ETV Bharat / bharat

ધારાસભ્ય વિશ્વેન્દ્રસિંહના પુત્રએ કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ

author img

By

Published : May 3, 2021, 10:17 AM IST

ધારાસભ્ય વિશ્વેન્દ્રસિંહના પુત્રએ કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ
ધારાસભ્ય વિશ્વેન્દ્રસિંહના પુત્રએ કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ

રાજસ્થાનની ત્રણ બેઠકો પર પેટાચૂંટણીના પરિણામ સ્વરૂપે ભાજપ માત્ર એક બેઠક પર જ જીત મેળવી શકી છે. પાયલોટ જૂથના ધારાસભ્ય વિશ્વેન્દ્ર સિંહના પુત્રએ ટ્વીટ કરીને ભાજપની આ જીતને અભિનંદન આપ્યા હતા, પરંતુ તેમના આ ટ્વિટથી રાજકીય કોરિડોરમાં ચર્ચા વધુ તીવ્ર બની છે.

  • શાસક કોંગ્રેસ ધારાસભ્યના પુત્રએ કોંગ્રેસ પાર્ટી પર જ અનેક સવાલો ઉઠાવ્યા હતા
  • 3 બેઠકોની પેટાચૂંટણીના પરિણામોમાં એકમાત્ર રાજસમંદ બેઠક પર ભાજપનો વિજય થયો હતો
  • ભાજપના સ્થાનિક સાંસદ અને જયપુર શાહી પરિવારના સભ્ય દિયા કુમારીને અભિનંદન આપ્યા હતા

જયપુરઃ રાજ્યની 3 બેઠકોની પેટાચૂંટણીના પરિણામોમાં એકમાત્ર રાજસમંદ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય વિશ્વેન્દ્ર સિંહના પુત્ર અનિરુદ્ધનું એક ટ્વિટ રાજકીય કોરિડોરમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ ટ્વિટ દ્વારા શાસક કોંગ્રેસ ધારાસભ્યના પુત્રએ કોંગ્રેસ પાર્ટી પર જ અનેક સવાલો ઉઠાવ્યા હતા.

ગોરખપુરની એઇમ્સમાં 30 બેડનો કોવિડ વોર્ડ શરૂ કરાશે
ગોરખપુરની એઇમ્સમાં 30 બેડનો કોવિડ વોર્ડ શરૂ કરાશે

આ પણ વાંચોઃ કોંગ્રેસના ધારાસભ્ય શકુંતલા સાહુએ મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલના ટ્વીટ પર ઉઠાવ્યા છે સવાલ

લોકશાહીને દબાવવા માટે શાસક પક્ષના તમામ પ્રયાસો છતાં ભાજપે જીત મેળવી

હકીકતમાં, પૂર્વ મુખ્યપ્રધાન સચિન પાયલોટ શિબિરના કોંગ્રેસના ધારાસભ્ય વિશ્વેન્દ્ર સિંહના પુત્ર અનિરુદ્ધે રાજસમંદ બેઠક પર ભાજપની જીત માટે ભાજપના સ્થાનિક સાંસદ અને જયપુર શાહી પરિવારના સભ્ય દિયા કુમારીને અભિનંદન આપ્યા હતા, પરંતુ આ અભિનંદન દરમિયાન જ અનિરુદ્ધે પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, લોકશાહીને દબાવવા માટે શાસક પક્ષના તમામ પ્રયાસો છતાં ભાજપ જીત મેળવવામાં સફળ રહ્યું.

આ પણ વાંચોઃ રાજસ્થાનની 3 વિધાનસભા પેટા-ચૂંટણીમાં રચાયો ઈતિહાસ

અનિરુદ્ધનું ટ્વિટ રાજકીય કોરિડોરમાં ચર્ચાનો વિષય બન્યુ

અનિરુદ્ધે આ જીત માટે દીયા કુમારીને તેની મોટી બહેન બતાવીને શુભકામનાઓ પાઠવી હતી. હવે અનિરુદ્ધનું આ ટ્વિટ રાજકીય કોરિડોરમાં ચર્ચાનો વિષય બની ગયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.