ETV Bharat / bharat

મોહમ્મદ ઝુબેરની મુશ્કેલીમાં થયો વધારો, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે લગાવી નવી કલમો

author img

By

Published : Jul 2, 2022, 1:23 PM IST

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ લગાવી નવી કલમો
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ લગાવી નવી કલમો

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે (Special Cell of Delhi Police) બેંગ્લોરમાં મોહમ્મદ ઝુબેરના (New Clauses Imposed Against Zuber) ઘરેથી મોબાઈલ ફોન અને હાર્ડ ડિસ્ક જપ્ત કરી છે. આ પછી, સ્પેશિયલ સેલે ઝુબેર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની FCRAની કલમ 201, 120B, 35 ઉમેરી છે. પોલીસે ઝુબેર પર પુરાવાનો નાશ કરવાનો, કાવતરું ઘડવાનો અને વિદેશી દાન લેવાનો આરોપ લગાવ્યો છે.

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે (Special Cell of Delhi Police) પત્રકાર અને ફેક્ટ ચેક વેબસાઈટ Alt ન્યૂઝના સ્થાપક મોહમ્મદ ઝુબેર (New Clauses Imposed Against Zuber) વિરુદ્ધ નવી કલમો ઉમેરી છે. ઝુબેરની પોલીસ કસ્ટડી આજે સમાપ્ત થઈ રહી હતી, ત્યારબાદ તેને પટિયાલા હાઉસ કોર્ટના (Patiala House court) ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સ્નિગ્ધા સરવરિયાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: એવું તો થયું કે મહિલાને વાંસ અને કપડાની બનેલી પાલખીમાં લઈ ગયા હોસ્પિટલ

કોર્ટ ઝુબેરે કરેલી જામીન અરજી પર સુનાવણી કરશે : ઝુબેર તરફથી એડવોકેટ વૃંદા ગ્રોવર જ્યારે દિલ્હી પોલીસ તરફથી વિશેષ સરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવ હાજર થઈ રહ્યા છે. કોર્ટ આજે (શનીવારે) ઝુબેરે કરેલી જામીન અરજી પર પણ સુનાવણી કરશે. દિલ્હી પોલીસે ઝુબેરની 14 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી છે.

ઝુબેરે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો : 28મી જૂને કોર્ટે ઝુબેરને તારીખ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. ઝુબેરની 27 જૂને ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડી સામે ઝુબેરે દિલ્હી હાઈકોર્ટનો પણ સંપર્ક કર્યો હતો. 1 જુલાઈના રોજ ઝુબેરની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે કોઈ રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી હતી.

દિલ્હી હાઈકોર્ટે ઝુબેરને સુરક્ષા આપી હતી : ઝુબેર વતી એડવોકેટ વૃંદા ગ્રોવરે કહ્યું હતું કે, દિલ્હી હાઈકોર્ટે 2019માં ઝુબેરને સુરક્ષા આપી હતી. તે કિસ્સામાં, દિલ્હી પોલીસે તપાસને લઈને સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો અને કહ્યું હતું કે, ઝુબેરના ટ્વીટમાં કંઈ ખોટું નથી. ગ્રોવરે કહ્યું કે, FIR નંબર 194/2020માં ઝુબેરને 27 જૂને નોટિસ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. 27મી જૂને સાંજે 5 વાગ્યે પૂછપરછ શરૂ થઈ હતી. પૂછપરછ બાદ ઝુબેરની ધરપકડ કરવામાં આવી હતી.

કલમ 153A વધુમાં વધુ ત્રણ વર્ષની સજા : વૃંદા ગ્રોવરે કહ્યું કે, ધરપકડ કર્યા બાદ તેને ડ્યુટી મેજિસ્ટ્રેટ પાસે લઈ જવામાં આવી હતી, જ્યાં દિલ્હી પોલીસે સાત દિવસની કસ્ટડીની માંગણી કરી હતી, પરંતુ ડ્યુટી મેજીસ્ટ્રેટે એક દિવસની પોલીસ કસ્ટડીનો હુકમ કર્યો હતો. ગ્રોવરે કહ્યું કે, FIRમાં ભારતીય દંડ સંહિતાની કલમ 153A અને 295 લગાવવામાં આવી છે. કલમ 153A વધુમાં વધુ ત્રણ વર્ષની સજા અને કલમ 295માં મહત્તમ બે વર્ષની સજાની જોગવાઈ છે.

ગ્રોવરે કહ્યું દરેક કેસમાં આરોપીને રક્ષણ મળ્યું છે : દિલ્હી પોલીસે કહ્યું હતું કે, આજકાલ પ્રખ્યાત થવા માટે ધાર્મિક વિરોધનો ટ્રેન્ડ બની ગયો છે. દિલ્હી પોલીસે કહ્યું હતું કે, આરોપીના મોબાઈલમાંથી તમામ એપ્સ ડિલીટ કરી દેવામાં આવી છે. તેઓ ખાલી ફોન લઈને આવ્યા હતા. ત્યારે ગ્રોવરે કહ્યું હતું કે, આ બીજો કેસ છે, તે બીજો હતો. દરેક કેસમાં આરોપીને રક્ષણ મળ્યું છે. તેમણે કહ્યું કે, જો દિલ્હી પોલીસ આરોપો લગાવી રહી છે તો તેમને જણાવો.

આરોપી તપાસમાં સહકાર આપી રહ્યો નથી : દિલ્હી પોલીસે કહ્યું હતું કે, ફરિયાદી માત્ર એક બાતમીદાર છે, તે અનામી નથી. તેની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ છે. વિગતો વિના કોઈ ટ્વિટર એકાઉન્ટ ચલાવી શકે નહીં. દિલ્હી પોલીસે કહ્યું કે, તેણે લેપટોપ અને તે ઉપકરણને પુનઃપ્રાપ્ત કરવું પડશે જ્યાંથી તે પોસ્ટ કરવામાં આવ્યું હતું. આરોપી તપાસમાં સહકાર આપી રહ્યો નથી. તેથી પોલીસે પૂછપરછ માટે પાંચ દિવસના રિમાન્ડ મેળવવા જોઈએ.

આ પણ વાંચો: દિલ્હીથી જબલપુર જઈ રહેલા સ્પાઈસજેટ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ,કેબિનમાં ફેલાયો ધુમાડો

27 જૂને ઝુબેરની કરાઈ હતીધરપકડ : પોલીસના જણાવ્યા અનુસાર, ઝુબેરને 27 જૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. પૂછપરછ બાદ 27 જૂનની સાંજે ઝુબેરની ધરપકડ કરવામાં આવી હતી. તે પછી, તેને રાત્રે જ બુરારીમાં ડ્યુટી મેજિસ્ટ્રેટના ઘરે હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં ડ્યુટી મેજિસ્ટ્રેટે તેને એક દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.