ETV Bharat / bharat

Longest day of the year - જાણો 21 જૂને તમારા શહેરમાં દિવસ કેટલો લાંબો હશે ?

author img

By

Published : Jun 21, 2021, 4:54 PM IST

Updated : Jun 21, 2021, 5:01 PM IST

Longest day of the year
Longest day of the year

તાજેતરમાં જ 20 માર્ચના રોજ ભારતમાં લોકોએ દિવસ અને રાત એક સરખા હોવાનો અનુભવ કર્યા બાદ આજે એટલે કે 21 જૂનના રોજ ભારત સહિત વિશ્વના ઉત્તર ગોળાર્ધના દેશો માટે સૌથી લાંબો દિવસ (Longest day of the year) છે. વર્ષના 365 દિવસોમાં આ જ દિવસ શા માટે સૌથી લાંબો છે અને તમારા શહેરમાં દિવસ કેટલો લાંબો હશે, જાણો આ અહેવાલમાં...

  • 21 જૂન છે Longest day of the year
  • ઉત્તર ગોળાર્ધ પર જોવા મળશે સૌથી લાંબો દિવસ
  • 21 જૂન બાદ દિવસની લંબાઈ ઘટવાની થશે શરૂ

ન્યૂઝ ડેસ્ક : દિવસની લંબાઈ ચંદ્રની દિશા, ગતિ, સૂર્ય તરફ પૃથ્વીનો ઝૂકાવ અને સૂર્યની પરિભ્રમણ ગતિ જેવા પરિબળો પર આધારિત હોય છે જે સતત બદલાતા રહે છે. સૂર્ય પણ પૃથ્વીની જેમ પોતાની ધરી પર પરિભ્રમણ કરતો હોવાથી વર્ષ દરમિયાન જેમ જેમ સૂર્ય ઉત્તર તરફ ખસતો જાય છે, તેમ તેમ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. 21 જૂનના રોજ સૂર્ય અને પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ વચ્ચે સૌથી વધુ અંતર હોવાથી દિવસની લંબાઈ વધારે રહે છે. જેના કારણે આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ (Longest day of the year) છે.

જાણો ક્યા શહેરમાં કેટલો લાંબો હશે દિવસ

શહેરસૂર્યોદયસૂર્યાસ્તદિવસની લંબાઈ
અમદાવાદ5:557:2813:33 કલાક
સુરત5:587:2313:25 કલાક
રાજકોટ6:047:3413:30 કલાક
વડોદરા5:547:2413:30 કલાક
જામનગર6:067:3713:31 કલાક
જૂનાગઢ6:077:3313:25 કલાક
પોરબંદર6:107:3713:27 કલાક
નવી દિલ્હી5:237:2113:58 કલાક
મુંબઈ6:027:1813:16 કલાક
ચેન્નઈ5:436:3712:53 કલાક

વર્ષમાં 2 વખત થાય છે આવી ઘટના

સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધમાં દિવસની લંબાઈ વધતી જતી હોય છે અને રાત ટૂંકી થતી હોય છે. સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે. આ દિવસો છે 21 જૂન અને 21 ડિસેમ્બર. 21 જૂનના રોજ સૌથી લાંબો દિવસ (Longest day of the year) હોય છે. 22 જૂનથી દિવસની લંબાઈ ઘટવાની શરૂઆત થાય છે. જ્યારે 21 ડિસેમ્બરના રોજ સૌથી ટૂંકો દિવસ (Shortest day of the year) હોય છે. જ્યારબાદથી દિવસની લંબાઈ વધવાની શરૂ થાય છે. 21 જૂનથી સમર સોલ્સટીસ (Summer Solstice) ની શરૂઆત થાય છે. જ્યારે 21 ડિસેમ્બરથી વિન્ટર સોલ્સટીસ (Winter Solstice) ની શરૂઆત થાય છે.

21 જૂન અને યોગ દિવસનું કનેક્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધતી વખતે કહ્યું હતું કે, 21 જૂનના દિવસે સૂર્ય વહેલો ઉગે છે અને મોડેથી આથમે છે. આ દિવસ ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ હોય છે. આ ઉપરાંત ભારતમાં આ દિવસ ગ્રીષ્મકાલીન સંક્રાંતિનો પણ દિવસ હોય છે. જ્યારબાદ 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

Last Updated :Jun 21, 2021, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.