ETV Bharat / bharat

'તાજમહેલ કોણે બનાવ્યો, પહેલા ભણો', 22 રૂમ ખોલવા પર હાઈકોર્ટેની ફટકાર

તાજમહેલના 22 રૂમ ખોલવાની અરજી (Taj mahal controversy petition) પર જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે અરજદારને ઠપકો આપતા કહ્યું કે, પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશન (PIL) સિસ્ટમનો દુરુપયોગ ન કરો, કાલે તમે આવીને કહેશો કે અમને માનનીય જજની ચેમ્બરમાં જવાની પરવાનગી જોઈએ છે.

'તાજમહેલ કોણે બનાવ્યો, પહેલા ભણો', 22 રૂમ ખોલવા પર અરજદારને હાઈકોર્ટેની ફટકાર

author img

By

Published : May 12, 2022, 1:39 PM IST

આગરા: તાજમહેલના 22 રૂમ ખોલવાની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે અરજદારને ઠપકો આપતા કહ્યું કે, પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશન (Taj mahal controversy petition) (PIL) સિસ્ટમનો દુરુપયોગ ન કરો, કાલે તમે આવીને કહેશો કે અમને માનનીય જજની ચેમ્બરમાં જવાની પરવાનગી જોઈએ છે.

જે વિષયની તમને ખબર નથી તેના પર રિસર્ચ કરો: જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બેંચ તાજમહેલના 22 રૂમ ખોલવાની અરજી પર સુનાવણી કરી રહી છે. હાઈકોર્ટે (Taj mahal controversy allahabad high court) અરજીકર્તાને કહ્યું કે, તમે માનો છો કે તાજમહેલ શાહજહાંએ નથી બનાવ્યો? શું આપણે અહીં ચુકાદો આપવા આવ્યા છીએ? જેમ કે તેને કોણે બાંધ્યો અથવા તાજમહેલની ઉંમર કેટલી છે? હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરતા કહ્યું કે, જે વિષયની તમને ખબર નથી તેના પર રિસર્ચ કરો, એમએ કરવા જાઓ, પીએચડી કરો, જો કોઈ સંસ્થા તમને રિસર્ચ કરવા ન દે તો અમારી પાસે આવો. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, અમે આ અરજીની સુનાવણી ટાળીશું નહીં, તમે તાજમહેલના 22 રૂમની માહિતી કોની પાસેથી માંગી?

આ પણ વાંચો: Gyanvapi Mosque Controversy: શું ખરેખર મંદિરને તોડીને બનાવવામાં આવી હતી મસ્જિદ, આવો જાણીએ સમગ્ર મામલો

હાઈકોર્ટના પ્રશ્નના જવાબમાં અરજદારના વકીલે કહ્યું કે, અમે ઓથોરિટી પાસેથી માહિતી માંગી છે. તેના પર હાઈકોર્ટે કહ્યું (Chief Justice on Taj mahal) કે, જો તેઓએ કહ્યું છે કે સુરક્ષાના કારણોસર રૂમ બંધ છે તો તે માહિતી છે, જો તમે સંતુષ્ટ ન હોવ તો તેને પડકાર આપો. કૃપા કરીને તમારી જાતને MA માં દાખલ કરો પછી NET, JRF માટે જાઓ અને જો કોઈ યુનિવર્સિટી તમને આવા વિષય પર સંશોધન કરવાની મનાઈ કરે તો અમારી પાસે આવો.

આ પણ વાંચો: છેતરપિંડીનો રાજા.. આંધ્રપ્રદેશના યુવકે 1000થી વધુ મહિલાઓ પાસેથી 10 કરોડ રૂપિયા લૂંટ્યા

અરજદારે કહ્યું કે કૃપા કરીને મને તે રૂમમાં જવા દો. જેના પર હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરતા કહ્યું કે કાલે તમે આવીને અમને માનનીય જજોની ચેમ્બરમાં જવાનું કહેશો? મહેરબાની કરીને પીઆઈએલ સિસ્ટમની મજાક ન કરો, આ અરજી ઘણા દિવસોથી મીડિયામાં ચર્ચામાં છે અને હવે તમે સમય માંગી રહ્યા છો? આ પછી હાઈકોર્ટે સુનાવણી માટે 2 વાગ્યાનો સમય નક્કી કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.