ETV Bharat / bharat

આંધ્રપ્રદેશનાં MLC અનંત ઉદય ભાસ્કરના ડ્રાઇવરનું શંકાસ્પદ સંજોગોમાં થયું મૃત્યુ

author img

By

Published : May 20, 2022, 1:24 PM IST

આંધ્રપ્રદેશમાં કાકીનાડા MLC અનંત (Tension in Kakinada) ઉદય ભાસ્કરના ડ્રાઇવરનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થવાનો કિસ્સો સામે (Dead Body found in MLC Car) આવ્યો છે, જેમાં ડ્રાઈવરના પરિવારે MLC પર મૃત્યુનો આરોપ લગાવ્યો છે.

Death of MLC Anant Uday Bhaskars driver
Death of MLC Anant Uday Bhaskars driver

આંધ્રપ્રદેશ: કાકીનાડા MLC અનંત ઉદય ભાસ્કરના ડ્રાઇવર સુબ્રમણ્યમનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ (Tension in Kakinada) થયું હતું. એમએલસીએ ગુરુવારે સવારે ડ્રાઇવરના મૃતદેહને (Dead Body found in MLC Car) ઘરે આપવા ગયા હતા અને બાદમાં તેણે ડ્રાઇવર સુબ્રમણ્યમના ભાઈને ફોન કરીને જાણ કરી કે, તેના ભાઈનું અકસ્માતમાં મૃત્યુ (Death of MLC Anant Uday Bhaskars driver) થયું છે.

આ પણ વાંચો: BJPનું મહામંથન : વડાપ્રધાન મોદીએ કાર્યકરોને આપ્યો આ ખાસ મંત્ર

MLC ગુસ્સે થઈ ગયા હતા: લગભગ 2 વાગ્યાની આસપાસ (શુક્રવારે સવારે), એમએલસી ડ્રાઇવરના મૃતદેહને તેની કારમાં તેના માતા-પિતા પાસે લઈ ગયો હતો અને તેમને મૃતદેહ લેવા કહ્યું હતુ. ત્યારે માતા-પિતાએ આરોપ લગાવ્યો કે જ્યારે તેઓએ તેમના પુત્રના મૃત્યુના સંજોગો વિશે પૂછપરછ કરી તો MLC ગુસ્સે થઈ ગયા હતા અને મૃતદેહ અને તેમની કાર છોડીને બીજી કારમાં રવાના થઈ ગયા હતા.

આ પણ વાંચો: બેંગ્લોર એરપોર્ટ પર બોમ્બની અફવાથી થયું ન થવાનું...

ડ્રાઈવરના પરિવારનો આરોપ: ડ્રાઈવરના પરિવારનો આરોપ છે કે, તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે અને કોઈ પણ સમજૂતી વગર લાશને કારમાં નિર્દયતાથી છોડી દેવામાં આવી છે. મૃતક સુબ્રમણ્યમ પાંચ વર્ષથી એમએલસી ઉદય ભાસ્કરમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. ઘટનાની સંપૂર્ણ વિગતો હજુ સુધી ઉપલબ્ધ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.