મહારાષ્ટ્રના મુખ્ય ન્યાયાધીશની કરવામાં આવશે નિમણૂક જાણો કોણ હશે...

author img

By

Published : Aug 5, 2022, 2:28 PM IST

મહારાષ્ટ્રના મુખ્ય ન્યાયાધીશની કરવામાં આવશે નિમણૂક જાણો કોણ હશે...

ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એનવી રમનાએ (Chief Justice of India Justice NV Ramana) ગુરુવારે તેમના અનુગામી તરીકે જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના (Senior Supreme Court Judge Justice Uday Umesh Lalit) નામની ઔપચારિક ભલામણ કરી હતી. એનવી રમના આ મહિને નિવૃત્ત થવાના છે.

મુંબઈ: સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત (Senior Supreme Court Judge Justice Uday Umesh Lalit) ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) બનવાની લાઇનમાં છે. વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત 'ટ્રિપલ તલાક' પરના ચુકાદા સહિત વિવિધ સીમાચિહ્નરૂપ ચુકાદાઓનો ભાગ છે. એનવી રમણા 26 ઓગસ્ટ 2022ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત જેવો જ લઠ્ઠાકાંડ સર્જાયો આ રાજ્યામાં, 7 લોકોનો લેવાયો ભોગ

વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત સિનિયર એડવોકેટ હતા : સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉદય લલિતનું મૂળ ગામ સિંધુદુર્ગ જિલ્લાના વિજયદુર્ગ નજીક ગિરીયે છે. આજે પણ આ ગામમાં આઠથી દસ લલિત પરિવારો વસે છે. લલિતના પરિવારમાં પેઢીઓથી વકીલાત ચાલી રહી છે. તેમના દાદા, ચાર કાકા અને પિતા બધા વકીલ હતા. ઉદય લલિતના દાદા કાયદાની પ્રેક્ટિસ કરવા આપ્ટેથી સોલાપુર ગયા. તેમના દાદી 'LCPS' ડૉક્ટર હતા, જે તે સમયે ભારતના થોડા મહિલા ડૉક્ટરોમાંના એક હતા. ઉદય લલિતના પિતા એડ. ઉમેશ લલિત બોમ્બે હાઈકોર્ટ દ્વારા નામાંકિત સિનિયર એડવોકેટ પણ હતા. તેઓ 1974 થી 1976 સુધી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચના પૂર્વ એડિશનલ જજ હતા. આ પૃષ્ઠભૂમિમાં, તેણે મુંબઈમાં તેનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું.

2004માં સુપ્રીમ કોર્ટે ઉદય લલિતને વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કર્યા હતા : 2004માં સુપ્રીમ કોર્ટે ઉદય લલિતને વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કર્યા હતા. તેમણે દેશભરમાં ઘણા મહત્વપૂર્ણ કેસોમાં તેમની વકીલાતની કુશળતાની છાપ છોડી છે. તેમણે દેશભરની મોટાભાગની હાઈકોર્ટમાં વિદ્વતાપૂર્ણ દલીલો કરી છે. સાત વર્ષ સુધી તેઓ સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારની પેનલમાં વરિષ્ઠ વકીલ હતા. અત્યાર સુધીમાં તેમણે દેશની લગભગ 14 રાજ્ય સરકારો વતી સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યા છે.

આ પણ વાંચો: વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીની કરાઇ અટકાયત

સગીર સાથે શારીરિક સંપર્ક કરવો એ ગુનો ગણાશે : ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો હતો. જસ્ટિસ લલિત તે બંધારણીય બેંચના સભ્ય હતા. તેમણે ત્રાવણકોર રાજવી પરિવારના શ્રી પદ્મનાભસ્વામી મંદિરનું સંચાલન અદાલત દ્વારા નિયુક્ત વહીવટી સમિતિને સોંપવાનો આદેશ આપતી બેંચનું પણ નેતૃત્વ કર્યું હતું. ગયા વર્ષે, તેમની આગેવાની હેઠળની બેન્ચે બોમ્બે હાઈકોર્ટના વિવાદાસ્પદ 'સ્કિન-ટુ-સ્કિન' ચુકાદાને ઉથલાવી દીધો હતો અને કહ્યું હતું કે જાતીય હેતુઓ માટે સગીર સાથે શારીરિક સંપર્ક કરવો એ ગુનો ગણાશે. લલિતનો જન્મ 9 નવેમ્બર 1957ના રોજ થયો હતો. લલિતે જૂન 1983માં એડવોકેટ તરીકે નોંધણી કરી અને ડિસેમ્બર 1985 સુધી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી. તેણે જાન્યુઆરી 1986માં દિલ્હીમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેમણે ભૂતપૂર્વ એટર્ની જનરલો સાથે પણ કામ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.