ETV Bharat / bharat

લાલુપ્રસાદ યાદવે અમિત શાહ પર નિશાન સાધ્યું, જમ્મુ કાશ્મીર અંગેના નિવેદન પર વળતો પ્રહાર કર્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2023, 3:10 PM IST

લાલુપ્રસાદ યાદવે અમિત શાહ પર નિશાન સાધ્યું, જમ્મુ કાશ્મીર અંગેના નિવેદન પર વળતો પ્રહાર કર્યો
લાલુપ્રસાદ યાદવે અમિત શાહ પર નિશાન સાધ્યું, જમ્મુ કાશ્મીર અંગેના નિવેદન પર વળતો પ્રહાર કર્યો

આરજેડી પ્રમુખ લાલુ યાદવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના જમ્મુ-કાશ્મીર અંગેના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે ત્યાં જે પણ હુમલા થઈ રહ્યા છે તેના માટે અમિત શાહ જવાબદાર છે. આ સાથે તેમણે કહ્યું કે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન લોકસભા ચૂંટણી 2024 માટે સંપૂર્ણ રીતે એકજૂટ છે. Lalu Yadav Attacked Amit Shah:

પટના : આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવે અમિત શાહ પર જોરદાર શબ્દ પ્રહારો કર્યા છે. તેમણે જમ્મુ કાશ્મીરની સ્થિતિ માટે કેન્દ્રીય ગૃહપ્રધાનને જવાબદાર ઠેરવ્યા છે. લાલુએ કહ્યું કે અત્યારે પણ ત્યાં સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા છે, પરિસ્થિતિ પહેલાં કરતા ખરાબ છે. આપને જણાવીએ કે બુધવારે લોકસભામાં જમ્મુ અને કાશ્મીર ( સુધારા ) બિલ 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ 2023 પર ચર્ચા દરમિયાન અમિત શાહે દાવો કર્યો હતો કે કલમ 370 હટાવ્યા બાદ ત્યાંથી અલગતાવાદ ખતમ થઈ ગયો છે અને આતંકવાદમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

  • #WATCH बिहार के पूर्व मुख्यमंत्री और RJD प्रमुख लालू यादव ने कहा, "अमित शाह को कोई जानकारी नहीं है... PoK और जम्मू-कश्मीर में अभी जो हमले हो रहे हैं उन सबके लिए अमित शाह ज़िम्मेदार हैं।" https://t.co/OMLwSMUjsJ pic.twitter.com/XyXwxxPPhh

    — ANI_HindiNews (@AHindinews) December 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અત્યારે જે હુમલા થઈ રહ્યા છે તે વાસ્તવમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મોદી સરકારની નીતિઓ જવાબદાર છે. અમિત શાહને કોઈ જાણકારી નથી. પીઓકે અને જમ્મુ અને કાશ્મીરમાં અત્યારે થઈ રહેલા તમામ હુમલા માટે અમિત શાહ જવાબદાર છે.- લાલુપ્રસાદ યાદવ, ( રાષ્ટ્રીય અધ્યક્ષ, આરજેડી )

અમિત શાહે શું કહ્યું હતું? : બુધવારે સદનમાં સંભાષણ વખતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, "( ભૂતપૂર્વ પીએમ ) પંડિત જવાહરલાલ નેહરુએ તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન લીધેલા નિર્ણયોમાં બે મોટી ભૂલો થઈ હતી, જેનાથી કાશ્મીરને ઘણાં વર્ષો સુધી નુકસાન સહન કરવું પડ્યું. સૌપ્રથમ જ્યારે આપણી સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. સીઝફાયર લાદવામાં આવ્યો હતો. જો ત્રણ દિવસ પછી યુદ્ધવિરામ થયો હોત તો આજે પીઓકે ભારતનો ભાગ હોત. બીજો છે આપણા આંતરિક મુદ્દાને યુએનમાં લઈ જવો.

  • Nehru ji made a historical blunder because of which Kashmir and the nation have suffered for 7 decades. pic.twitter.com/MSZhnAjuko

    — Amit Shah (@AmitShah) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="Amit Shah Blames Nehru For PoK Issue ">Amit Shah Blames Nehru For PoK Issue

ઈન્ડિયા એલાયન્સ પર લાલુએ શું કહ્યું? : ઈન્ડિયા એલાયન્સ અને લોકસભા ચૂંટણી 2024ની બેઠકને લઈને લાલુ યાદવે કહ્યું કે અમારા ગઠબંધનની આગામી બેઠક 17-18 ડિસેમ્બરે થશે. જ્યાં તમામ વિપક્ષી પાર્ટીઓના મોટા નેતાઓ સાથે મળીને ભાજપ સામેની રણનીતિ અંગે ચર્ચા કરશે. આ સાથે તેમણે દાવો કર્યો કે અમે બધાએ લોકસભા ચૂંટણી માટે અમારા સ્તરે તૈયારીઓ કરી લીધી છે. બધાં મળીને મોદી સરકારને સત્તા પરથી ઉખાડી ફેંકશેે.

  1. સંસદનું શિયાળુ સત્ર 2023 : જમ્મુ અને કાશ્મીર આરક્ષણ બિલ રજૂ થઈ શકે છે
  2. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ: જમ્મુ-કાશ્મીર મામલે નેહરુએ મોટી ભૂલ કરી
  3. Opposition Unity Meeting: વિપક્ષ એકતા બેઠકમાં થયો નિર્ણય, લાલુ યાદવની સલાહ પર લગ્ન કરશે રાહુલ ગાંધી!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.