ETV Bharat / bharat

G7 દેશોની બેઠકમાં અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા થશે

author img

By

Published : Aug 24, 2021, 1:30 PM IST

G7 દેશોની બેઠકમાં અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા થશે
G7 દેશોની બેઠકમાં અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા થશે

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન જી-7 વાર્તા દરમિયાન એક સંગઠિત દ્રષ્ટિકોણ પર ભાર આપશે, જેમાં નાટો મહાસચિવ જેન સ્ટોલટેનબર્ગ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ શામેલ થશે. બ્રિટનના રાજદ્વારી કારેન પિયરસે આ અંગે જાણકારી આપી હતી.

  • G7 દેશોની બેઠકમાં અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા થશે
  • બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન જી-7 વાર્તા દરમિયાન એક સંગઠિત દ્રષ્ટિકોણ પર ભાર આપશે
  • બેઠકમાં નાટો મહાસચિવ જેન સ્ટોલટેનબર્ગ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ શામેલ થશે

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન સંકટ પર ચર્ચા કરવા માટે જી-7 દેશોના નેતા આજે એક બેઠક કરવા જઈ રહ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, આ બેઠકમાં જી-7 દેશોના નેતા તાલિબાનના ભવિષ્ય અંગે નિર્ણય કરશે. આપને જણાવી દઈએ કે, કાબુલ પર અફઘાનિસ્તાનના કબજા પછી સ્થિતિ દિવસેને દિવસે બદલાતી રહે છે. તમામ સહયોગી દેશ તાલિબાનને લઈને સતર્ક થઈ ગયા છે. તો વિદેશી રાજદ્વારીઓએ કહ્યું હતું કે, સહયોગ જ આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ રહેશે. યુરોપિયન ડિપ્લોમેટે કહ્યું હતું કે, જી-7ના નેતા આ વાત પર સંમતિ દર્શાવશે કે, તાલિબાન પર નિર્ણય દરમિયાન આપસી સહયોગનું ધ્યાન રાખવામાં આવશે અને સહયોગી દેશ સાથે મળીને કામ કરશે.

આ પણ વાંચો- અફઘાનિસ્તાનમાં યુદ્ધ દરિમયાન અમેરિકી સૈન્યને મદદ કરનારાઓને જો બાઇડેન અમેરિકામાં આશ્રય આપશે

જી-7માં આ દેશ સામેલ

અમેરિકા, બ્રિટન, ઈટલી, ફ્રાન્સ, જર્મની, કેનેડા અને જાપાનના નેતા તાલિબાનની મહિલાઓના અધિકાર અને આંતરરાષ્ટ્રીય સંબંધોનું સન્માન કરવા પર ભાર આપવા માટે સંગઠિત સત્તાવાર માન્યતા કે નવા પ્રતિબંધોનો ઉપયોગ કરી શકે છે.

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન આપશે ભાર

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન જી-7 વાર્તા દરમિયાન એક સંગઠિત દ્રષ્ટિકોણ પર ભાર આપશે, જેમાં નાટો મહાસચિવ જેન સ્ટોલટેનબર્ગ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ શામેલ થશે. બ્રિટનના રાજદ્વારી કારેન પિયરસે આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, અમે એક ક્લિયર પ્લાન બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ, જેથી અમે અફઘાનિસ્તાનના ઘટનાક્રમ પર સંગઠિત અને સાચો નિર્ણય લઈ શકીએ. અમે તાલિબાનને તેમના કામથી માપીશું વાતોથી નહીં. બ્રિટન આ વર્ષે જી-7ની અધ્યક્ષતા કરી રહ્યું છે.

આ પણ વાંચો- કાબુલમાં હવાઈ માર્ગે લોકોને પરત લાવવાનું કામ ઝડપી થયું

અમેરિકાની 31 ઓગસ્ટ સુધીની ડેડલાઈન પર પણ ચર્ચા કરાશે

જી-7ના નેતાઓ વચ્ચે 31 ઓગસ્ટે પૂર્ણ થઈ રહેલી ડેડલાઈન પર પણ ચર્ચા થશે. સૂત્રોના મતે, તે દરમિયાન અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિકોની હાજરીને કેટલાક દિવસ વધુ બનાવી રાખવાની માગ કરવામાં આવશે, જેનાથી અફઘાનિસ્તાનમાં હાજર પશ્ચિમી દેશોના નાગરિકોને સુરક્ષિક કાઢી શકાય. બ્રિટન અને ફ્રાન્સ વધુ સમયની માગ કરી રહ્યા છે. તો તાલિબાનીઓનું કહેવું છે કે, વિદેશી સેનાઓએ એક્સ્ટેન્શન માટે નથી કહ્યું અને જો તેવું થશે તો મંજૂરી નહીં અપાય.

શરણાર્થીઓનો મુદ્દો પણ ગરમ રહેશે

જી-7ના નેતા બેઠકમાં અફઘાની શરણાર્થીઓ પર પ્રતિબંધ કે તેમના પુનર્વાસ પર નિર્ણય પર પણ આપસી સહયોગ માટે પ્રતિબદ્ધ થશે. જી-7 વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે અને આગળ માનવીય આધારો પર નિર્ણય લેવામાં આવશે. બ્રિટનની રાજદ્વારીએ કહ્યું હતું કે, અમે નથી ઈચ્છતા કે અફઘાનિસ્તાન આતંકને ટેકો આપનારો દેશ બને અને અહીંની ધરતી આતંકી ગતિવિધિઓ માટે ઉપયોગમાં લેવાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.