ETV Bharat / bharat

અમરનાથયાત્રાનું ઑનલાઇન રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું

author img

By

Published : Apr 22, 2021, 5:39 PM IST

અમરનાથયાત્રાનું ઑનલાઇન રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું
અમરનાથયાત્રાનું ઑનલાઇન રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું

દેશમાં કોરોનાના વધતા કેસ નવો વિક્રમ બનાવે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમરનાથની યાત્રાનું ઑનલાઇન રજીસ્ટ્રેશન અત્યારે રદ્દ કરવામાં આવ્યું છે.

  • કોરોની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
  • પરિસ્થિતિ સામાન્ય થતાં ફરી થશે શરૂ થશે રજીસ્ટ્રેશન
  • 28 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા

હૈદરાબાદ: દેશમાં જે રીતે કોરોનાની સ્થિતિ વકરી રહી હતી છે. તેને ધ્યાનમાં રાખીને અમરનાથની યાત્રાનું રજીસ્ટ્રેશન થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે તેવી તંત્ર દ્વારા ગુરુવારે જાહેરાત કરવામાં આવી છે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ (SASB)એ જણાવ્યું હતું કે તેઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છે જ્યારે પરિસ્થિતિ ફરી સામાન્ય થઇ જશે ત્યારે તેઓ ફરીથી રજીસ્ટ્રેશન શરૂ કરશે. અગાઉ તેઓએ જાહેરાત કરવામાં આવી હતી કે 15 એપ્રિલથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે.

28 જૂનથી શરૂ થશે યાત્રા

વાર્ષિક 56 દિવસ ચાલનારી અમરનાથ યાત્રા કોવિડ -19ના પ્રોટોકોલ પ્રમાણે 28 જૂનથી શરૂ થવાની છે અને પરંપરા અનુસાર રક્ષાબંધનના દિવસે 22 ઑગસ્ટે પૂર્ણ થશે. લિદ્દર ઘાટીથી અંત સુધીમાં અમરનાથ શ્રાઇન 3,888 મીટર છે. પહલગામથી તે 46 કિલોમીટર દૂર છે અને બાલતાલથી તે 14 કિલોમીટર દૂર છે. પવિત્ર ગુફા સુધી જવાના બે રસ્તા છે. જમ્મુ - પહેલ ગામ - પવિત્ર ગુફા અને જમ્મુ - બાલતાલ - પવિત્ર ગુફા. બાકીનો રસ્તો 414 કિલોમીટર લાંબો છે. પહેલા તબક્કાનો રસ્તો ઘાટીઓ અને ઝરણાં પાસેથી પસાર થાય છે અને બીજા તબક્કાનો રસ્તો સાંકડો થતો જોય છે અને ખાડીઓમાંથી પસાર થાય છે.

વધુ વાંચો: સુપ્રીમ કોર્ટના 15 ન્યાયાધીશો કોરોના પોઝિટિવ

ગત વર્ષે 3 લાખથી વધારે શ્રદ્ધાળુએ કર્યા હતા દર્શન

SASBએ જણાવ્યું હતું કે ગત વર્ષે કોવિડ - 19ની સ્થિતિને જોઇને અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી હતી. 2019માં 3,42,883 દર્શનાર્થીઓએ અમરનાથની યાત્રાનો લાભ લીધો હતો. જ્યારે 2018માં 2,85,006 શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.

વધુ વાંચો: સાવધાન ! આ સામાન્ય લક્ષણો સાથે તમે હોઇ શકો છો કોરોના પોઝિટિવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.