ETV Bharat / bharat

સંતાનોએ ઘરમાં પોતાના પિતાની મૂર્તિ સ્થાપિત કરી, પ્રેરણાદાયી બન્યો કિસ્સો

author img

By

Published : Jun 11, 2022, 8:55 PM IST

Updated : Jun 11, 2022, 9:36 PM IST

આજના ડિજિટલ યુગમાં વૃદ્ધાશ્રમોની (Old Age Homes in Societies) સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ પણ સમાજની કડવી પણ સ્વીકારવી પડે એવી હકીકત છે. પણ ઘણા એવા પરિવારો પણ છે જે એમના માતા પિતા તથા અન્ય વડીલોને (Takes Care of mother father) એક અનોખા વ્હાલથી સાચવે છે. આવો જ એક કિસ્સો કર્ણાટક રાજ્યમાંથી સામે આવ્યો છે. જેમાં સંતાનોએ પોતાના પિતાની મૂર્તિ મૂકાવી હતી.

સંતાનોએ ઘરમાં પોતાના પિતાની મૂર્તિ સ્થાપિત કરી,પ્રેરણા મળે એવું છે કારણ
સંતાનોએ ઘરમાં પોતાના પિતાની મૂર્તિ સ્થાપિત કરી,પ્રેરણા મળે એવું છે કારણ

કોપ્પાલ: આધુનિક સમયમાં બાળકો વૃદ્ધાવસ્થામાં તેમના માતાપિતાની સેવા કરવાને બદલે વૃદ્ધ માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવાનું ચલણ વધી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, કર્ણાટકના કોપ્પાલમાંથી ચારેય ભાઈઓએ (Pujara family Karnataka) તેમના પિતાને તેમના અંતિમ દિવસો સુધી પ્રેમથી સંભાળ્યા હતા. હવે તેમની સ્મૃતિમાં પ્રતિમા (build a statue of late father) સ્થાપિત કરીને તેઓ આદર્શ બન્યા છે. આ કિસ્સાની ચર્ચા સમગ્ર કોપ્પાલમાં થઈ રહી છે.

સંતાનોએ ઘરમાં પોતાના પિતાની મૂર્તિ સ્થાપિત કરી,પ્રેરણા મળે એવું છે કારણ
સંતાનોએ ઘરમાં પોતાના પિતાની મૂર્તિ સ્થાપિત કરી,પ્રેરણા મળે એવું છે કારણ

આ પણ વાંચો: ગુજરાત સરકાર મંદિર અને મજાર બન્નેને અલગ ત્રાજવે તોલે છે: VHP મહામંત્રી

કોણ છે આ પરિવાર: કોપ્પલ તાલુકાના કૂકનાપલ્લી ગામના પૂજારા પરિવારના ભાઈઓ કૃષ્ણપ્પા, બેટ્ટડપ્પા, હનુમંથપ્પા અને નાગરાજ દરરોજ તેમના પિતા થિમ્મ્ન્ના પૂજારાની પ્રતિમાની પૂજા અર્ચના કરે છે. આ સંતાનોએ એમના પિતાની મૂર્તિ તૈયાર કરાવીને સ્થાપિત કરી છે. થિમ્ન્ના પૂજારા કુકનાપલ્લી ગામમાં મંદિરના પૂજારી હતા, જેમણે પોતાનું જીવન અન્ય લોકોને મદદ કરીને જીવ્યું હતું. એમના સંતાનોએ કહ્યું કે ભગવાને અમને અમારા પિતા થકી આટલા સારા અને સાચા બનાવ્યા છે.

આ પણ વાંચો: ભારતીય ફોરેક્સ રિઝર્વમાં 306 મિલિયન ડોલર ઘટીને ડોલર 601 બિલિયન ડોલરનો થયો ઘટાડો

દરરોજ પૂજા થાય: માત્ર મૂર્તિની સ્થાપના જ નહીં પરંતુ મૂર્તિની આસપાસ ભગવાનના રૂમ તરીકે શણગારવામાં આવ્યું છે. પરિવારના સભ્યો દરરોજ પૂજા કરે છે. વર્ષ 2005 માં તેમનું અવસાન થયું હતું. તે સમયે વિવિધ નાણાકીય અવરોધોને કારણે પ્રતિમા સ્થાપિત થઈ શકી ન હતી. પરંતુ, તેમના સામાજિક કાર્યોની યાદમાં તેમના જીવનને યાદ કરવા માટે તમામ ભાઈઓએ પિતાની પ્રતિમા 12 વર્ષ પછી બનાવડાવી છે. અમારા પિતા હંમેશા અમારા માટે ખૂબ જ યાદગાર છે. તેમની સાથેની દરેક મેમરીઝ અમને કાયમ યાદ રહેશે. તેથી અમે તેમની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો. આ માટે સંતાનોએ રૂપિયા 50 હજારનો ખર્ચ કર્યો હતો. આ ઉપરાંત પોતાની ખેતીની જમીન પર પિતાની મૂર્તિ તૈયાર કરાવી હતી.

Last Updated :Jun 11, 2022, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.