આજે સર્વપૃતિ અમાસ શ્રાદ્ધનો છેલ્લો દિવસ, જાણો આજે કઈ રીતે અને કયા લોકોનું શ્રાદ્ધ કરી શકાય?

author img

By

Published : Oct 6, 2021, 10:32 AM IST

Updated : Oct 6, 2021, 10:39 AM IST

આજે સર્વપૃતિ અમાસ શ્રાદ્ધના છેલ્લો દિવસ, જાણો આજે કઈ રીતે અને કયા લોકોનું શ્રાદ્ધ કરી શકાય

આજે શ્રાદ્ધનો છેલ્લો દિવસ છે. આજનો દિવસ એટલે સર્વપિતૃ અને પિતૃ વિસર્જન અમાસ છે. પિતૃ વિસર્જનના દિવસે કયો ઉપાય કરવાથી પિતૃદોષથી મુક્તિ મળવાની સાથે દરેક કામમાં સફળતા મળશે. સાથે જ લગ્ન જીવન પણ આનંદથી પસાર થશે.

  • આજે અશ્વિન કૃષ્ણ પક્ષની અમાસ તિથિ અને બુધવારનો દિવસ
  • આજનો દિવસ એટલે સર્વપિતૃ અને પિતૃ વિસર્જન અમાસ છે
  • અમાસ તિથિ આજે સાંજે 4.34 વાગ્યા સુધી રહેશે

ન્યૂઝ ડેસ્કઃ આજે અશ્વિન કૃષ્ણ પક્ષની અમાસ તિથિ અને બુધવારનો દિવસ છે. અમાસ તિથિ આજે સાંજે 4.34 વાગ્યા સુધી રહેશે. આજે પિતૃ પક્ષનો છેલ્લો દિવસ એટલે કે સર્વ પિતૃ અમાસ છે. આને પિતૃ વિસર્જન અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે અમાસ તિથિવાળાઓનું શ્રાદ્ધ કરવામાં આવશે. એટલે કે, જેમનો સ્વર્ગવાસ કોઈ પણ મહિનાની અમાસના થયો હોય. તેમનું શ્રાદ્ધ કાર્ય આજે કરવામાં આવશે. આ સાથે જ માતામહ એટલે કે નાનાનું શ્રાદ્ધ પણ આ દિવસે કરવામાં આવશે. આમાં દોહિત્ર એટલે કે પુત્રીના પુત્રએ આ શ્રાદ્ધ કરવું જોઈએ. ભલે તેમના નાનાના પુત્ર જીવતા હોય, પરંતુ તે પણ આ શ્રાદ્ધ કરીને તેમના આશીર્વાદ મેળવી શકે છે. આ શ્રાદ્ધને કરનારા વ્યક્તિ અત્યંત સુખ મેળવે છે. આ ઉપરાંત જુડવાઓનું શ્રાદ્ધ ત્રણ કન્યાઓ પછી પુત્ર કે ત્રણ પુત્રો પછી કન્યાનું શ્રાદ્ધ પણ આ દિવસે કરવામાં આવશે.

આજે પિતૃઓની પસંદની વસ્તુ બનાવીને શ્રાદ્ધ કાર્ય કરાય છે

માનવામાં આવે છે કે, પિતૃ વિસર્જન કરીને શ્રાદ્ધ માટે ધરતી પર આવેલા પિતૃઓની વિદાય કરવામાં આવે છે. આજે ખીર, પુરી અને પોતાના પિતૃઓના પસંદની વસ્તુઓ બનાવીને શ્રાદ્ધ કાર્ય કરવામાં આવે છે. કહેવાય છે કે, શ્રાદ્ધમાં પિતૃઓને આપવામાં આવેલા અન્નજળથી તેમને સંતોષ મળે છે અને તેઓ પોતાના પરિવારના લોકોને ખુશીઓના આશીર્વાદ આપીને પરત ફરી જાય છે. આજે પોતાના પિતૃઓના નિમિત્ત કોઈ સુપાત્ર બ્રાહ્મણને ભોજન જરૂર કરાવજો. આ સાથે જ જો કોઈ જરૂરિયાતમંદ કે માગનારું કોઈ ઘરે આવે તો તેને આદર સાથે ભોજન કરાવવું.

જો તમારી જન્મપત્રિકામાં પિતૃદોષ છે તો આજે સ્નાન પછી પોતાના પિતૃ દેવને દૂધ, ચોખાથી બનેલી ખીરનો ભોગ ચઢાવો અને હાથ જોડીને પ્રણામ કરો.

  • પોતાના મનમાં નવી તરંગ જોવા માગો છો તો આજે સ્નાન પછી કપડાં પહેરીને ગાયત્રી મંત્રનો 21 વખત જાપ કરો.
  • પોતાના બાળકોને કોઈ પણ ખરાબ નજરથી બચાવી રાખવા માટે આજે સાંજે એક મુઠ્ઠી રાઈના દાણાથી બાળકોના માથા પર 6 વખત ક્લોકવાઈઝ અને એક વાર એન્ટી ક્લોક વાઈઝ ફરાવીને રાઈના દાણાને કોઈ ચાર રસ્તા પર ચારેય દિશાઓમાં થોડા થોડા ફેંકી દો.
  • પોતાની આસપાસ ખુશીઓનું સંચાર કરવા માટે આજે સ્નાન પછી એક લોટા જળમાં થોડા કાળા તલ અને એક લાલ ફૂલ નાખીને સૂર્ય દેવને અર્પણ કરો.
  • જો તમારા લગ્ન જીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલી આવી રહી છે તો આજે સ્નાન પછી વિધિપૂર્વક ધૂપ દીપ વગેરેથી શિવલિંગની પૂજા કરી જળાભિષેક કરો.
  • જો તમે ઈચ્છો છો કે, ભવિષ્યમાં તમારી સાથે બધું સારું થાય તો આજે ઘઉંના લોટની રોટલી બનાવીને તેની પર ગોળનો એક નાનો ટુકડો રાખીને ગાયને ખવડાવો.
  • જો તમે ધંધામાં સફળતા ઈચ્છતા હોવ તો આજે સ્નાન પછી સૂર્યદેવને જળથી અર્ધ્ય આપો અને પછી પોતાના પિતૃદેવને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરો. 'ઓમ સર્વેભ્યો પિત્રેભ્યો નમો નમઃ'
  • જો તમે પોતાના જીવમાં સફળતા ઈચ્છો છો તો આજે પોતાના પિતા સમાન કોઈ પણ સુપાત્ર બ્રાહ્મણને પોતાના ઘરે બોલાવો અને તેમને ખીર, પુરી, શાકભાજીનું ભોજન કરાવો. આ સાથે જ બ્રાહ્મણના બંને પગે અડીને આશીર્વાદ લો. આ ઉપરાંત એક વાત બીજી કે જ્યારે તમે બ્રાહ્મણને ભોજન કરાવી દો. તો તેમની થાળીમાં વધેલું ભોજન ઉઠાવીને અલગથી 2 પુરીઓ સાથે રાખીને તેને શ્વાનને જરૂર ખવડાવો.
Last Updated :Oct 6, 2021, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.