ETV Bharat / bharat

Salman Khan Birthday: બોલીવુડના 'ભાઈજાન'નો જન્મ દિવસ, 58 વર્ષના થયાં સલમાન ખાન

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 27, 2023, 9:47 AM IST

બોલીવુડના 'ભાઈજાન'નો જન્મ દિવસ
બોલીવુડના 'ભાઈજાન'નો જન્મ દિવસ

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન આજે તેમનો 58મો જન્મદિવસ મનાવી રહ્યાં છે. સલમાન સાથે તેની ભત્રીજી આયતનો પણ આજે જન્મદિવસ છે. સલમાન ખાન અને તેની ભત્રીજી આયતે 27 ડિસેમ્બરે તેમનો જન્મદિવસ એકસાથે ઉજવ્યો હતો, જેમાં બોબી દેઓલ, અરબાઝ ખાન, અરહાન ખાન સહિત ઘણા લોકોએ હાજરી આપી હતી.

મુંબઈઃ સલમાન ખાન આજે 27મી ડિસેમ્બરે પોતાનો 58મો જન્મદિવસ મનાવી રહ્યાં છે. આજે ખાન પરિવારમાં ન માત્ર ભાઈજાનનો પરંતુ તેની ભત્રીજી, તેની બહેન અર્પિતા અને આયુષની પુત્રી આયતનો પણ જન્મદિવસ છે. આ ખાસ અવસર પર સલમાન ખાન અને તેની ભત્રીજીએ તેમનો જન્મદિવસ એકસાથે સેલિબ્રેટ કર્યો હતો. જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ખાસ દિવસે એનિમલ સ્ટાર બોબી દેઓલ પણ હાજર રહ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર સલમાન ખાન સાથેની તસવીરો શેર કરી અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.

58 વર્ષના થયાં સલમાન ખાનઃ સલમાન ખાને પોતાના 58માં જન્મદિવસ પર તેની ભત્રીજી આયત સાથે કેક કાપીને તેના ખાસ દિવસની ઉજવણી કરી હતી. જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઉજવણીમાં સલમાન ખાન અને તેની ભત્રીજી સાથે બહેન અર્પિતા ખાન, આયુષ શર્મા, અરબાઝ ખાન, અરહાન ખાન, હેલન, અલવીરા ખાન અગ્નિહોત્રી, લુલિયા વંતુર, બોબી દેઓલ અને ઘણા મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી.

બર્થડે પાર્ટીઃ એક વીડિયોમાં સલમાન ખાન, હેલન, અર્પિતા, આયુષ આયતના કેક કટિંગ વખતે બર્થડે ગીત ગાતા જોઈ શકાય છે. અન્ય એક વીડિયોમાં અર્પિતા તેની પુત્રી આયતને કેક ખવડાવતી જોવા મળી હતી.આ દરમિયાન અર્પિતા આયતને કાકા સલમાનને કેક ખવડાવવાનું કહેતી જોઈ શકાય છે. આ પછી અર્પિતાએ તેના ભાઈ સલમાનને કેક ખવડાવી. તે જ સમયે, સલમાન તેની પ્રિય ભત્રીજીને કેક ખવડાવતો પણ જોવા મળ્યો હતો. ચાહકો કાકા અને ભત્રીજીના જન્મદિવસની ઉજવણીનો વીડિયો પસંદ કરી રહ્યા છે.

બોબી દેઓલે આપી ખાસ હાજરીઃ બોબી દેઓલે સલમાન ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.એનિમલ સ્ટાર બોબી દેઓલે પણ સલમાન ખાન અને તેની ભત્રીજીની બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી. બોબીએ સલમાન ખાન સાથે બર્થડે પાર્ટીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે - 'મામુ આઈ લવ યુ'. પહેલી તસવીરમાં બોબી દેઓલ સેલ્ફી લેતી વખતે સલમાન ખાનને કિસ કરતો જોવા મળ્યો હતો. જ્યારે બીજી તસવીરમાં બંને હસતાં અને કેમેરા સામે પોઝ આપતાં જોઈ શકાય છે. આ પોસ્ટ પર, સનીએ રેડ હાર્ટ ઇમોજીસ શેર કર્યા અને બંનેના વખાણ કર્યા.

  1. Arbaaz Khan Shura Khan Wedding : 'તેરે મસ્ત-મસ્ત દો નૈન' પર નવી ભાભી સાથે સલમાન ખાને કર્યો જોરદાર ડાન્સ, જુઓ વીડિયો...
  2. Dunki Box Office Collection Day 3 : શાહરુખ ખાનની 'ડંકી' 100 કરોડની નજીક, જાણો રાજકુમાર હિરાનીની ફિલ્મે 3 દિવસમાં કેટલી કમાણી કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.