નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન સંઘર્ષ (Russia Ukraine Conflict ) વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ અંતર્ગત આઠમી અને નવમી ઓપરેશન ગંગા (Operation Ganga flight leaves) ફ્લાઈટ બુડાપેસ્ટથી નવી દિલ્હી માટે રવાના થઈ છે.
8મી અને 9મી ફ્લાઇટ પહોંચી
વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી કે, "216 ભારતીય નાગરિકો સાથે 8મી ફ્લાઈટ હંગેરીના બુડાપેસ્ટથી નવી દિલ્હી માટે રવાના થઈ." અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, "જ્યાં સુધી અમારા સાથી ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્રયાસો ચાલુ રહેશે. 218 ભારતીય નાગરિકો સાથે નવમી ઓપરેશન ગંગા ફ્લાઇટ બુકારેસ્ટથી નવી દિલ્હી માટે રવાના થઈ."
-
We will not rest till our fellow Indians are safe.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Ninth #OperationGanga flight departs Bucharest for New Delhi with 218 Indian nationals. https://t.co/uQzlBMlxi9
">We will not rest till our fellow Indians are safe.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 28, 2022
Ninth #OperationGanga flight departs Bucharest for New Delhi with 218 Indian nationals. https://t.co/uQzlBMlxi9We will not rest till our fellow Indians are safe.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 28, 2022
Ninth #OperationGanga flight departs Bucharest for New Delhi with 218 Indian nationals. https://t.co/uQzlBMlxi9
આ પણ વાંચો : યુદ્ધનો 6ઠ્ઠો દિવસ, રશિયાએ કિવમાં ફેક્યાં બોમ્બ, યુક્રેન કહ્યું- યુદ્ધ સમાપ્ત કરો
ઓપરેશન ગંગા હેઠળ અભિયાન
નોંધનીય છે કે, વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે, 182 ભારતીયોને લઈને સાતમું વિમાન રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી ટેકઓફ થયું છે. યુક્રેનની એરસ્પેસ બંધ કર્યા બાદ, ભારત તેના પડોશી દેશો રોમાનિયા, હંગેરી અને પોલેન્ડ મારફતે ત્યાં ફસાયેલા તેના નાગરિકોને બહાર કાઢી રહ્યું છે. જયશંકરે ટ્વીટ કર્યું કે, 'ઓપરેશન ગંગા હેઠળ સાતમાં વિમાને ઉડાન ભરી છે. 182 ભારતીય નાગરિકોએ બુકારેસ્ટથી મુંબઈ સુધીનો પ્રવાસ શરૂ કર્યો હતો.
-
Eighth #OperationGanga flight leaves from Budapest for New Delhi with 216 Indian nationals.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Our endeavor for everyone’s safe return continues. https://t.co/aUclKB8MJF
">Eighth #OperationGanga flight leaves from Budapest for New Delhi with 216 Indian nationals.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 28, 2022
Our endeavor for everyone’s safe return continues. https://t.co/aUclKB8MJFEighth #OperationGanga flight leaves from Budapest for New Delhi with 216 Indian nationals.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 28, 2022
Our endeavor for everyone’s safe return continues. https://t.co/aUclKB8MJF
આ પણ વાંચો : કેટલા ભારતીયો યુક્રેનથી પરત ફર્યા, જાણો અત્યાર સુધી શું થયું?
કુલ 1,396 ભારતીયોને પરત લવાયા
ભારતે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી તેના લોકોને બહાર કાઢવાના ઓપરેશનને 'ઓપરેશન ગંગા' નામ આપ્યું છે. બુકારેસ્ટથી 219 ભારતીયોને લઈને પ્રથમ વિમાન શનિવારે સાંજે મુંબઈ પહોંચ્યું હતું. યુક્રેનથી અત્યાર સુધીમાં કુલ 1,396 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે.