ETV Bharat / bharat

Supreme Court: જ્ઞાનવાપીમાં ASI સર્વે પર સુપ્રીમ કોર્ટે 26 જુલાઈ સુધી પ્રતિબંધ મૂક્યો

author img

By

Published : Jul 24, 2023, 12:20 PM IST

Updated : Jul 24, 2023, 12:27 PM IST

સુપ્રિમ કોર્ટે જ્ઞાનવાપીમાં ASI સર્વે પર 26 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધી પ્રતિબંધ મૂક્યો છે. જિલ્લા કોર્ટના સર્વેના નિર્ણયને પડકારવા કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં જવા માટે સમય આપ્યો છે.

Etv Bharat
Etv Bharat

નવી દિલ્હી: જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે ASIના સર્વે પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ 26 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધી રહેશે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને આજે જ હાઈકોર્ટનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ કહ્યું કે સ્ટેની તારીખ પુરી થાય તે પહેલા હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરવી જોઈએ.

  • #WATCH | "We will abide by the court order," says DM Varanasi after Supreme Court orders stay on ASI survey of Gyanvapi Mosque complex till 5pm on 26th July. pic.twitter.com/HLyimZZ154

    — ANI (@ANI) July 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મુસ્લિમ પક્ષે દાખલ કરી હતી અરજી: સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તેની અપીલમાં મુસ્લિમ પક્ષે કહ્યું કે શુક્રવારે ASI સર્વેનો આદેશ આપવામાં આવ્યો હતો. અમને અપીલ કરવાની તક પણ આપવામાં આવી ન હતી. આજે સવારે 7 વાગ્યાથી સર્વે શરૂ થઈ ગયો છે. મુસ્લિમ પક્ષે કહ્યું કે અમને બે દિવસનો સમય આપવામાં આવે જેથી અમે ASIના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારી શકીએ.

ASIની ટીમ સર્વે કરવા જ્ઞાનવાપી પહોંચી: આજે જિલ્લા ન્યાયાધીશના આદેશનું પાલન કરીને ASIની ટીમ સર્વે કરવા જ્ઞાનવાપી પહોંચી હતી. ASIએ સર્વે માટે ચાર ટીમો બનાવી હતી. સર્વે કરવા માટે ચારેય ટીમો અલગ-અલગ જગ્યાએ પહોંચી હતી. પ્રથમ ટીમ પશ્ચિમી દિવાલ પાસે હતી. 1 ટીમ ગુંબજનું સર્વે કરી રહી હતી. 1 ટીમ મસ્જિદના પ્લેટફોર્મનું સર્વે કરી રહી હતી અને 1 ટીમ પરિસરનું સર્વે કરી રહી હતી. આથી મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

મુસ્લિમ પક્ષ હવે હાઈકોર્ટ જશે: તેના પર સોલિસિટર જનરલે કહ્યું કે અમે વાત કરી છે. એક સપ્તાહ સુધી જ્ઞાનવાપી કેમ્પસમાં ખોદકામ વગેરે થશે નહીં. એક ઈંટ પણ હટાવવામાં આવી નથી. સર્વે, વિડીયોગ્રાફી અને મેપીંગ વગેરે કામગીરી કરવામાં આવી રહી છે. તેના પર CJIએ કહ્યું કે પછી અમે ASIનું નિવેદન રેકોર્ડ કરીશું અને મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઈકોર્ટમાં જવાની મંજૂરી આપીશું. સોલિસિટર જનરલે કહ્યું કે અત્યારે એવું કંઈ નથી થઈ રહ્યું, જેનાથી ધાર્મિક પાત્ર બદલાઈ જાય. મુસ્લિમ પક્ષ બે-ત્રણ દિવસમાં હાઈકોર્ટમાં જઈ શકે છે.

  1. જ્ઞાનવાપી બાદ શું હવે આ મસ્જિદનો વારો? હિન્દુ સંગઠનોએ ધમકી આપતા જામિયામાં પોલીસના ધાડેધાડા
  2. આ રીતે 353 વર્ષ પહેલા શરુ થયો જ્ઞાનવાપી વિવાદ, રાજા હરિશ્ચંદ્રએ કરાવ્યું હતું નિર્માણ
Last Updated :Jul 24, 2023, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.