel as CM 200 days) દિવસ પુર્ણ થયા છે. આ 200 દિવસની યાત્રા દરમિયાન 61,000 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. તો આવો જાણીએ કે મુખ્યપ્રધાન પટેલેની આ 200 દિવસની યાત્રા દરમિયાનની (Performance of CM Bhupendra Patel) કામગીરી વિશે.....Click Here

3) Kejriwal-Mann Gujarat visit: અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને લીધી ગાંધી આશ્રમની મુલાકાત

દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ અને પંજાબ CM ભગવંત માન આજથી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન, બન્ને નેતાઓએ અમદાવાદ ખાતેના ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.Click Here

4) શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે રાષ્ટ્રપતિએ કટોકટીની સ્થિતિ કરી જાહેર

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં (Economic Crisis In Sri Lanka) લોકોના હિંસક પ્રદર્શનો બાદ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ (President Gotabaya Rajapaksa) દેશમાં ઈમરજન્સી લાદી દીધી છે. શ્રીલંકામાં લોકો કલાકોના વીજ કાપ, ઇંધણ, રાશન અને અન્ય વસ્તુઓ સહિત આવશ્યક દવાઓની અછતનો પણ સામનો કરી રહ્યા છે.Click Here

5) કરૌલીમાં હિંદુ નવા વર્ષ પર નીકળેલી રેલી પર પથ્થરમારો અને આગચંપી, અનેક ઈજાગ્રસ્ત...પોલીસ તૈનાત

કરૌલીમાં હિન્દુ નવા વર્ષ નિમિત્તે નીકળેલી રેલી પર કેટલાક લોકોએ પથ્થરમારો (Stone pelting on Hindu New Year rally) થયો હતો. આ ઘટનામાં કેટલાય લોકો ઈજાગ્ર્સ્ત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટના બાદ અનેક સ્ટોલને પણ આગ ચાંપવામાં આવી હતી. આથી કરૌલીનું બજાર બંધ કરી દેવામાં આવ્યું છે.Click Here

1) PreMarriage Counselling: લગ્ન જીવનને મજબૂત કરવા મદદગાર થઇ શકે છે પ્રી મેરેજ કાઉન્સિલિંગ

કાઉન્સેલર સ્નેહા જણાવે છે, લગ્ન બાદ એકબીજા વચ્ચે સંબંધ મજબૂત બનાવવા અને જીવનસાથીને સમજવા માટે તથા મેરેજ બાદ આવતી સમસ્યાઓનો સામનો કરવા માટે પતિ-પત્ની બન્નેને માનસિક રીતે તૈયાર કરવાના હેતુ (Pre marriage counseling benefits) થી આજકાલ પ્રી મેરેજ કાઉન્સિલિંગ (Pre Marriage Counseling) નું ચલણ વધ્યું છે. જાણો પ્રી મેરેજ કાઉન્સિલિંગના વિવિધ ફાયદાઓ વિશે...Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.